અમરનાથમાં માત્ર પાંચ દિવસમાં બરફનું શિવલિંગ પિગળી ગયુ

પાંચ દિવસમાં 1 લાખ લોકોએ દર્શન કર્યા, 3 લાખ જેટલા બાકી

અમરનાથના યાત્રીઓ માટે દુ:ખદ ખબર છે. માત્ર પાંચ દિવસમાં જ બાબા બર્ફાની અંતર્ધ્યાન થઈ ગયા છે, મતલબ હાલ અમરનાથનું બરફનું અલૌકીક શિવલિંગ પુરેપુરુ પીગળી ગયું છે. જેના કારણે શ્રદ્ધાળુઓમાં નિરાશા વ્યાપી ગઈ છે. આ ઘટનાને લઈને અમરનાથ શ્રાઈન બોર્ડની વ્યવસ્થા પર ગંભીર સવાલ ઉભા થયા છે. ઉલ્લેખનીય છે કે 57 દિવસ સુધી ચાલનારી પવિત્ર અમરનાથ યાત્રા રક્ષાબંધનના દિવસે પુરી થાય છે.
અમરનાથ શ્રાઈન બોર્ડના અધિકારીઓએ આ મામલે જવાબદારીથી હાથ ઉંચા કરી આ પરીસ્થિતિ માટે પ્રાકૃતિક પ્રક્રિયાનો હવાલો આપ્યો છે, પરંતુ પર્યાવરણવિદોનું માનવું છે કે ક્ષમતાથી વધુ શ્રદ્ધાળુઓને યાત્રાની મંજુરી આપવાથી બરફનું શિવલિંગ વહેલું પીગળી ગયું. લાખો ભકતોના ગરમ શ્ર્વાસ હિમલિંગ સહન નહોતું કરી શકયુ અને શ્રાઈન બોર્ડના અધિકારીઓ પણ આ વાત જાણે છે પણ તેમણે કોઈ કાર્યવાહી નથી કરી. આ ઉપરાંત હિમલિંગને ઓગળતું રોકવામાં પણ તેઓ નિષ્ફળ ગયા. ઉલ્લેખનીય છે કે દર વર્ષે અમરનાથ ગુફામાં બરફથી બનતું પ્રાકૃતિક શિવલિંગ હવામાન અને તાપમાન અનુસાર આકાર લે છે અને સમયની સાથે પિગળે છે. વિશેષજ્ઞોનું કહેવું છે કે ઉંચાઈવાળા ક્ષેત્રોમાં તાપમાનમાં વધારો, હવામાનમાં ફેરફાર અને પ્રાકૃતિક પરીસ્થિતિઓ શિવલિંગ બનવાની ને પિગળવાની પ્રક્રિયાને અસર કરે છે.


રિલેટેડ ન્યૂઝ