રામ મંદિરને 3,264 કરોડ રૂપિયાનું દાન: હિસાબ જાહેર

રૂ.2,370 કરોડ મંદિર નિર્માણમાં વપરાયા

શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની સોમવારે મળેલી મહત્વની બેઠકમાં મોટા નિર્ણયો લેવામાં આવ્યાં છે, જેમાં ટ્રસ્ટનાં મહાસચિવ ચંપતરાય અને ટ્રસ્ટી ડો. અનિલ કુમાર મિશ્રના રાજીનામાં સ્વીકારી લેવાયાં છે અને વરિષ્ઠ સભ્ય કૃષ્ણમોહનને વચગાળાનાં મહાસચિવની જવાબદારી સોંપાઈ છે.
આ સાથે જ ટ્રસ્ટે સ્થાપનાથી લઈને અત્યાર સુધીનો મંદિરનો નાણાકીય હિસાબ જાહેર કર્યો છે, જે અંતર્ગત નિધિ સમર્પણ અભિયાન અને અન્ય સ્ત્રોતો દ્વારા કુલ રૂ.3,264 કરોડનું દાન પ્રાપ્ત થયું છે. આ કુલ રકમમાંથી રૂ.2,370 કરોડ મંદિર નિર્માણ અને અન્ય મૂડીગત કાર્યો પાછળ ખર્ચવામાં આવ્યાં છે, જ્યારે બાકીની રકમ બેંક ખાતાઓમાં સુરક્ષિત છે. આ ઉપરાંત ચાલું વર્ષનાં 31 માર્ચ સુધીમાં રામલલ્લના ચડાવા પેટે રૂ.582 કરોડ રોકડા અને 2,926 જેટલી વિવિધ વસ્તુઓ ભેટ સ્વરૂપે મળી છે, જેમાંથી રૂ.391 કરોડ સંચાલન કાર્યો પાછળ ખર્ચાયા છે.

રિલેટેડ ન્યૂઝ