એપ્સે કાયદાનું પાલન કરવું પડશે.. ટ્રાઈએ સરકાર પાસે કાર્યવાહીના અધિકાર માગ્યા

ટેલીકોમ રેગ્યુલેટર ટ્રાઈ ટ્રુ કોલર જેવી એપ્સ અને ડિજિટલ પ્લેટફોર્મ્સની વિરૂધ્ધ કાર્યવાહી કરવા માટે સરકાર પાસે અધિકાર માગ્યા છે, આનુ કારણ એ છે કે અનેક એપ્સ અને ડિજિટલ પ્લેટફોર્મ્સ કાયદાનું પાલન નથી કરતા, પરંતુ ટ્રાઈ તેની સામે કાર્યવાહી નથી કરી શકતી, કારણ કે ઈન્ટર મીડિયરી હોવાના સંબંધે તે આઈટી એકટના ક્ષેત્રમાં આવે છે. ટ્રાઈ આ એકટ અંતર્ગત અધિકૃત એજન્સીનો દરજજો ઈચ્છે છે.
આથી તેને ઉલ્લંઘનોના બારામાં પ્લેટ ફોર્મ્સને ઔપચારિક રૂપે સૂચિત કરવા અને નિયમોનું પોલન કરાવવાનો અધિકાર મળી જશે. અહેવાલો મુજબ ટ્રાઈએ આઈટી કાનૂન અંતર્ગત કોલ મેનેજમેન્ટ એપ્સ અને ડિજિટલ પ્લેટફોર્મ જેમ કે (ટ્રુ કોલર, હિયા અને હુ કોલ) વિરૂધ્ધ કાર્યવાહી કરવાના અધિકાર માગ્યા છે. સૂત્રોનું કહેવું છે કે આ એપ્સ કોમર્શિયલ કોમ્યુનિકેશન માટે ખાસ નંબર સીરીઝ (1400 અને 1600)થી આવનારી કોલ્સને સ્પેમ તરીકે ટેગ અને બ્લોક કરી રહ્યા છે.
અધિકારીઓનું કહેવું છે કે આ પ્રકારની અવાંછિત ટેગીંગ કે બ્લોકીંગથી વેલિડ કોમર્શિયલ કોમ્યુનિકેશનમાં મુશ્કેલી ઉભી થાય છે. સાથે સાથે સરકારી પહેલોમાં પણ વિઘ્ન આવે છે એક અધિકારીએ કહ્યું કે ખોટા ટેગીંગના કારણે કંપનીઓ સામાન્ય 10 આંકડાવાળા નંબરોનો ઉપયોગ કરી શકે છે.
આથી સ્પેમ અને ગ્રાહકોનો અવિશ્ર્વાસ વધી શકે છે. ટ્રાઈ ઈચ્છે છે કે તેનું એકટ અંતર્ગત અધિકૃત એજન્સી તરીકે નામિત કરવામાં આવે આથી તેને ઉલ્લંઘનોના બારામાં પ્લેટફોર્મ ઔપચારિક રીતે સૂચિત કરવાના નિયમોનું પાલન કરવાનો અધિકાર મળી જાય.

રિલેટેડ ન્યૂઝ