લોકો-વાહનચાલકોને પરેશાની તાકીદે માટી પુરાણ કરવા માંગણી
ગ્રામ્ય કક્ષા ને સ્માર્ટ વિલેજ બનાવવા ના સપના દેખાડી મત માંગનારા ગ્રામ પંચાયત થી માંડી સાંસદ સુધી ચૂંટાયેલા પ્રતિનિધિ ઓની નિષ્ક્રિયતા થી કંટાળેલા ઘુઘરાળા ના ગ્રામજનો દ્વારા રાજ્ય ના મુખ્યમંત્રી સમક્ષ પોતાની આપવીતી વર્ણવતો પત્ર મોકલ્યો છે. ગ્રામજનો ના જણાવ્યા મુજબ ઘુઘરાળા ગામ વિસ્તાર ની વિવિધ ગલીઓ માં વર્ષો ની માંગ છતાં આધુનિક બ્લોક રોડ સિમેન્ટ રોડ નહિ બનાવી આપી લતાવાસી ની માંગ પ્રત્યે દુર્લક્ષતા સેવવા માં આવે છે ગ્રામ્ય વિસ્તાર માં ઠેર ઠેર વરસાદી પાણી ભરાવવા થી કાદવ કીચડ ની સામ્રાજ્ય જામે છે અને પગપાળા ચાલવું પણ મુશ્કેલ બને છે વૃદ્ધ લોકો અવાર નવાર ગબડી પડવા બાઇક સ્લીપ થવા સુધી ના બનાવો થી ઇજાગ્રસ્ત થવું પડે છે આ પ્રશ્ને સ્થાનિક ગ્રામ પંચાયત થી માંડી સાંસદ સુધી પત્ર દ્વારા રજૂઆતો થઈ ચૂકી છે છતાં પરિણામ શૂન્ય છે ઘુઘરાળા ગામે થી કાદવ કીચડ ના ઉપદ્રવ થી તાત્કાલિક મુક્તિ અપાવવા અને હાલ પ્રાથમિક પગલા રૂપે તાત્કાલિક માટી ટાસ પુરાણ કરી રસ્તા નું કામ યોગ્ય કરાવવા પ્રબળ માંગ ઉઠાવી છે.
