મુંબઈમાં ગાજવીજ સાથે તોફાની વરસાદૃ: વૃક્ષ પડતા ૧નું મોત
દિૃલ્હીમાં ચોમાસાના પહેલા ભારે વરસાદૃે લોકોને અસહૃા ગરમીથી રાહત તો આપી, પરંતુ જળબંબાકાર અને ભારે ટ્રાફિક જામના કારણે લોકો પરેશાન થયા હતા. કુલ ૧૫ લાઇટ્સ ડાયવર્ટ કરવી પડી હતી, જેમાં ૫ ઇન્ટરનેશનલ લાઇટ્સ હતી. હવામાન વિભાગે આગામી સમયમાં પણ સતત વરસાદૃની સંભાવના વ્યક્ત કરી છે, જેનાથી પાણી ભરાવાની સમસ્યા વધી શકે છે. વહીવટીતંત્રે લોકોને જરૂર હોય તો જ, ઘરની બહાર નીકળવા અપીલ કરી છે.
રાજધાની દિૃલ્હીમાં ચોમાસાના પહેલા વરસાદૃે લોકોને અસહૃા ગરમીથી રાહત અપાવી છે, પરંતુ અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી અને લાંબો ટ્રાફિક જામ થવાથી લોકો માટે મોટી મુશ્કેલી ઊભી થઈ છે. સવારથી શરૂ થયેલા ભારે વરસાદૃને કારણે શહેરના મુખ્ય માર્ગો અને અંડરપાસમાં પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે વાહનવ્યવહાર પ્રભાવિત થયો હતો. દિૃલ્હીમાં વરસાદૃની સાથે જોરદૃાર પવન પણ ફૂંકાઈ રહૃાો છે, જેના કારણે કુલ ૧૫ લાઇટ્સના રૂટ ડાયવર્ટ કરવા પડ્યા છે. જેમાં ૫ આંતરરાષ્ટ્રીય અને ૧૦ સ્થાનિક (ડોમેસ્ટિક) લાઇટ્સ સામેલ હતી.
વરસાદૃ દૃરમિયાન દ્વારકા એક્સપ્રેસવેના અંડરપાસમાં પાણી ભરાઈ જવાને કારણે વાહનોની લાંબી લાઈનો લાગી ગઈ હતી. તેની અસર સમગ્ર દ્વારકા એક્સપ્રેસવે પર જોવા મળી હતી, જ્યાં કલાકો સુધી વાહનો અટવાયા હતા. આ સિવાય મિન્ટો બ્રિજ, ઓખલા ઇન્ડસ્ટ્રિયલ એરિયા, તુગલકાબાદૃ, પુલ પ્રહલાદૃપુર અને બાયો ડાયવર્સિટી પાર્ક સહિતના ઘણા વિસ્તારોમાં પણ, પાણી ભરાઈ જવાની સ્થિતિ સર્જાઈ હતી. લોકોને ઓફિસ અને અન્ય સ્થળોએ પહોંચવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
ખરાબ હવામાનની અસર હવાઈ સેવાઓ પર પણ પડી હતી. ભારે વરસાદૃ અને જોરદૃાર પવનને કારણે કુલ ૧૫ લાઇટ્સના રૂટ બદૃલવા પડ્યા હતા.
આ લાઇટ્સને જયપુર અને લખનૌ તરફ ડાયવર્ટ કરવામાં આવી હતી. હવામાન સામાન્ય થયા બાદૃ તેમને નિર્ધારિત સ્થળ માટે રવાના કરવામાં આવશે.
મુંબઈમાં ચોમાસાનો વરસાદૃ ફરી એકવાર તોફાની બન્યો છે. શહેરમાં ભારે વરસાદૃ સાથે જોરદૃાર પવન ફૂંકાઈ રહૃાો છે, જેના કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે. જો તમે છત્રી લઈને બહાર નીકળતા હોવ તો પણ ભારે વરસાદૃ અને પવનથી બચવું મુશ્કેલ બની રહૃાું છે. વરસાદૃના કારણે શહેરમાં વિઝિબિલિટી ખૂબ જ ઘટી ગઈ છે અને સમુદ્રમાં ઊંચી લહેરો ઊઠવા લાગી છે.
શહેરની ઊંચી ઇમારતો ધુમ્મસની ચાદૃરમાં લપેટાયેલી જોવા મળી રહી છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને બૃહન્મુંબઈ મહાનગરપાલિકા (મ્સ્ઝ્ર)એ નાગરિકોને અપીલ કરી છે કે અત્યંત જરૂરી હોય ત્યારે જ ઘર બહાર નીકળવું. પોતાની અને પરિવારની સુરક્ષાને ધ્યાનમાં રાખીને અનાવશ્યક મુસાફરી ટાળવાની સલાહ આપવામાં આવી છે. મુંબઈના કોસ્ટલ રોડ વિસ્તારમાં હાલમાં ખૂબ જ તેજ પવન ફૂંકાઈ રહૃાો છે.
માટુંગા વિસ્તારમાં એક તોતીંગ વૃક્ષ ધરાશાયી થતા દૃબાઈ જવાથી એક વૃધ્ધ વ્યક્તિનુ ંમોત થયું હતું.
દિૃલ્હી-દૃહેરાદૃૂન એક્સપ્રેસવે ઉદ્ઘાટનના ટૂંક સમયમાં જ સવાલોના ઘેરામાં આવી ગયો છે. પહેલાં રસ્તા પર ખાડાઓનો વીડિયો વાઈરલ થયો હતો, અને હવે ભારે વરસાદૃ બાદૃ પહાડ પરથી મોટો કાટમાળ ધસી આવવાને કારણે એક્સપ્રેસવે બંધ કરવો પડ્યો છે. દૃહેરાદૃૂનથી દિૃલ્હી તરફ જતો, દિૃલ્હી-દૃહેરાદૃૂન એક્સપ્રેસવે ફરી એકવાર ખોરવાઈ ગયો છે. ગત મોડી રાત્રે થયેલા ભારે વરસાદૃ બાદૃ પહાડો પરથી મોટી માત્રામાં કાટમાળ એક્સપ્રેસવે પર આવી પડ્યો હતો, જેના કારણે વાહનવ્યવહાર સંપૂર્ણપણે રોકી દૃેવામાં આવ્યો છે.
ભૂસ્ખલન થતા દિૃલ્હી-દૃેહરાદૃૂન એક્સપ્રેસ વે ઠપ
૧૫ લાઇટ્સન્ો ડાયવર્ટ કરાઈ:મુખ્ય માર્ગો અન્ો અંડરપાસમાં પાણી ભરાયા:ટ્રાફિક જામ, બ્ો મહિનામાં જ રોડ બ્ોસી ગયો
દૃેશના ઉત્તર અને ઉત્તર-પશ્ર્ચિમના રાજ્યોમાં ચોમાસાએ આગમન સાથે જ જોર પકડ્યું છે. મહારાષ્ટ્રમાં મુંબઈ ત્ોમજ દિૃલ્હી-એનસીઆરમાં મેઘતાંડવે કહેર સર્જ્યો છે. દિૃલ્હીમાં ભારે વરસાદૃના કારણે ૧૫ લાઇટ્સન્ો ડાયવર્ટ કરવી પડી છે. ભૂસ્ખલન થતા દિૃલ્હી-દૃહેરાદૃૂન એક્સપ્રેસ વે ઠપ્પ થઈ ગયો છે. મધ્યપ્રદૃેશના ભારે વરસાદૃના કારણે ઉજ્જૈનમાં ક્ષિપ્રા નદૃીના પુરના પાણી ઘાટ પર ફરી વળતા મંદિૃરો ડૂબી ગયા છે. તસવીરમાં મુંબઈમાં વરસતા વરસાદૃમાં લોકો છત્રીઓ લઇન્ો ઇન્ડિયા ગ્ોટ પાસ્ોથી પસાર થઈ રહૃાા છે. જ્યારે માટુંગા વિસ્તારમાં એક તોતીંગ વૃક્ષ ધરાશાયી થતાં દૃબાઈ જવાથી એક વૃધ્ધનું મોત થયું છે.
મધ્યપ્રદૃેશમાં ભારે વરસાદ
ઉજ્જૈનમાં ક્ષિપ્રા નદૃીના ઘાટ પરના મંદિૃરો ડૂબ્યા
નદૃી કિનારે આવેલો પ્રખ્યાત ‘રામઘાટ’ વિસ્તાર હાલમાં પૂરની ઝપેટમાં આવી ગયો છે.
મધ્યપ્રદૃેશના ઉજ્જૈનમાં છેલ્લા કેટલાક દિૃવસોથી પડી રહેલા મુશળધાર વરસાદૃે સામાન્ય જનજીવનને ખોરવી નાખ્યું છે. સતત વરસી રહેલા વરસાદૃને પગલે પવિત્ર ક્ષિપ્રા નદૃીના જળસ્તરમાં નોંધપાત્ર વધારો થયો છે, જેના કારણે નદૃી કિનારે આવેલો પ્રખ્યાત ’રામઘાટ’ વિસ્તાર હાલમાં પૂરની ઝપેટમાં આવી ગયો છે. નદૃીના પાણી રામઘાટ પર આવેલા અનેક નાના-મોટા મંદિૃરોના ગર્ભમાં ઘૂસી ગયા છે, અને ઘાટનો મોટાભાગનો વિસ્તાર પાણીમાં ડૂબી ગયો છે.સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, વરસાદૃની ગતિ એટલી તીવ્ર છે કે ક્ષિપ્રા નદૃીના પાણી ખૂબ જ ઝડપથી ઘાટ પર ફરી વળ્યા છે. દૃરરોજ હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં સ્નાન કરવા અને પૂજા-અર્ચના કરવા માટે આવે છે, પરંતુ હાલમાં પાણીનું સ્તર જોખમી સપાટી પર હોવાથી સ્થિતિ ખૂબ જ ગંભીર બની છે.
