કેતન અગ્રવાલની હત્યાના કાવતરામાં હજી એક શકમંદ

પુણે : પુણેના બિઝનેસમેન કેતન અગ્રવાલની હત્યાના કેસમાં હવે નવી માહિતી સામે આવી છે. હત્યાકેસના આરોપી અને સિયાના બોયકેન્ડ ચેતન ચૌધરીના ફેન્ડને હવે આ કેસમાં તાબામાં લઈને પૂછપરછ કરવામાં આવી રહી છે.
પુણે ગ્રામીણ પોલીસે મૂળ બીડના અને હાલ. પુણેની બાલેવાડીની એક પ્રાઇવેટ કંપનીમાં જોબ કરતા ચેતનના ક્લાસમેટને તાબામાં લીધો છે. પોલીસસૂત્રોનું કહેવું છે કે પોલીસને શંકા છે કે ચેતનના તે ફ્રેન્ડને ચેતન અને સિયા મળીને કેતનની હત્યા કરવાના છે એ પ્લાનની જાણ હતી એટલું જ નહીં; હત્યાના દિવસે તેને પણ ચેતને લોહગડ આવવા કહ્યું હતું, પણ તે તેમની સાથે જોડાયો નહોતો.
પોલીસને તપાસ દરમ્યાન જણાઈ આવ્યું છે કે કેતનની હત્યા કર્યા બાદ ચેતન તે ફ્રેન્ડને મળ્યો હતો એટલું જ નહીં, કેતનની હત્યા કર્યા પછી પણ સિયા તેની સાથે સંપર્કમાં હતી. એવું કહેવાય છે કે ચેતનનો તે ફેન્ડ મેના છેલ્લા વીકથી તેમની સાથે સતત સંપર્કમાં હતો એટલું જ નહીં, સિયાએ ઑલરેડી તેને તેઓ કઈ જગ્યાએ કેતનનું કાસળ. કાઢી નાખવાના છે એ સ્પોટના વિડિયો અને ફોટો પણ બતાવ્યા હોવાનું કહેવાય છે. પુણે પોલીસે એર્થી ચેતનના તે ક્લાસમેટને તાબામાં લઈને તેની પૂછપરછ શરૂ કરી છે.
એવું પણ કહેવાય છે કે તે ફ્રેન્ડે સિયા અને ચેતન બન્નેને સમજાવ્યાં હતાં કે તેઓ ચેતનની હત્યા ન કરે. કેસની તપાસ કરી રહેલી પોલીસ એ જાણવા માગે છે કે તે ફેન્ડને ફક્ત કાવતરાની જાણ હતી અને તેણે તેમને રોકવાની કોશિશ કરી કે પછી-ઍક્ટિવલી તે કાવતરામાં પણ સામેલ થયો હતો. હાલ એની તપાસ ચાલી રહી છે.

રિલેટેડ ન્યૂઝ