મહારાષ્ટ્ર સરકારનો નિર્ણય : સ્કૂલો નજીક ‘સ્ટિંગનું વેચાણ નહી

મહારાષ્ટ્ર સરકારે બાળકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને એક મોટો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે શાળાઓના ૫૦૦ મીટરની અંદૃર “સ્ટિંગ” એનર્જી ડ્રિંકના વેચાણ પર પ્રતિબંધ જાહેર કર્યો છે. ખાદ્ય મંત્રી નરહરિ ઝિરવાલે વિધાનસભામાં આ જાહેરાત કરતા કહૃાું કે ટૂંક સમયમાં વિગતવાર માર્ગદૃર્શિકા જારી કરવામાં આવશે અને નિયમોનો કડક અમલ કરવામાં આવશે.
સરકાર જણાવે છે કે બાળકો અને યુવાનોમાં એનર્જી ડ્રિંકનો વપરાશ ઝડપથી વધી રહૃાો છે, જેની તેમના સ્વાસ્થ્ય પર પ્રતિકૂળ અસર પડી શકે છે. આ જ કારણ છે કે શાળાઓ નજીક સ્ટિંગના વેચાણ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પાલન સુનિશ્ર્ચિત કરવા માટે દૃેખરેખ પણ વધારવામાં આવશે.
આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે દૃેશની ટોચની ખાદ્ય નિયમનકારી સંસ્થા, હ્લજીજીછૈં એ પણ એનર્જી ડ્રિંક કંપનીઓ પર કડક કાર્યવાહી શરૂ કરી છે. ૧ જુલાઈના રોજ, હ્લજીજીછૈં એ રેડ બુલ, પેપ્સિકોની એડ્રેનાલિન રશ, રિલાયન્સની કેમ્પા એનર્જી ગોલ્ડ બૂસ્ટ, સ્ટિંગ, હેલ એનર્જી અને કોકા-કોલા સમર્થિત મોન્સ્ટર એનર્જી સહિત છ મુખ્ય બ્રાન્ડ્સને નોટિસ ફટકારી હતી. આ કંપનીઓ પર તેમના ઉત્પાદૃનોનું ગેરમાર્ગે દૃોરનારું બ્રાન્ડિંગ કરવાનો અને ગ્રાહકોને ગેરમાર્ગે દૃોરનારા દૃાવા કરવાનો આરોપ છે.
હ્લજીજીછૈંનું કહેવુ છે કે ભારતમાં હાલમાં એનર્જી ડ્રિંકની કોઇ સત્તાવાર ખાદ્યશ્રેણી નક્કી કરવામાં આવી નથી. તેમ છતાં કંપનીઓ તે શ્રેણી હેઠળ વેચી રહી છે. શરીર અને માઇન્ડને ઊર્જા આપનારી, ફોકસ વધારે, નબળાઇ દૃૂર કરે અને એનર્જી લેવલ વધારે તેવા દૃાવાઓ પર પણ વાંધો વ્યક્ત કર્યો છે. આ મુજબ ખાદ્ય ઉત્પાદૃનો માટે આ પ્રકારના સાયન્ટિફિક દૃાવા કાયદૃાને અનુરૂપ નથી.

રિલેટેડ ન્યૂઝ