વરસાદ પડતાની સાથે ઉપલેટામાં તંત્રની કામગીરીની પોલ ખુલી

પેચવર્કનું કામ નબળું કરતા નાના મોટા વાહનો ખાડામાં ફસાયા

ઉપલેટા શહેરમાં છેલ્લા બે દિવસ દરમિયાન આઠ ઇંચ જેવો વરસાદ વરસતા શહેરના નિચાણવાળા તેમજ અન્ય વિસ્તારોમાં પાણી ભરાયા હતા શહેરમાં ચાલતા ભૂગર્ભ ગટર જલશે નલ અને ગેસ લાઇન સહિતની કામગીરીના પેચવર્કમાં લોટ પાણીને લાકડા જેવી નબળી ગુણવત્તાનું મટીરીયલ વાપરતા બે દિવસમાં નાના મોટા અસંખ્ય વાહનો વિવિધ જગ્યાએ ખાડામાં ફસાઈ ગયા હતા કોન્ટ્રાક્ટરો દ્વારા ચાલતા કામો રાજ્ય સરકારની એજન્સી નીચે આવતા હોવાથી કોન્ટ્રાક્ટરો સાંસદ ધારાસભ્ય કે નગરપાલિકાના સત્તાધીશો કે કોઈના બાપનું માનતા નથી નગરપાલિકાએ એજન્સીઓ વિરુદ્ધ અનેક વખત લખીને દીધું હોવા છતાં કોઈ કાર્યવાહી થતી નથી છેલ્લા બે દિવસ દરમિયાન પડેલા વરસાદના કારણે પાટણવાવ રોડ ભાદર રોડ મંડપ રોડ કોલેજ પાછળના વિસ્તાર બસ સ્ટેન્ડ ચોક દ્વારકાધીશ સોસાયટી પોરબંદર રોડ રાજમાર્ગ પાંજરાપોળ રોડ સહિતના વિસ્તારોમાં બસ સ્કૂલ વાહન ષભબ ટ્રેક્ટર જેવા નાના મોટા વાહનો ખાડામાં ખુચી ગયા હતા અને કીમતી વાહનોને લાખો રૂપિયાની નુકસાની થવા પામી હતી કોન્ટ્રાક્ટરો દ્વારા ચાલતા કામો ના પેચવર્કની નબળી કામગીરીની ચેમ્બર નગરપાલિકા સાંસદ અને ધારાસભ્યને જાણ હોવા છતાં એજન્સીના પેધી ગયેલા કોન્ટ્રાક્ટરો કોઈને ગાઠતા ન હોવાથી વાહન ચાલકો ખાડામાં પડતા જોવા મળી રહ્યા છે શહેરના લોકોનો બહાર આવે તે પહેલા કોન્ટ્રાક્ટરોના બિલો અટકાવી જ્યાં સુધી ગુણવત્તા યુક્ત કામ ના કરે ત્યાં સુધી અન્ય કામો તંત્ર બંધ કરાવે તેવું નગરજનો ઇચ્છી રહ્યા છે.

રિલેટેડ ન્યૂઝ