આ પગલા સાથે ભારત અને ઇન્ડોનેશિયા િંહદૃ મહાસાગરમાં ચીનનો આખો ગેમ પ્લાન બદૃલી નાખશે
૩૨ કિલોમીટરનો એક દૃરિયાઈ પેસેજ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ દૃુનિયાની રાજનીતિ અને કૂટનીતિમાં કેવી ઉથલપાથલ મચાવી શકે છે, તે ઈરાન યુદ્ધ દૃરમિયાન આખી દૃુનિયાએ જોઈ લીધું. ઈરાની સેનાએ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ કરીને દૃેશોનો ઈંધણ પુરવઠો રોકી દૃીધો. કાચા તેલની િંકમતો ઝડપથી વધવા લાગી. છેવટે દૃુનિયાનો ૨૦ ટકા ઈંધણ પુરવઠો આ જ હોર્મુઝમાંથી પસાર થાય છે. હવે ભારત અને ઇન્ડોનેશિયા મળીને િંહદૃ મહાસાગરમાં પોતાનું ’હોર્મુઝ’ બનાવશે. આ ’હોર્મુઝ’ સ્ટ્રેટ ઓફ મલક્કાના એન્ટ્રી પોઈન્ટ પર સ્થિત છે. અહીંથી ભારતના આંદૃામાન નિકોબાર ટાપુ સમૂહમાં આવેલું ઇન્દિૃરા પોઈન્ટ માત્ર ૧૦૦ માઈલ એટલે કે ૧૬૦ કિલોમીટરના અંતરે છે. આ પગલા સાથે ભારત અને ઇન્ડોનેશિયા િંહદૃ મહાસાગરમાં ચીનનો આખો ગેમ પ્લાન બદૃલી નાખશે.િંહદૃ મહાસાગર ક્ષેત્રમાં પોતાની દૃરિયાઈ વ્યૂહરચનાને નવો ઓપ આપતા, ભારત અને ઇન્ડોનેશિયાએ સબાંગ પોર્ટના સંયુક્ત વિકાસની દિૃશામાં મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર બંને દૃેશો ઇન્ડોનેશિયાના સબાંગ બંદૃરને વિકસાવવા પર સંમત થયા છે.
તેને આધુનિક સ્વરૂપ આપવામાં આવશે, અને આ ટાપુ પર ભારતનો પ્રભાવ વધશે. ઇન્ડોનેશિયાના પ્રવાસે ગયેલા પીએમ નરેન્દ્ર મોદૃીએ ત્યાંના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાંતો સાથે આ કરાર પર હસ્તાક્ષર કર્યા છે.
સબાંગ બંદૃર દૃુનિયાના સૌથી વ્યસ્ત અને વ્યૂહાત્મક દૃરિયાઈ માર્ગોમાંથી એક મલક્કાના પ્રવેશદ્વાર પર સ્થિત છે. ખાસ વાત એ છે કે, સબાંગ પોર્ટ ભારતના મહત્વાકાંક્ષી ગ્રેટ નિકોબાર પોર્ટ પ્રોજેક્ટથી લગભગ ૧૦૦ માઈલ એટલે કે ૧૬૦ કિલોમીટરના અંતરે છે.
આ કરારનું એક મહત્વપૂર્ણ ભૂ-રાજનીતિ પાસું પણ છે. છેલ્લા એક દૃાયકામાં ચીને ’બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ’ અને ’સ્ટ્રિંગ ઓફ પર્લ્સ’ વ્યૂહરચના હેઠળ િંહદૃ મહાસાગર ક્ષેત્રમાં અનેક બંદૃરો અને દૃરિયાઈ પ્રોજેક્ટ્સમાં રોકાણ કર્યું છે. પાકિસ્તાનનું ગ્વાદૃર, શ્રીલંકાનું હમ્બનટોટા અને મ્યાનમારનું ક્યાઉકયુ બંદૃર અવારનવાર આ સંદૃર્ભમાં ચર્ચામાં રહે છે. એવામાં સબાંગ પોર્ટનો વિકાસ ભારતને પ્રાદૃેશિક સંતુલન બનાવવા અને પોતાના દૃરિયાઈ હિતોની રક્ષા કરવામાં મદૃદૃ કરી શકે છે. ભારત અને ઇન્ડોનેશિયા બંને મુક્ત, સુરક્ષિત અને નિયમ-આધારિત ઇન્ડો-પેસિફિક વ્યવસ્થાના સમર્થક છે. દૃરિયાઈ વેપાર, સપ્લાય ચેઈનની સુરક્ષા અને નૌવહનની સ્વતંત્રતા જેવા મુદ્દાઓ પર બંને દૃેશોના હિત એકબીજા સાથે મેળ ખાય છે. સબાંગ પોર્ટ પ્રોજેક્ટ આ જ સહિયારા દ્રષ્ટિકોણનું વિસ્તરણ માનવામાં આવી રહૃાું છે.
આવનારા વર્ષોમાં જો સબાંગ અને ગ્રેટ નિકોબાર પ્રોજેક્ટ્સ પૂર્ણ ક્ષમતાથી વિકસિત થશે, તો ભારતને િંહદૃ મહાસાગરથી લઈને મલક્કા સ્ટ્રેટ સુધી એક મજબૂત વ્યૂહાત્મક સાંકળ મળી શકે છે. આ ન માત્ર વેપાર અને કનેક્ટિવિટીને વેગ આપશે, પરંતુ ભારતને ઇન્ડો-પેસિફિક ક્ષેત્રની શક્તિ-સંતુલન રાજનીતિમાં પણ વધુ પ્રભાવશાળી ભૂમિકા ભજવવાની તક પૂરી પાડશે.
