ભારત – ઈન્ડોનેશિયા વચ્ચે બ્રહ્મોસ મિસાઈલ સહિત ૧૦ મહત્વની ડીલ

ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ સુબિયાંતો દ્વારા પીએમ મોદૃીનું ઉષ્માભેર સ્વાગત

મિસાઈલ ઉપરાંત ઈલેકટ્રોનિક વોિંટગ મશીન-ઈવીએમ, રક્ષા, કૃષિ, સમુદ્રી સુરક્ષા અને અંતરિક્ષ ક્ષેત્રે સહયોગ મામલે ભારત અને ઈન્ડોનેશિયા વચ્ચે હસ્તાક્ષર થયા

ભારત અને ઈન્ડોનેશિયા વચ્ચે બ્રહ્મોસ મિસાઈલથી માંડીને ઈવીએમ, કૃષિ, સમુદ્રી રક્ષા, અંતરિક્ષ સહયોગ સહિત અનેક મુદ્દે સમજૂતી થઈ છે. વડાપ્રધાન મોદૃી અને ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાંતોની હાજરીમાં બન્ને દૃેશો વચ્ચે ૧૦થી વધુ મહત્વની સમજૂતી (એમઓયુ) પર હસ્તાક્ષર થયા છે.
ઈન્ડોનેશિયાની બે દિૃવસની યાત્રાએ એ જકાર્તા પહોંચેલા પીએમ મોદૃીનું ખુબજ ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ દૃરમિયાન રાષ્ટ્રપતિ સુબિયાંતોએ વડાપ્રધાન મોદૃીના ગળે મળીને સ્વાગત કર્યું હતું. દૃરમિયાન બન્ને રાષ્ટ્રાધ્યક્ષો વચ્ચે દ્વિપક્ષીય સંવાદૃ થયો હતો. જેમાં ભારત અને ઈન્ડોનેશિયા વચ્ચે અનેક સમજૂતીઓને અમલી જામા પહેરાવાયા હતા.
ઈન્ડોનેશિયાઈ રાષ્ટ્રપતિ સાથે દ્વિપક્ષીય સંવાદૃ બાદૃ વડાપ્રધાન મોદૃીએ સંયુકત પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે હું આ ઉષ્માભેર સ્વાગત માટે મારા મિત્ર રાષ્ટ્રપતિ પ્રબોવોનો આભાર માનું છું. આજે તેમના આત્મીયતાભર્યા નિમંત્રણ પર ઈન્ડોનેશિયાની યાત્રા કરતી વખતે મને ખૂબ જ ખુશી થઈ રહી છે. આજે સવારે મને સ્નેહ અને આદૃર સાથે ઈન્ડોનેશિયાનું સર્વોચ્ચ સન્માન આપવામાં આવ્યું છે.
આ સન્માન કોટિ-કોટિ ભારતવાસીઓનું છે. ઈન્ડોનેશિયાના લોકોની ભાવનાનું છે. ભારત અને ઈન્ડોનેશિયાના ઐતિહાસિક અને આત્મીય સંબંધોનું આ સન્માન છે.
ઈન્ડોનેશિયા સાથે ભારતની થયેલી સમજૂતી મુજબ બ્રહ્મોસ મિસાઈલ ઉપરાંત ભારત અને ઈન્ડોનેશિયાએ ચૂંટણી વ્યવસ્થા અને વિશેષ ઈલેકટ્રોનિકસ વોટીંગ મશીન (ઈવીએમ)ના વિકાસમાં સહયોગ વધારવા પર પણ સમજૂતી થઈ. બન્ને દૃેશોએ કૃષિ ક્ષેત્રમાં ટેકનિક, અનુસંધાન અને ક્ષમતા નિર્માણને પ્રોત્સાહન આપવા માટેની સમજૂતી પર પણ હસ્તાક્ષર થયા હતા.
આ ઉપરાંત હિન્દૃ-પ્રશાંત મહાસાગર ક્ષેત્રમાં સહયોગને મજબૂત કરવાના ઉદૃેશથી સમુદ્રી સુરક્ષા સાથે જોડાયેલી સમજૂતીને પણ અંતિમ રૂપ દૃેવામાં આવ્યું છે. અંતરિક્ષ ક્ષેત્રમાં ભારત અને ઈન્ડોનેશિયાએ સહયોગ વધારવા પર સહમતી દૃર્શાવી છે, જે અંતર્ગત સેટેલાઈટ ટેકનિક, અંતરિક્ષ અનુસંધાન અને અન્ય વૈજ્ઞાનિક ક્ષેત્રોમાં ભાગીદૃારીને આગળ વધારાઈ છે. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદૃીની ઈન્ડોનેશિયા યાત્રા દૃરમિયાન ભારત અને ઈન્ડોનેશિયાના સંબંધોને એક નવી મજબૂતી મળી છે. વડાપ્રધાન મોદૃીની ઈન્ડોનેશિયા યાત્રા દૃરમિયાન દ્વિપક્ષીય સંવાદૃ રણનીતિક અને આર્થિક મુદ્દા પર કેન્દ્રીત રહેશે.
ઈન્ડોનેશિયામાં ભારતના રાજદૃૂત સંદૃીપ ચક્રવર્તીએ જણાવ્યું હતું કે બન્ને દૃેશો વચ્ચે રક્ષા, સમુદ્રી સુરક્ષા, વ્યાપાર અને રોકાણ, ખાદ્ય સુરક્ષા ક્રિટીકલ મિનરલ્સ, સ્વાસ્થ્ય અને શિક્ષણ સહયોગ જેવા ક્ષેત્રોમાં ભાગીદૃારીને મજબૂત કરવા પર વિસ્તારથી ચર્ચા થશે.
વડાપ્રધાન જયારે ઈન્ડોનેશિયા પહોંચ્યા ત્યારે ઈન્ડોનેશિયાઈ વાયુસેનાના ફાઈટર જેટે મોદૃીના વિમાનને એસ્કોર્ટ કર્યું હતું. ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાંતોએ ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. અને ઈન્ડોનેશિયાના લોકોએ પારંપરિક અને સાંસ્કૃતિક નૃત્ય રજૂ કરી અભિવાદૃન કર્યું હતું.


રિલેટેડ ન્યૂઝ