ટ્રેનના સમયમાં ફેરફાર થયા: વસઇ રોડ નાલાસોપારામાં ટ્રેકમાં પાણી ભરાયા
મુંબઈમાં સોમવારે પડેલા ભારે વરસાદના કારણે પશ્ર્ચિમ રેલવેના વસઈ રોડ, નાલાસોપારા, સફાલે અને કેલવે રોડ સ્ટેશનો વચ્ચે ટ્રેક પર પાણી ભરાઈ જતાં ટ્રેનવ્યવહાર ગંભીર રીતે પ્રભાવિત થયો હતો. પરિસ્થિતિને ધ્યાનમાં રાખી પશ્ર્ચિમ રેલવેએ અનેક મેઇલ, એક્સપ્રેસ અને પેસેન્જર ટ્રેનો રદ કરી, કેટલીકના સમયમાં ફેરફાર કર્યો તેમજ અનેક ટ્રેનોને શોર્ટ-ટર્મિનેટ અને શોર્ટ-ઓરિજિનેટ કરવાની ફરજ પડી હતી. તેની સીધી અસર ગુજરાત તરફ જતી અને ગુજરાતમાંથી પસાર થતી ટ્રેનોના મુસાફરો પર પડી છે. પશ્ર્ચિમ રેલવેના જનસંપર્ક વિભાગે જણાવ્યું હતું કે ભારે વરસાદને કારણે બાંદ્રા ટર્મિનસ, મુંબઈ સેન્ટ્રલ અને દાદરથી ઉપડતી અનેક લાંબા અંતરની ટ્રેનોના સંચાલનમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં બાંદ્રા ટર્મિનસ-શ્રી માતા વૈષ્ણોદેવી કટરા, બાંદ્રા ટર્મિનસચંદીગઢ, બાંદ્રા ટર્મિનસ-હિસાર, બાંદ્રા ટર્મિનસ-અમૃતસર, બાંદ્રા ટર્મિનસ-વેરાવળ, મુંબઈ સેન્ટ્રલહઝરત નિઝામુદ્દીન ઓગસ્ટ ક્રાંતિ રાજધાની, દાદર-પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ અને દાદર-હનુમાનગઢ એક્સપ્રેસ સહિતની ટ્રેનોને કલાકોનો વિલંબ થયો હતો. રેલવે દ્વારા કેટલીક ટ્રેનો સંપૂર્ણ અથવા આંશિક રીતે રદ પણ કરવામાં આવી હતી. બાંદ્રા ટર્મિનસ-જયપુર સ્પેશિયલ ટ્રેન રદ કરવામાં આવી હતી, જ્યારે જયપુરથી બાંદ્રા ટર્મિનસ આવતી સ્પેશિયલ ટ્રેનને ઉધના ખાતે જ સમાપ્ત કરી દેવાઈ હતી. ઉધના અને બાંદ્રા ટર્મિનસ વચ્ચેનો તેનો પ્રવાસ રદ કરવામાં આવ્યો હતો. વલસાડ-વિરાર પેસેન્જર, મુંબઈ સેન્ટ્રલ-વાપી પેસેન્જર અને વાપી-મુંબઈ સેન્ટ્રલ પેસેન્જર ટ્રેનો પણ રદ કરવામાં આવી હતી. ઉપરાંત વિરાર-સુરત એક્સપ્રેસની સેવા પણ રદ કરવામાં આવી હતી. ભારે વરસાદને કારણે કેટલીક ટ્રેનોને નિર્ધારિત સ્ટેશન પહેલાં જ રોકી દેવામાં આવી હતી. અમદાવાદ-બોરીવલી એક્સપ્રેસને વલસાડ ખાતે, જોધપુર-બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસને વાપી ખાતે, અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ એક્સપ્રેસને સુરત ખાતે અને અજમેર-દાદર એક્સપ્રેસને નવસારી ખાતે શોર્ટ- ટર્મિનેટ કરવામાં આવી હતી. જ્યારે બોરીવલી-નંદુરબાર એક્સપ્રેસ વલસાડથી શરૂૂ કરવામાં આવી હતી. ઉપનગરીય લોકલ ટ્રેન સેવાઓ પર પણ અસર જોવા મળી હતી. દહાણુ રોડ-બોરીવલી લોકલને વિરાર સુધી જ ચલાવવામાં આવી હતી, જ્યારે બોરીવલી-વલસાડ મેમુ સેવા વિરારથી શરૂૂ કરવામાં આવી હતી.
મુંબઈ ડિવિઝનમાં ભારે વરસાદને કારણે રાજકોટ ડિવિઝનની ટ્રેનોની અવરજવર પ્રભાવિત
રદ કરવામાં આવેલી ટ્રેનોમાં 07.07. ના રોજ પોરબંદરથી ઊપડનારી ટ્રેન સંખ્યા 19016 પોરબંદર – દાદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ રદ હતી. 07.07.ના રોજ ઓખાથી ઊપડનારી ટ્રેન સંખ્યા 19252 ઓખા – વેરાવળ એક્સપ્રેસ રદ હતી. 08.07.ના રોજ વેરાવળથી ઊપડનારી ટ્રેન સંખ્યા 19251 વેરાવળ – ઓખા એક્સપ્રેસ રદ રહેશે. 09.07.ના રોજ ઓખાથી ઊપડનારી ટ્રેન સંખ્યા 22946 ઓખા – મુંબઈ સેન્ટ્રલ સૌરાષ્ટ્ર મેલ રદ રહેશે. 07.07.ના રોજ જામનગરથી ઊપડનારી ટ્રેન સંખ્યા 22924 જામનગર – બાંદ્રા ટર્મિનસ હમસફર એક્સપ્રેસ રદ રહેશે. આંશિક રીતે રદ કરવામાં આવેલી ટ્રેનો: (1) 07.07.2026 ના રોજ વેરાવળથી ઊપડનારી ટ્રેન સંખ્યા 19218 વેરાવળ – બાંદ્રા ટર્મિનસ સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ, જેને અગાઉ સંપૂર્ણપણે રદ જાહેર કરવામાં આવી હતી, તે હવે સંપૂર્ણપણે રદ રહેશે નહીં. આ ટ્રેન તારીખ 07.07.2026 ના રોજ અમદાવાદ જંક્શનથી મુંબઈ સેન્ટ્રલ સુધી શોર્ટ ઓરિજિનેટ થઈને દોડશે. આમ, આ ટ્રેન વેરાવળ – અમદાવાદ વચ્ચે આંશિક રીતે રદ રહેશે. નોંધનીય છે કે મુંબઈ ડિવિઝનમાં સતત થઈ રહેલા ભારે વરસાદ અને પાણી ભરાવાને કારણે રેક (ટ્રેનના ડબ્બા) ઉપલબ્ધ ન હોવાને લીધે ઉપરોક્ત ટ્રેનોના સંચાલનમાં ફેરફાર કરવામાં આવ્યો છે. મુસાફરોને વિનંતી છે કે ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને પોતાની યાત્રાનું આયોજન કરે. ટ્રેનોના સ્ટોપેજ, સંરચના અને સમય સંબંધિત વિગતવાર માહિતી માટે મુસાફરો કૃપા કરીને ૂૂૂ.યક્ષિીશિુ.શક્ષમશફક્ષફિશહ.લજ્ઞદ.શક્ષ પર જઈને માહિતી મેળવી શકે છે.
