જનરલ બોર્ડમાં 36 પૈકી 34 સભ્ય હાજર રહ્યા
ખંભાળિયા નગરપાલિકાની વર્તમાન બોડીની પ્રથમ સામાન્ય સભા ગુરુવારે સાંજે પાલિકાના સભાગૃહ ખાતે યોજવામાં આવી હતી. જેમાં રજૂ કરવામાં આવેલા જુદા જુદા તમામ ઠરાવ પસાર કરવામાં આવ્યા હતા.
ખંભાળિયા નગરપાલિકાની એજન્ડા નં. 1 ની સામાન્ય સભા ગુરુવારે સાંજે 5 વાગ્યે નગરપાલિકાના સભાગૃહ ખાતે પાલિકા પ્રમુખ વિજયભાઈ કણજારીયાના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવી હતી. આ જનરલ બોર્ડના એજન્ડામાં દર્શાવવામાં આવેલા વિવિધ 67 ઠરાવ શાંતિપૂર્ણ રીતે પસાર થયા હતા. આ જનરલ બોર્ડમાં 36 પૈકી 34 સભ્યો હાજર રહ્યા હતા અને બે સભ્યોનો રજા રિપોર્ટ આવ્યો હતો. આ સામાન્ય સભામાં ચીફ ઓફિસર રાહુલ કરમુર તથા કચેરીના તમામ શાખાના વડાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
ખંભાળિયા નગરપાલિકાની કારોબારી સમિતિની રચના કરવામાં આવી હતી. જેમાં કારોબારી ચેરમેન તરીકે રાજ અમૃતલાલ પાબારી તેમજ સભ્ય તરીકે દક્ષાબેન વારીયા, મોહિતભાઈ મોટાણી, જીગ્નેશભાઈ રવજીભાઈ પરમાર, લખમણભાઈ ચાવડા, મનીષભાઈ નકુમ, રેખાબેન ખેતિયા, સીમાબેન ચાવડા, રવિભાઈ પ્રકાશભાઈ ગોકાણી, કવિતાબેન ચાવડા અને મહેશ રાડિયાનો સમાવેશ કરવામાં આવ્યા છે.
