સંપતિનો સ્ત્રોત જાહેર થયેલો ન હોય તો તે અપરાધની કમાણી બની જતી નથી: હાઈકોર્ટ

બેનામી સંપતિ તથા મની લોન્ડ્રીંગ એકટ સંબંધમાં મહત્વનો ચુકાદો

અલ્લાહાબાદ: કેસમાં એન્ફોર્સમેન્ટ વિભાગ દ્વારા અનેક કેસમાં બેનામી સંપતિઓ જેના ખરીદી કે નિર્માણના નાણાકીય સ્ત્રોતનો ખુલાસો સંપતિના માલીક ગણાતા વ્યક્તિ સંતોષકારક જણાવી શકે નહી તો જપ્ત થાય છે તેની સામે હવે અલ્લાહાબાદ હાઈકોર્ટે એક મહત્વની ટીપ્પણીમાં સંપતિનો સ્ત્રોત અજ્ઞાત કે સંતોષકારક ખુલાસો થઈ શકે તેમ ન હોય તો પણ તે સંપતિને અપરાધની કમાણી સાથે જોડી શકાય નહી. પ્રિવેન્શન ઓફ મની લોન્ડ્રીંગ એકટ સાથે જોડાયેલા આ કેસમાં હાઈકોર્ટે મહત્વના દિશા નિર્દેશ પણ જાહેર કર્યા હતા જેમાં સંપતિના નાણાકીય સ્ત્રોત અજ્ઞાત હોય તો તે અપરાધના નાણાથી ખરીદાઈ છે તેવું જાહેર કરી કાર્યવાહી કરી શકાય નહી. અદાલતે જણાવ્યું કે કોઈ વ્યક્તિએ તેની આવકના જાણીતા સ્ત્રોત કરતા અલગ રીતે કમાણી કરી હોઈ શકે છે પણ તેથી તેણે કોઈ અપરાધીક કૃત્યથી નાણા કમાયેલા છે તે સાબીત થતુ નથી. આ કેસમાં ગેરકાનુની ખનન સમયે સ્ટોન ક્રશરની જપ્તી કરવામાં આવી હતી. જેમાં આરોપી 18 માસથી જેલમાં હતા તથા તેની સામે પ્રિવેન્શન ઓફ મની લોન્ડ્રીંગની કલમ પણ ટ્રાયલ થઈ હતી. હાઈકોર્ટે જણાવ્યું કે આ એકટની ધારા 3-4 હેઠળ કેસ ત્યારે જ અપરાધ બને છે કે કોઈ અપરાધથી કમાયેલા નાણા ખરીદી હોય તે સાબીત થાય જે સંપતિના આવકના સ્ત્રોત જાણીતા ન હોય તો તે અપરાધથી જ કમાયેલી છે તેમ કહી શકાય નહી અને તેથી તેનાથી ખરીદાયેલી સંપતિ બેનામી બની જતી નથી.

રિલેટેડ ન્યૂઝ