ડિજીટલ ટેકનોલોજીનો યોગ્ય ઉપયોગ ખજખઊતને ઉત્પાદન ક્ષમતા વધારવા સક્ષમ: અંજના પટેલ

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા માર્ગદર્શન સેમીનાર યોજાયો

રાજકોટ ચેમ્બ2 ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી, PHDCCI ગુજરાત ચેપ્ટર, બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ તથા રાજકોટ મેનેજમેન્ટના સંયુક્ત ઉપક્રમે ડિઝીટલ યુગમાં ખજખઊનો વિકાસ- ઉદ્યોગો માટે ગુણવતા અપ ગ્રેડેશન અને ડિઝીટલ ટ્રાન્સફોર્મેશન (શ્રેષ્ઠ ઉકેલો) અંગે તા.02-07-2026 ના રોજ સેમીનારનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં અલગ-અલગ નિષ્ણાંતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવેલ હતું. ટેક્નીકલ સત્ર દ રમિયાન સાન્ટિસ્ટ અને ડેપ્યુટી ડિરેક્ટર નિરજ મિશ્રા તથા સત્યેન્દ્ર કુમાર પડિએ ઇઈંજ ગુણવતા ધોરણો, પ્રમાણપત્રની પ્રક્રિયા, ચઈઘ અને સરકારની માર્ગદર્શિકાઓ અંગે વિસ્તૃત જાણકારી આપી હતી તેમજ ગુણવતા આધારીત ઉત્પાદન અને પ્રમાણભુત પ્રક્રિયાઓ અપનાવવા માટે પ્રેરીત કર્યા હતા. ખજખઊત માટે ડિજીટલ ટ્રાન્સફોર્મેશન વિષય 52 અંજના પટેલએ જણાવ્યું હતું કે, ડિજીટલ ટેક્નોલોજીનો યોગ્ય ઉપયોગ ખજખઊત ને ઉત્પાદન ક્ષમતા વધારવા, ખર્ચ ઘટાડવા, ગ્રાહક સેવા સુધારવા અને વૈશ્ર્વીક સ્પર્ધામાં આગળ વધવા માટે સક્ષમ બનાવે છે. ત્યાર બાદ અઞ સ્મોલ ફાઈનાન્સ બેન્કના ક્લસ્ટર હેડ ધર્મેશ રૂૂપાપરાએ ખજખઊત માટે ઉપલબ્ધ વિવિધ બેન્કીંગ સેવાઓ, નાણાંકીય સહાય, લોન અને ડિજીટલ બિઝનેશને પ્રોત્સાહન આપતી વિવિધ યોજનાઓ વિષે માહિતી આપેલ હતી. ત્યાર બાદ ઉપસ્થિત વેપાર ઉદ્યોગકારો દ્વારા પુછાયેલ પ્રશ્ર્નો અંગે યોગ્ય પ્રત્યુતર આપવામાં આવેલ હતા. તેમજ ઙઇંઉઈઈઈં ગુજરાત ચેપ્ટરના રેસિડેન્ટ મેજેનર જય સામાણીએ સમગ્ર સેમીનારનું સંચાલન અને મહાનુભાવો તથા વેપાર-ઉદ્યોગકારોનો આભાર વ્યક્ત કરેલ હતો. તેમ રાજકોટ ચેમ્બરની અખબારી યાદીમાં જણાવેલ છે.

રિલેટેડ ન્યૂઝ