અન્ય રાજયમાં વાહન લઈ જતા લોકોને ત્રણ વર્ષ રી-રજીસ્ટ્રેશન મુક્તિ

નવી દિલ્હી: દેશમાં એક રાજયમાંથી બીજા રાજયમાં નોકરીમાં બદલીના કારણે રહેવા જતા કર્મચારીઓ માટે રાહતના સમાચાર છે તે તેઓ અન્ય રાજયમાં જાય તો તેમના વાહનના રજીસ્ટર નંબર ત્રણ વર્ષ માટે જાળવી શકશે. તેણે આ માટે રી-રજીસ્ટ્રેશન કરવાનું રહેશે નહી. મોટર વ્હીકલ એકટમાં આ અંગે સુધારાનો પ્રસ્તાવ છે. ગ્રુપ ઓફ મીનીસ્ટર દ્વારા ઈઝ ઓફ લીવિંગની જે જોગવાઈ છે તેમાં આ પ્રકારે સુધારો કરવામાં આવશે. હાલના કાનુન મુજબ અન્ય રાજયમાં નોકરી કે ધંધા સહિતના કારણે જતા વ્યક્તિ જો વાહન સાથે લઈ જાય અને 1 વર્ષથી વધુ સમય તે અન્ય રાજયમાં રહે તો વાહન નંબર ફેરવવા પડે છે અને જે તે રાજયનું ફ્રેશ રજીસ્ટ્રેશન મેળવવું પડે છે પણ આ પ્રકારના નિયમથી જેમાંથી એક રાજયમાંથી બીજા રાજયમાં ખાસ કરીને કેન્દ્રના કે ખાનગી ક્ષેત્રના કર્મચારીની આ પ્રકારે બદલી થતી હોય છે. તેઓએ આ પ્રકારે સતત વાહનોના રજી રજીસ્ટ્રેશન કરાવવા પડે છે. હવે કોઈપણ વ્યક્તિ પક્ષના મૂળ રાજય જયાં પ્રથમ રજીસ્ટ્રેશન થયું હોય તે અન્ય રાજયમાં ત્રણ વર્ષ સુધી આ જૂનુ રજીસ્ટ્રેશન જાળવી શકશે. જો કે આ જોગવાઈ વાહન ધારકો માટે રાહત છે પરંતુ રાજયો વચ્ચે રોડ ટેક્ષ વિ.માં મોટા તફાવત હોવાની જયાં નીચા રોડટેક્ષ હોય ત્યાં લકઝરી કાર વિ. રજીસ્ટ્રેશન કરાવી અન્ય રાજયમાં ફેરવે છે. આ રીતે રોડ ટેક્ષમાં લકઝરી ગાડીઓમાં રૂા.10-15 લાખ જેવી બચત થાય છે તે દુષણને વેગ મળશે.

રિલેટેડ ન્યૂઝ