બિમાર લોકો સાથે કોઈ ડીલ નથી કરવી, ઇરાન સાથે સીઝફાયર ખતમ કરતા ટ્રમ્પ
રાત્રે ઇરાન પર મોટો હુમલો કરવા ટ્રમ્પની ધમકી:ઇઝરાયેલ પણ ફરી એક્ટિવ થયુ
અમેરિકાનો ઇરાનના કેશમદ્વિપ અન્ો બંદૃર અબ્બાસ પર બોમ્બમારો:રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સમાં ૮૦થી વધુ સ્ૌન્ય મથકો તબાહ:ઇરાનનો વળતો પ્રહાર, કુવૈતમાં ડ્રોન-મિસાઇલ હુમલો
ઈરાન અને અમેરિકામાં એકવાર ફરીથી યુદ્ધ ભડકી ગયું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહૃાું કે ઈરાન સાથે સીઝફાયર ખતમ થઈ ગયું છે. તેઓ બીમાર છે, અમે તેમની સાથે ડીલ કરવા માંગતા નથી. ટ્રમ્પનું આ નિવેદૃન એવા સમયે આવ્યું છે કે જ્યારે ઈરાન અને અમેરિકા એક બીજા પર હુમલા કરી રહૃાા છે.
મીડિયા સાથે વાતચીત દૃરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાની લોકો વિશે કહૃાું કે આ લોકો બીમાર છે, હું તેમની સાથે કોઈ ડીલ કરવા માંગતો નથી. મને લાગે છે કે ઈરાન સાથે સમજૂતિનો દૃોર હવે ખતમ થઈ ચૂક્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન, નાટો, ગ્રીનલેન્ડ, અને સ્પેનને લઈને પણ આકરી ટિપ્પણીઓ કરી. તેમણે કહૃાું કે ઈરાન સાથે કોઈ નવા સમજૂતિની તેમને કોઈ ખ્વાઈશ નથી. તેમનું માનવું છે કે આ મુદ્દો હવે ખતમ થઈ ચૂક્યો છે.
ઈરાન સાથે યુદ્ધવિરામ તૂટ્યા બાદૃ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પર ગમે તે ક્ષણે ફરી મોટો અને ઘાતક હુમલો કરવાની ખુલ્લી ચેતવણી આપી છે. ટ્રમ્પના આ આક્રમક એલાન બાદૃ પશ્ર્ચિમ એશિયા સહિત સમગ્ર વિશ્ર્વમાં ભારે િંચતા અને તણાવનો માહોલ ઉભો થયો છે.
હોર્મુઝ સ્ટ્રેટમાં ત્રણ કોમર્શિયલ જહાજો પર થયેલા હુમલાને અસ્વીકાર્ય ગણાવીને અમેરિકાએ ઈરાનને ગંભીર પરિણામો ભોગવવાની ચેતવણી આપી હતી, જેના ગણતરીના કલાકોમાં જ અમેરિકાએ ઈરાન પર ભયાનક જવાબી હવાઈ હુમલા શરૂ કરી દૃીધા છે.અમેરિકન સેનાની સેન્ટ્રલ કમાન્ડ એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર આ હુમલાની સત્તાવાર પુષ્ટિ કરી છે. અમેરિકનસેનાએ દૃક્ષિણ ઈરાનના કેશમ આઈલેન્ડ, બંદૃર અબ્બાસ અને સીરિક વિસ્તારમાં ભારે બોમ્બમારો કર્યો છે.ઈરાની સરકારી મીડિયા અને પ્રેસ ટીવીના અહેવાલો અનુસાર, દૃક્ષિણ ઈરાનના કેશમ દ્વીપ અને બંદૃર અબ્બાસમાં ભયાનક વિસ્ફોટોના અવાજો સંભળાયા છે. જ્યારે દૃક્ષિણના પોર્ટ સિટી સીરિકમાં ઓછામાં ઓછા સાત મોટા ધડાકા થયા છે, જેમાંથી છ પ્રોજેક્ટાઈલ સીરિકના તાહેરૂઈ પિયર વિસ્તારમાં આવીને પડ્યા છે.બીજી તરફ, આ હવાઈ હુમલા બાદૃ ઈરાનના વિદૃેશ મંત્રાલયે આકરી પ્રતિક્રિયા આપી છે. ઈરાને અમેરિકનહુમલાને ઇસ્લામાબાદૃ સમજૂતીના પ્રસ્તાવોનું ઉલ્લંઘન ગણાવ્યું છે અને આ માટે સંપૂર્ણપણે અમેરિકન સરકારને જવાબદૃાર ઠેરવી છે.ઈરાને ચીમકી આપી છે કે તેઓ પોતાના રાષ્ટ્રીય હિતોની રક્ષા અને રાષ્ટ્રીય સુરક્ષા સુનિશ્ર્ચિત કરવા માટે કોઈપણ જરૂરી પગલાં ભરવાથી પાછળ નહીં હટે.
અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી એકવાર વધેલા ભારે તણાવની વચ્ચે બહેરીનના ગૃહ મંત્રાલયે સમગ્ર દૃેશમાં અચાનક કટોકટીની ચેતવણી આપતા સાયરન (ઇમરજન્સી અલાર્મ) વગાડી દૃીધા છે. મંત્રાલયે કડક આદૃેશ જાહેર કરીને તમામ નાગરિકો અને પ્રવાસીઓને કોઈપણ પ્રકારની વિલંબ વિના તુરંત જ નજીકના સુરક્ષિત સ્થાનો અથવા આશ્રયસ્થાનો (શેલ્ટર્સ) તરફ જવા નિર્દૃેશ આપ્યો છે. આ અણધારી ઘટના બાદૃ સમગ્ર દૃેશની સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ મોડ પર આવી ગઈ છે.
અમેરિકાના આ મોટા નિર્ણયની સાથે જ તેનો પરમ મિત્ર દૃેશ ઇઝરાયલ તાત્કાલિક એક્શન મોડમાં આવી ગયો છે. ઇઝરાયલી મીડિયામાંથી લીક થયેલા અહેવાલો અનુસાર, ઇઝરાયલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂએ ઇરાન સામે એક મોટું ઓપરેશન લોન્ચ કરવાનો પ્લાન તૈયાર કરી લીધો છે.
સમજાુતિનો અંત પણ વાટાઘાટો થઈ શકે છે
મારી હત્યાનો પ્રયાસ કર્યો હતો: ટ્રમ્પ્ો ‘નાટો બ્ોઠકન્ો સંબોધતા સસ્પ્ોન્સ સર્જયુ
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનમાં ચાલી રહેલી આયાતોલ્લા ખામેનેઈની અંતિમવિધિમાં પણ ઉલ્લેખ કર્યો હતો. તેઓએ જણાવ્યું કે મે સમજુતી વાતચીતમાં એક સપ્તાહનો બ્રેક આપ્યો. તેઓને કહ્યું કે જાવ ખામેનેઈને સુપ્રદે ખાક કરી દો (દફનાવી દો) પણ તેઓએ જહાજો પર રોકેટ દાગવાનો પ્રારંભ કરી દીધો હતો. તેઓએ મને મારવાની કોશીશ પણ કરી હતી. ટ્રમ્પે દાવો કર્યો કે ઈરાન સાથેની સમજુતીનો અંત આવે છે પણ વાટાઘાટો ચાલુ જ રહેશે. તેઓએ કહ્યું કે જયાં સુધી મારે લાગે વળગે છે ત્યાં સુધી સમજુતીનો અંત આવશે. બીજી તરફ અમેરિકાએ ઈરાનને ક્રુડ તેલ વેચવાની આપેલી મંજુરી પાછી ખેંચતા અમે ગલ્ફમાં લાખો બેરલ ક્રુડ ઓઈલ સાથેના જહાજો હવે ફરી ફસાયા છે.
ઈરાનનું અંદાજે 630 લાખ બેરલ ક્રુડતેલ હાલ ઓઈલ ટેન્કરોમાં મધદરીયે છે. હવે તેઓને કયાં જવું તે પણ પ્રશ્ર્ન છે તો ચીને આ સમજુતી તોડવા સામે અમેરિકાને ચેતવણી આપતા કહ્યું કે સ્થિતિ વધુ ખતરનાક બનશે. તેઓએ દાવો કર્યો કે ઈરાનમાં વર્તમાન શાસન સામેના દેખાવોમાં હજારો માર્યા ગયા હતા.
