ફાર્મા-ડિફેન્સ સેક્ટરમાં મહત્ત્વના કરાર
ભારતની ત્રણ દિૃવસની સત્તાવાર મુલાકાત્ો આવેલા જાપાનના વડાપ્રધાન સાન્ો તકાઇચીનું નવી દિૃલ્હી ખાત્ો ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદૃીએ ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું, વડાપ્રધાન મોદૃીએ તકાઇચીન્ો પોતાના નાના બહેન કહૃાા હતા, રાષ્ટ્રપતિ ભવન ખાત્ો જાપાનના વડાપ્રધાન સાન્ો તકાઇચીન્ો ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. ત્યારબાદૃ હૈદૃરાબાદૃ હાઉસ ખાત્ો બંન્ો રાષ્ટ્ર ન્ોતાઓ વચ્ચે દ્વિપક્ષીય બ્ોઠક યોજાઇ હતી.
ભારત અને જાપાન વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત અને ગાઢ બનાવવા માટે એક ઐતિહાસિક પગલું ભરવામાં આવ્યું છે. જાપાનના વડાપ્રધાન સના તકાઈચી હાલમાં ભારતના પ્રવાસે છે, જ્યાં બંને દૃેશોએ ફાર્માસ્યુટિકલ, સંરક્ષણ (ડિફેન્સ), ટેકનોલોજી અને આર્થિક રોકાણ સહિતના અનેક મહત્ત્વના ક્ષેત્રોમાં પરસ્પર સહયોગ વધારવા માટે સહમતી દૃર્શાવી છે. આ મુલાકાત દૃરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદૃીએ જાપાની પીએમ સના તકાઈચીને પોતાની “નાની બહેન” તરીકે સંબોધિત કરીને ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું અને જણાવ્યું હતું કે બંને દૃેશોની વ્યૂહાત્મક ભાગીદૃારી હવે એક નવા યુગમાં પ્રવેશી રહી છે.
જાપાનના વડાપ્રધાન સના તકાઈચી ભારતના પ્રવાસે છે, જ્યાં દિૃલ્હીના હૈદૃરાબાદૃ હાઉસમાં બેઠક યોજાઈ હતી
દિૃલ્હીના હૈદૃરાબાદૃ હાઉસ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદૃી અને જાપાનના પીએમ સના તકાઈચી વચ્ચે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. આ બેઠક દૃરમિયાન બંને દૃેશો વચ્ચે સંરક્ષણ સહયોગ, ફાર્માસ્યુટિકલ ક્ષેત્ર, સેમિકન્ડક્ટર, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સપ્લાય ચેન, રોકાણ અને નવી ઉભરતી ટેકનોલોજી પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. બંને નેતાઓની પ્રત્યક્ષ ઉપસ્થિતિમાં બંને દૃેશોના પ્રતિનિધિઓએ વિવિધ ક્ષેત્રોમાં સહયોગ માટેના અનેક મહત્ત્વના મેમોરેન્ડમ ઓફ કોઓપરેશન પર હસ્તાક્ષર કર્યા હતા.બંને દૃેશોના નેતાઓએ સંયુક્ત પત્રકાર પરિષદૃને પણ સંબોધિત કરી હતી. આ દૃરમિયાન પીએમ મોદૃીએ ખુશી વ્યક્ત કરતા કહૃાું, “વડાપ્રધાન તકાઈચી, મારી નાની બહેન, બંને દૃેશોના પ્રતિનિધિઓ અને મીડિયાના મિત્રોનું હું હાર્દિૃક સ્વાગત કરું છું. ભારત-જાપાન વાર્ષિક શિખર સંમેલન માટે તેમની આ પ્રથમ ભારત મુલાકાતથી મને અત્યંત આનંદૃ થયો છે.” પીએમ મોદૃીએ ઉમેર્યું કે સના તકાઈચી જાપાનના પ્રથમ મહિલા વડાપ્રધાન છે અને તેઓ એક દૃુરંદૃેશી નેતા છે. આ સાથે જ તેમણે જાપાનના નારા પ્રાંતનો ઉલ્લેખ કરીને જણાવ્યું કે આ ક્ષેત્ર ભારત અને જાપાનના સહિયારા બૌદ્ધ વારસાનું એક મહત્ત્વપૂર્ણ કેન્દ્ર રહૃાું છે.વડાપ્રધાન મોદૃીએ તાજેતરમાં યોજાયેલી ય્૭ શિખર સંમેલનની વાતને યાદૃ કરતા કહૃાું કે, વૈશ્ર્વિક ઉથલપાથલના આ વર્તમાન દૃોરમાં પરસ્પર વિશ્ર્વાસ જ આપણી સૌથી મોટી વ્યૂહાત્મક તાકાત છે. તેમણે ગર્વ સાથે જણાવ્યું કે ભારત-જાપાનની ભાગીદૃારી આ કસોટી પર સંપૂર્ણપણે ખરી ઉતરી છે. છેલ્લા કેટલાક દૃાયકાઓથી ઓટોમોબાઈલથી લઈને ઈલેક્ટ્રોનિક્સ ક્ષેત્ર સુધી જાપાન દૃેશે ભારતના વિકાસમાં ખૂબ જ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે અને પીએમ તકાઈચીની આ યાત્રાથી બંને દૃેશોના સંબંધોમાં એક નવું પ્રકરણ શરૂ થઈ રહૃાું છે.
