આ નિર્ણયથી બંને દૃેશોના વેપાર સંબંધો વધુ ઊંચાઈએ પહોંચશે : પીએમ મોદૃી ૧૦-૧૧ જુલાઈએ ન્યૂઝીલૅન્ડ જશે
અમેરિકા-ઈરાન વચ્ચે વધી રહેલો વિવાદૃ અને પશ્ર્ચિમ-એશિયામાં ચાલી રહેલી સૈન્ય કાર્યવાહી વચ્ચે ભારત માટે ન્યૂઝીલૅન્ડ તરફથી મોટા આર્થિક સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદૃી ઈન્ડોનેશિયા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલૅન્ડના પ્રવાસે છે અને હાલ તેઓ ઓસ્ટ્રેલિયામાં છે. અહીં તેઓ ન્યૂઝીલૅન્ડ જવાના છે, જોકે તે પહેલા ન્યૂઝીલૅન્ડે ભારત સાથેના વેપાર અંગે મોટી જાહેરાત કરી છે.
ન્યૂઝીલૅન્ડના વડાપ્રધાન ક્રિસ્ટોફર લક્સને ભારત સાથેના પ્રસ્તાવિત વેપાર સમજૂતી અંગે કહૃાું છે કે, ભારત સાથેના કરારનો અમલ થતાં જ ન્યૂઝીલૅન્ડથી ભારતમાં ૫૭ ટકા સામાન કોઈપણ ટૅરિફ વગર મોકલવામાં આવશે. લક્સનના આ નિર્ણયથી બંને દૃેશોના વેપાર સંબંધો વધુ ઊંચાઈએ પહોંચી ગયા છે.
ન્યૂઝીલૅન્ડના વડાપ્રધાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું છે કે, ‘ભારત સાથે ’મુક્ત વેપાર કરાર’થી ન્યૂઝીલૅન્ડના કારોબારમાં અનેક તકો ઊભી થશે. ન્યૂઝીલૅન્ડથી ભારતમાં નિકાસ થનાર ૫૭ ટકા પ્રોડક્ટ પર કોઈપણ પ્રકારનો ટૅરિફ નહીં લાગે. આ નિર્ણયથી બંને દૃેશોના વેપારને નવો વેગ મળશે.વડાપ્રધાન નરેન્દ્ર મોદૃી ૧૦થી ૧૧ જુલાઈએ ન્યૂઝીલૅન્ડના પ્રવાસે જવાના છે. લગભગ ચાર દૃાયકા બાદૃ ભારતના કોઈપણ વડાપ્રધાનનો ન્યૂઝીલૅન્ડનો આ પ્રથમ પ્રવાસ હશે.
વડાપ્રધાન ક્રિસ્ટોફર લક્સને આમંત્રણ બાદૃ આ પ્રવાસનું આયોજન કરાયું છે.
મીડિયા રિપોર્ટ મુજબ, વડાપ્રધાન મોદૃી અને વડાપ્રધાન લક્સન વચ્ચે મહત્ત્વની બેઠક યોજાશે, જેમાં બંને દૃેશો વચ્ચે વેપાર, રોકાણ, સંરક્ષણ, ટૅક્નોલૉજી અને અન્ય મહત્ત્વના મુદ્દાઓમાં ભાગીદૃારી વધારવા પર ચર્ચા થશે. બંને નેતાઓ દ્વિપક્ષીય સંબંધોની સંપૂર્ણ સમીક્ષા કરશે અને અનેક સમજૂતીઓને આગળ વધારવાની પણ વાતચીત કરશે. ન્યૂઝીલૅન્ડના ઑકલૅન્ડ પ્રવાસ દૃરમિયાન વડાપ્રધાન મોદૃી મુખ્ય ઉદ્યોગપતિઓ, રમત-જગતની હસ્તીઓ અને ભારતીય સમુદૃાયના લોકો સાથે મુલાકાત કરશે. તેઓ ભારતીય મૂળના લોકોને સંબોધન પણ કરશે. આનાથી બંને દૃેશોના લોકો વચ્ચે આપતી સંબંધો વધુ મજબૂત થશે.
હાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદૃી ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે, ત્યારબાદૃ તેઓ ૧૦-૧૧ જુલાઈએ ન્યૂઝીલૅન્ડ જવાના છે, જે તેમનો આ પ્રવાસનો અંતિમ પડાવ હશે. વડાપ્રધાન મોદૃીએ અનેક દૃેશો સાથે દ્વિપક્ષીય સંબંધો મજબૂત બનાવવા માટે ૬ જુલાઈથી પ્રવાસ શરૂ કર્યો છે. સૌપ્રથમ તેઓ ઈન્ડોનેશિયા પહોંચ્યા હતા અને હવે તેઓ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે. આ પ્રવાસ બાદૃ તેઓ ૧૦-૧૧ જુલાઈએ ન્યૂઝીલૅન્ડ પહોંચવાના છે. િંહદૃ-પ્રશાંત વિસ્તારના મુખ્ય દૃેશો સાથે વેપાર, રોકાણ, સંરક્ષણ, ટૅક્નોલૉજી અને ક્રિટિકલ મિનરલ્સ જેવા ક્ષેત્રોમાં ભારતની ભાગીદૃારી અને સંબંધો મજબૂત કરવો તે આ પ્રવાસનો મુખ્ય ઉદ્દેશ્ય છે.
