ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ૧૧માં થશે ફેરફાર
ઇંગ્લેન્ડનું પલડું ભારે સિરીઝમાં ૧-૦ ની લીડ
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી ૫ મેચની ટી૨૦ સિરીઝની ત્રીજી મેચ હવે મંગળવારે નોિંટગહામમાં રમાવા જઈ રહી છે. જો તમે ક્રિકેટના મોટા ચાહક છો, તો તમારે આ રોમાંચક મેચ જોવા માટે મોડા સુધી જાગવાની તૈયારી રાખવી પડશે, કારણ કે અગાઉની મેચની સરખામણીમાં આ મેચના સમયપત્રકમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે.
તમને જણાવી દૃઈએ કે, આ સિરીઝની બીજી મેચ ભારતીય સમય મુજબ સાંજે ૭ વાગ્યે શરૂ થઈ ગઈ હતી. જોકે, ત્રીજી ટી૨૦ મેચ માટે સમય બદૃલાયો છે. ૭ જુલાઈના રોજ નોિંટગહામના ટ્રેન્ટ બ્રિજ ખાતે રમાનારી આ મેચનો ટોસ રાત્રે ૯:૩૦ વાગ્યે થશે અને મેચ બરાબર રાત્રે ૧૦:૦૦ વાગ્યે શરૂ થશે. આથી ભારતીય ચાહકોએ મેચનો પૂરેપૂરો આનંદૃ માણવા માટે રાતજાગરો કરવો પડશે.
અત્યાર સુધીની સિરીઝની વાત કરીએ તો, ઘરઆંગણે રમી રહેલી ઇંગ્લેન્ડની ટીમ હાલમાં મજબૂત સ્થિતિમાં છે. સિરીઝની પહેલી મેચ વરસાદૃને કારણે રદૃ કરવી પડી હતી. જેમાં ભારતે પ્રથમ બેિંટગ કરતા ૧૮૯ રન બનાવ્યા હતા, પરંતુ વરસાદૃના વિઘ્નને કારણે ઇંગ્લેન્ડની બેિંટગ આવી શકી નહોતી.ત્યારબાદૃ બીજી ટી૨૦ મેચમાં પણ ભારતે પ્રથમ બેિંટગ કરી હતી અને બોર્ડ પર ૧૯૦ રનનો પડકારજનક લક્ષ્યાંક મૂક્યો હતો. જોકે, ઇંગ્લેન્ડના બેટ્સમેનોએ શાનદૃાર પ્રદૃર્શન કરીને માત્ર ૧૯ ઓવરમાં જ આ લક્ષ્ય હાંસલ કરી લીધું હતું. આ રીતે યજમાન ઇંગ્લેન્ડ અત્યારે સિરીઝમાં ૧-૦ થી આગળ છે. હવે જોવાનું એ રહે છે કે ત્રીજી મેચમાં ટીમ ઇન્ડિયા શાનદૃાર વાપસી કરીને સિરીઝ સરભર કરી શકે છે કે નહીં!
મુખ્ય મુદ્દો એ છે કે ટીમ ઈન્ડિયાને હજુ સુધી તેની શ્રેષ્ઠ પ્લેઈંગ ઈલેવન મળી નથી. લગભગ દૃરેક મેચમાં ટીમમાં ફેરફાર જોવા મળે છે. છેલ્લી મેચમાં, વૈભવ સૂર્યવંશીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ પણ કર્યો હતો, પરંતુ તે પણ સસ્તામાં આઉટ થયો. આગામી મેચમાં ટીમ ઈન્ડિયા કેવા પ્રકારની પ્લેઈંગ ઈલેવન મેદૃાનમાં ઉતારશે અને ટીમ કેવું પ્રદૃર્શન કરશે તે જોવાનું બાકી છે.
