મુંબઈમાં મેઘતાંડવ, મોટરો તણાઈ, પાંચના મોત

મહારાષ્ટ્રમાં આકાશી આફત ત્રાટકી

મહારાષ્ટ્રમાં સતત થઈ રહેલા મુશળધાર વરસાદૃને કારણે મુંબઈ, ઠાણે, ભિવંડી અને વસઈ-વિરાર સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. ભારે વરસાદૃને લીધે વાહનવ્યવહાર ખોરવાયો છે અને અનેક જગ્યાએ અકસ્માતોની ઘટનાઓ સામે આવી છે. હવામાન વિભાગે મુંબઈ અને આસપાસના જિલ્લાઓમાં આગામી ૫ દિૃવસ માટે ભારે વરસાદૃનું હાઇ ઍલર્ટ જાહેર કર્યું છે.
મુંબઈમાં છેલ્લા ૨૪ કલાકથી વરસી રહેલા મુશળધાર વરસાદૃ સંબંધિત જુદૃી જુદૃી ઘટનાઓમાં અત્યાર સુધીમાં પાંચ લોકોએ જીવ ગુમાવ્યા છે. જેન્ો હવે ગંભીર રાજકીય વળાંક લીધો છે. ચેમ્બુરમાં સ્કૂલવાન પર ઝાડ પડવાથી એક બાળકનું મોત થયું છે. ચાંદૃીવલીમાં ખુલ્લા મેનહોલમાં પડી જવાથી એક શખ્સનું મોત થવાન્ો કારણે વહીવટીતંત્ર પર રોષ ફાટી નીકળ્યો હતો. આ ઘટનાન્ો લઇન્ો આજે મહારાષ્ટ્ર વિધાનસભામાં વિપક્ષે હોબાળો મચાવ્યો હતો.
ભિવંડીમાં રસ્તાના અધૂરા કામ અને ખાડાઓમાં પાણી ભરાવાને કારણે મુંબઈ-નાસિક હાઇવે પર ૭થી ૮ કિલોમીટર લાંબો ટ્રાફિક જામ થયો હતો. ટ્રક, બસ અને પ્રાઇવેટ વાહનો ૨થી ૩ કલાક સુધી જામમાં ફસાયેલા રહૃાા હતા. બીજી તરફ વરસાદૃ વચ્ચે ગુરુવારે બપોરે ૧:૫૪ વાગ્યે હાઇ ટાઇડ આવવાની હોવાથી મુંબઈના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની આશંકા વધી ગઈ છે.વસઈના વાઘરાલ પાડા વિસ્તારમાં પહાડી વિસ્તારમાંથી આવેલા પાણીના જોરદૃાર પ્રવાહમાં ૨ કાર તણાઈ ગઈ હતી, જેમાં ચાલકે કૂદૃીને જીવ બચાવ્યો હતો. નવી મુંબઈના પનવેલમાં એક બિર્િંલ્ડગના લેટમાં બેડરૂમનો સ્લેબ તૂટી પડતાં ૪૫ વર્ષના પિતાનું મોત થયું છે, જ્યારે તેમની ૧૨ વર્ષની દૃીકરી ગંભીર રીતે ઘાયલ થઈ છે.જોગેશ્ર્વરી પશ્ર્ચિમમાં એક મોટું ઝાડ રોડ પર પડતાં એક ટેમ્પો અને વીજળીનું મીટર બોક્સ તૂટી ગયું હતું.

કેદૃારનાથ માર્ગ પર ભૂસ્ખલન:યાત્રા રોકી

ઉત્તરાખંડમાં ચોમાસાના આગમન બાદૃ ભારે વરસાદૃ ચાલુ છે. ગુરુવારે રુદ્રપ્રયાગ, ચમોલી સહિત અનેક જિલ્લાઓમાં ભૂસ્ખલનને કારણે રસ્તાઓ બંધ થઈ ગયા છે.
બદ્રીનાથ અને કેદૃારનાથ હાઈવે પર સતત પથ્થરો પડી રહૃાા છે. સુરક્ષાના કારણોસર કેદૃારનાથ યાત્રા હાલ પૂરતી રોકી દૃેવામાં આવી છે.

રિલેટેડ ન્યૂઝ