વાયનાડમાં કલ્લાડી ટનલ બાંધકામ સ્થળે ભૂસ્ખલનથી ૩ના મોત

મુંબઈથી કાશ્મીર સુધી વરસાદૃે મચાવી તબાહી

મહારાષ્ટ્રમાં પડી રહેલા મુશળધાર વરસાદૃન્ો કારણે ભારે તબાહી મચી ગઈ છે. આજે ભારે વરસાદૃન્ો કારણે નાસિકમાં પણ ભારે ખાનાખરાબી થઈ ગઈ હતી. તથા જ્યોર્તિિંલગ ત્ર્યંબકેશ્ર્વર મહાદૃેવના મંદિૃરમાં પાણી આવી જતા દૃર્શન બંધ કરવા પડ્યા હતા. નીચેની પ્રથમ તસવીરમાં કેરળના વાયનાડમાં ભારે વરસાદૃના કારણે ભૂસ્ખલન થતા ૩ વ્યક્તિના મોત નિપજ્યા હતા. જ્યારે જમ્મુ કાશ્મીરમાં પડેલા ભારે વરસાદૃન્ો જમીન ધસી પડતા કારો પર કાટમાળ પડ્યો હતો.

મુંબઇથી પાલઘર સુધી રેડએલર્ટ: એકધારો વરસાદ:નાસિકમાં વાદળ ફાટવા જેવી ઘટનાની ચેતવણી

દૃેશના અનેક વિસ્તારોમાં પડી રહેલા ભારે વરસાદૃ વચ્ચે કેરળના વાયનાડ જિલ્લામાં મોટી દૃુર્ઘટના સર્જાઈ છે. કલ્લાડી ટનલ બાંધકામ સ્થળે ભૂસ્ખલન થતાં કાટમાળ નીચે કેટલાક લોકો દૃટાયા હતા.
આ ઘટનામાં૩ લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે, જ્યારે છ લોકો ઘાયલ થયા છે.પ્રાપ્ત માહિતી મુજબ ભારે વરસાદૃને કારણે બાંધકામ સ્થળ પર અચાનક માટી અને કાટમાળ ધસી પડ્યો હતો. ઘટનાની જાણ થતાં જ બચાવ ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરી હતી. ઘાયલ લોકોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત સ્થિર હોવાનું જણાવાયું છે.
કેરળ રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા રાહત અને બચાવ કામગીરી પર નજર રાખવામાં આવી રહી છે. મીનંગડી અને કોઝિકોડથી એનડીઆરએફની ટીમોને પણ ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી.
ઘટના બાદૃ કેરળ સરકાર પણ સક્રિય થઈ ગઈ છે. મુખ્યમંત્રીના નિર્દૃેશ બાદૃ મહેસૂલ મંત્રી અને કૃષિ મંત્રીને તાત્કાલિક સ્થળ પર પહોંચવા જણાવાયું હતું. જિલ્લા કલેક્ટર પણ ઘટનાસ્થળે હાજર રહી સમગ્ર કામગીરીનું નિરીક્ષણ કરી રહૃાા છે.
દૃેશના અનેક રાજ્યોમાં સતત વરસી રહેલા ભારે વરસાદૃે જનજીવનને ગંભીર રીતે અસર પહોંચાડી છે. મહારાષ્ટ્ર, જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદૃેશ અને ઓડિશામાં ભારે વરસાદૃ, પૂર અને ભૂસ્ખલનની ઘટનાઓને કારણે સામાન્ય જીવન ખોરવાઈ ગયું છે. ભારતીય હવામાન વિભાગે અનેક વિસ્તારો માટે ભારે વરસાદૃની ચેતવણી જાહેર કરતાં સ્થાનિક વહીવટી તંત્રને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે.
મુંબઈમાં છેલ્લા ત્રણ દિૃવસથી અવિરત વરસાદૃને કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. મુખ્ય માર્ગો પર ટ્રાફિક પ્રભાવિત થયો છે, જ્યારે કેટલાક સ્થળોએ ભૂસ્ખલન અને રસ્તા ધોવાઈ જવાની ઘટનાઓ પણ નોંધાઈ છે. મુંબઈ-પુણે એક્સપ્રેસવે, મુંબઈ-અમદૃાવાદૃ હાઈવે અને કોંકણ રૂટ પર વાહનવ્યવહારને અસર પહોંચી છે. અનેક ટ્રેનો અને વાહનો અટવાઈ જતાં હજારો મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.
નાસિક જિલ્લામાં પણ ભારે વરસાદૃ અને વાદૃળ ફાટવાની સંભાવનાને પગલે હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ત્ર્યંબકેશ્ર્વર, સપ્તશૃંગી સહિતના ધાર્મિક સ્થળો અને મંદિૃરોમાં શ્રદ્ધાળુઓની અવરજવર પર અસ્થાયી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. શૈક્ષણિક સંસ્થાઓ અને કેટલાક બજારો પણ બંધ રાખવામાં આવ્યા છે.
જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લામાં વાદૃળ ફાટતાં અનેક મકાનો, વાહનો અને માર્ગોને નુકસાન થયું છે. પાણીના જોરદૃાર પ્રવાહને કારણે કાદૃવ અને કાટમાળ ફેલાઈ જતા બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે.

રિલેટેડ ન્યૂઝ