મધ્યપ્રદેશનાં મૈહર જિલ્લામાં નેશનલ હાઈવે-30 પર મોડી રાત્રે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. રીગરા ગામ નજીક પૂરપાટ ઝડપે આવી રહેલી એક એસયુવી કાર આગળ ચાલતાં ટ્રકની પાછળ ધડાકાભેર ઘૂસી ગઈ હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે કારનો આગળનો ભાગ કચડાઈ જતાં તેમાં સવાર 5 યુવકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા, જ્યારે એક યુવક ગંભીર રીતે ઘાયલ થયો હતો. પ્રાથમિક તપાસ મુજબ, આ તમામ મિત્રો અમરપાટન જનપદ ઉપાધ્યક્ષ મનોજ પટેલનાં જન્મદિવસની ઉજવણી કરીને પરત ફરી રહ્યાં હતાં ત્યારે આ અકસ્માત નડ્યો હતો. અકસ્માતની જાણ થતાં જ પોલીસે ઘટનાસ્થળે પહોંચી ભારે જહેમત બાદ કારમાંથી મૃતદેહો અને ઘાયલ યુવકને બહાર કાઢ્યાં હતાં. આ દુર્ઘટનામાં જાન ગુમાવનારા તમામ યુવકો પૂર્વ ધારાસભ્ય લાલજીભાઈ પટેલ અને દિવંગત પૂર્વ કોંગ્રેસ ધારાસભ્ય મથુરા પટેલનાં પરિવારનાં સભ્યો હતાં, જેમાં બે સગા ભાઈઓ પણ સામેલ છે. ગંભીર રીતે ઘાયલ ઓમ પટેલ નામનાં યુવકને વધુ સારવાર માટે જબલપુર રેફર કરાયો છે. ટ્રક ચાલકના જણાવ્યા અનુસાર, કારની સ્પીડ ખૂબ જ વધારે હોવાથી ચાલકે નિયંત્રણ ગુમાવ્યું હતું. પોલીસે હાલ અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
રિલેટેડ ન્યૂઝ
-
અમરનાથમાં માત્ર પાંચ દિવસમાં બરફનું શિવલિંગ પિગળી ગયુ
પાંચ દિવસમાં 1 લાખ લોકોએ દર્શન કર્યા, 3 લાખ જેટલા બાકી અમરનાથના યાત્રીઓ માટે દુ:ખદ ખબર... -
અન્ય રાજયમાં વાહન લઈ જતા લોકોને ત્રણ વર્ષ રી-રજીસ્ટ્રેશન મુક્તિ
નવી દિલ્હી: દેશમાં એક રાજયમાંથી બીજા રાજયમાં નોકરીમાં બદલીના કારણે રહેવા જતા કર્મચારીઓ માટે રાહતના સમાચાર... -
રામ મંદિરને 3,264 કરોડ રૂપિયાનું દાન: હિસાબ જાહેર
રૂ.2,370 કરોડ મંદિર નિર્માણમાં વપરાયા શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની સોમવારે મળેલી મહત્વની બેઠકમાં મોટા નિર્ણયો...
