ખરાબ રોડ-રસ્તા અને ખાડાઓના ભયંકર ત્રાસથી લોકો ત્રાહિમામ, ધંધા-રોજગારને અસર
બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં આઝાદી બાદ પણ સારા રસ્તા નહીં સમસ્યા માથાનો દુખાવો સમાન છે 30 હજાર ની વસ્તી ધરાવતું રાણપુર ગામ 36 ગામડાઓનું સંચાલન કરતો રાણપુર તાલુકા કક્ષાનું રાણપુર ગામમાં પ્રવેશવાનો જ મુખ્ય માર્ગ અતિ બિસ્માર હાલતમાં છે.સ્થાનિક તંત્ર દ્વારા મન ફાવે ત્યારે ગમે ત્યાં રોડ તોડી ખાડા પાડી રસ્તો બિસ્માર કરી નાખવામાં આવે છે.હાલ રાણપુરમાં લિંબડી ત્રણ રસ્તા થી લઈને મનુભાઈ શેઠ સ્કૂલ સુધીનો જે રાણપુર નો પ્રવેશ માટે નો મુખ્ય માર્ગ છે.
જે રાણપુર નો હૃદય સમાન રોડ કહેવાય તે રોડ અત્યંત બિસ્માર હાલતમાં અને ડિસ્કો રોડ જેવો છે.હાલ ચોમાસાની સિઝનની શરૂઆત થઈ છે.ત્યારે આ રોડ ઉપર મોસમોટા મોટાઓ ખાડા છે તંત્રને ચોમાસા પહેલા આ ખાડા નહીં દેખાતા હોય તંત્રના અનેક અધિકારીઓ આ રોડ ઉપરથી વારંવાર પસાર થાય છે તેમને નથી ખબર કે આ બિસ્માર રોડ છે આ રોડ ઉપરથી હજારો લોકોની દરોજ અવર-જવર છે આ રોડ રીપેરીંગ કરવાની જરૂર છે રાણપુરની સમસ્યા રાણપુર ની પરિસ્થિતિ અધિકારીઓ પણ ધ્યાને નથી લેતા તેવુ રાણપુરના લોકોમાં ચર્ચાએ જરૂર પકડ્યું છે. રાણપુર તાલુકા કક્ષાનું ગામ છે 25 કિલોમીટરના અંતરે જ રાણપુરનું જિલ્લા મથક આવેલું છે. તેમ છતાં રાણપુરની સ્થિતિ કેમ કોઈને દેખાતી નથી જ્યારે ચોમાસુ હોય છે ત્યારે રાણપુરની પરિસ્થિતિ ક્યાંક ને ક્યાંક રીતે ખરાબ હોય છે આઝાદી બાદ પણ રાણપુર એક સારા રસ્તાથી વંચિત છે જ્યારે જ્યારે ચૂંટણીઓ આવે છે ત્યારે રાજકીય નેતાઓ પોતાને મત લેવા માટે રાણપુરમાં લોકો પાસે દોડી દોડીને આવે છે. હાલ આ રાણપુરમાં રોડ રસ્તાની ભયંકર સમસ્યા છે તેમ છતાં કેમ કોઈ નેતા દેખાતું નથી કેમ કોઈ નેતા આ બિસ્માર રસ્તાની હાલતની કોઈ ખબર નથી લેતું નથી. લિંબડી ત્રણ રસ્તાથી લઈને મનુભાઈ શેઠ સ્કૂલ સુધી જે મસ મોટા રોડ ઉપર ખાડા છે તેમાં વરસાદના પાણી ભરાય છે અને એ વરસાદના ગંદા પાણીમાંથી વાહનો પસાર થાય એટલે ત્યાંથી રાહદારીઓ ઉપર એ પાણી ઉડે છે અને અવાર-નવાર વારંવાર તે બાબતો ઉપર ઝઘડાઓ થાય છે ત્યારે તંત્ર તાત્કાલિક આ રસ્તાઓ રિપેર કરે તેવું લોકો ઈચ્છી રહ્યા છે.હવે જોવાનું એ રહ્યું છે કે તંત્રને આ ખાડા દેખાય છે કે નહીં તે તો આવનારા દિવસોમાં જ ખબર પડશે.
મનુભાઈ શેઠ સ્કૂલ પાસે ગ્રામ પંચાયતે ખોદેલા ખાડામાં વૃધ્ધ પડી ગયા
મનુભાઈ શેઠ સ્કૂલ પાસે ગ્રામ પંચાયત દ્વારા એક પાણીની લીકેજ લાઈન રીપેર કરવા માટે ખાડો ખોદયો હોય તો ત્યારબાદ એ ખાડો વ્યવસ્થિત પુરવામાં ન આવ્યો હોવાથી અત્યંત ખરાબ રીતે પૂરવામાં આવ્યો અને પાછો મોટો ખાડો પડી ગયો જેના કારણે એક વૃદ્ધ ત્યાંથી પસાર થતા હતા તે દરમિયાન તેઓ એ કિચડ વચ્ચે ખાડામાં પડ્યા અને ઈજાગ્રસ્ત થયા આસપાસના લોકો ભેગા થયા સામાજિક આગેવાનો તાત્કાલિક વૃધ્ધા ને રાણપુરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
