ઓપન રાજકોટ અન્ડર-14 અને 17 બોયઝ ફુટબોલ ટુર્નામેન્ટ યોજાઇ
ધી રાજકોટ કોમર્શિયલ કો-ઓપરેટિવ બેન્ક લિમિટેડ અને ડીસ્ટ્રિક્ટ ફૂટબોલ એસોસિએશન, રાજકોટના સંયુક્ત ઉપક્રમે એક ભવ્ય ફૂટબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. સંસ્થાકીય સામાજિક જવાબદારી (ઈજછ) અંતર્ગત અને દર વર્ષની સુસ્થાપિત પ્રણાલીને જાળવી રાખીને, ચાલુ વર્ષે પણ શેઠ જયંતિલાલ કુંડલિયા મેમોરિયલ કપ ફૂટબોલ ટુર્નામેન્ટ 2026નું અત્યંત સુંદર અને આયોજનબદ્ધ રીતે રાજકોટ સ્થિત રેલવે લોકો કોલોનીના વિશાળ અને અદ્યતન સુવિધાયુક્ત ફૂટબોલ ગ્રાઉન્ડ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર ટુર્નામેન્ટના મુકાબલાઓ અત્યંત રોમાંચક, તકનીકી રીતે સુદ્રઢ અને પ્રેક્ષકોના શ્ર્વાસ અધ્ધર કરી દે તેવા રહ્યા હતા. ધી રાજકોટ કોમર્શિયલ કો- ઓપરેટીવ બેન્ક લિમિટેડના વિશેષ સૌજન્ય દ્વારા આયોજિત અંડર-14 ઓપન રાજકોટ ફૂટબોલ ટુર્નામેન્ટમાં શહેરની શ્રેષ્ઠ કક્ષાની કુલ 15 ટીમો વચ્ચે કાંટાની ટક્કર સમાન જોરદાર સ્પર્ધા યોજાઈ હતી. તા. 29-06-2026 ના રોજ રમાયેલ ફાઇનલ મેચમાં બંને ટીમોએ પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરી ફૂટબોલની રમતના અદભુત કૌશલ્યો દર્શાવ્યા હતા. માસ્ટર એફસી (ખફતયિિં ઋઈ) ની ટીમે અત્યંત રસાકસીભર્યા મુકાબલામાં વ્યાવસાયિક રમત દાખવીને વાયસીસી (ઢઈઈ) ટીમને 2-0 ના નિર્ણાયક સ્કોરથી પરાજિત કરી ગૌરવપૂર્ણ ચેમ્પિયનશિપ પ્રાપ્ત કરી હતી, જ્યારે વાયસીસીની ટીમે પણ છેલ્લી ઘડી સુધી સરાહનીય લડત આપી રનર-અપ પદ મેળવ્યું હતું. તદુપરાંત, વરિષ્ઠ ખેલાડીઓના વર્ગ એટલે કે અંડર-17 ઓપન રાજકોટ ફૂટબોલ ટુર્નામેન્ટમાં પણ શહેરની 12 પ્રતિભાશાળી ટીમોએ પૂર્ણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ વિભાગની પણ તા. 29- 06-2026 ના રોજ રમાયેલ અત્યંત દબાણયુક્ત અને સ્પર્ધાત્મક ફાઇનલ મેચમાં માસ્ટર એફસી (ખફતયિિં ઋઈ) ની ટીમે પોતાનું વર્ચસ્વ અકબંધ રાખતા શાનદાર રમતનું પ્રદર્શન કરી ટીજીએસ વાડી (ઝૠજટફમશ) ની મજબૂત ટીમને 1-0 ના સાંકડા પણ નિર્ણાયક સ્કોરથી પરાજિત કરી ચેમ્પિયનશીપ પોતાના નામે કરી લીધી હતી. આ રોમાંચક મેચમાં ટીજીએસ વાડી રનર-અપ જાહેર થઈ હતી. આમ, માસ્ટર ફૂટબોલ ક્લબે બંને કેટેગરીમાં ચેમ્પિયન બનીને પોતાની રમતગમતની સર્વોચ્ચ શ્રેષ્ઠતા સાબિત કરી હતી. સમગ્ર મેચોનું સંચાલન કુશળ રેફરીઓ દ્વારા આ સમગ્ર ફૂટબોલ ટુર્નામેન્ટના સફળ અને નિર્વિઘ્ન સંચાલન માટે ધી રાજકોટ કોમર્શિયલ કો- ઓપરેટીવ બેન્ક લી. ના સીઈઓ (ઈઊઘ) ડો. પુરુષોત્તમ પીપરીયા, ડેપ્યુટી જનરલ મેનેજર (ઉૠખ) પ્રકાશ શંખાવલા અને આસિસ્ટન્ટ જનરલ મેનેજર (અૠખ) જુલીબેન પીપરીયાનો વિશેષ સહયોગ અને દિશાનિર્દેશ પ્રાપ્ત થયેલ હતો. આ ટુર્નામેન્ટના સફળ અને સુદ્રઢ આયોજન માટે ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ એસોસિએશન, રાજકોટના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાના સક્ષમ નેતૃત્વમાં, બી. કે. જાડેજા, સેક્રેટરી રોહિત બુંદેલા, અમૃતલાલ બૌરાસી, રફેલ ડાભી, શિવરાજસિંહ ચાવડા અને દિપક યશવંતે સહિતના તમામ કારોબારી સભ્યો દ્વારા દિવસ-રાત કરવામાં આવેલો વહીવટી અને ક્ષેત્રીય પરિશ્રમ અત્યંત સરાહનીય રહ્યો હતો. ફાઇનલ મેચોની પૂર્ણાહુતિ બાદ મેદાન પર જ એક સત્તાવાર અને ભવ્ય ઇનામ વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં ચેમ્પિયન અને રનર-અપ બનેલી બંને કેટેગરીની વિજેતા ટીમોને તથા ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર ખેલાડીઓને ઉપસ્થિત બેન્કના ઉચ્ચ અધિકારીઓ તથા એસોસિએશનના હોદ્દેદારોના હસ્તે ભવ્ય ટ્રોફી, મેડલ્સ તથા આકર્ષક પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા હતા.
