અમેરિકામાં H-1B વિઝા અને ગ્રીન કાર્ડના નિયમો ઓગસ્ટથી વધુ કડક બનશે

અમેરિકાની ટ્રમ્પ સરકાર વિદેશી પ્રોફેશનલ્સ, વિદ્યાર્થીઓ અને નોકરીદાતાઓ માટે ઇમિગ્રેશન અને વિઝા પ્રક્રિયાને વધુ કડક બનાવવાની વ્યાપક તૈયારી કરી રહી છે. હોમલેન્ડ સિક્યોરિટી, લેબર અને સ્ટેટ ડિપાર્ટમેન્ટ દ્વારા જાહેર કરાયેલાં નવા નિયમનકારી એજન્ડા અનુસાર, આગામી ઓગસ્ટ મહિનાથી ઇં-1ઇ વિઝા, H-1 વિઝા અને સ્ટુડન્ટ વિઝાના નિયમો વધુ કડક થઈ શકે છે. અમેરિકામાં નોકરી અને અભ્યાસ કરતાં વિદેશીઓમાં ભારતીયોની સંખ્યા સૌથી મોટી હોવાથી, આ સંભવિત ફેરફારોની સીધી અને મોટી માઠી અસર ભારતીય નાગરિકો પર પડવાની પૂરેપૂરી આશંકા છે.
ઇં-1ઇ વિઝાના નિયમોને કડક કરવા માટે આગામી ઓગસ્ટમાં હોમલેન્ડ સિક્યોરિટી ડિપાર્ટમેન્ટ (ઉઇંજ) નવો પ્રસ્તાવ રજૂ કરશે, જે અંતર્ગત ક્લાયન્ટ સાઇટ પર કામ કરતાં કર્મચારીઓ માટે નોકરીદાતા સાથેનાં સંબંધો સાબિત કરવા પડશે, જેનાથી ભારતીય આઈટી કંપનીઓની તપાસ અને ખર્ચ બંને વધશે. બીજી તરફ, લેબર ડિપાર્ટમેન્ટ લઘુત્તમ વેતન સ્તરમાં સુધારો કરવાનું વિચારી રહ્યું હોવાથી વિદેશી કર્મચારીઓને ગ્રીન કાર્ડ સ્પોન્સર કરવાનો ખર્ચ પણ મોંઘો થશે. ગ્રીન કાર્ડના લાંબા વેઇટિંગ પિરિયડ અને આ નવી અનિશ્ચિતતાઓને કારણે હવે ઘણાં ભારતીય પ્રોફેશનલ્સ બ્રિટન તરફ વળી રહ્યાં છે. આ ઉપરાંત, ચાલું મહિનાથી વર્ક ઓથોરાઈઝેશન (ઊઅઉ) નું ઓટોમેટિક એક્સટેન્શન બંધ થતાં ઇં-1ઇ કર્મચારીઓના જીવનસાથીઓ (ઇં-4 વિઝા ધારકો) એ વચગાળાનાં સમયમાં નોકરી ગુમાવવી પડે તેવી સ્થિતિ સર્જાઈ શકે છે.
અમેરિકામાં અભ્યાસ કરતાં ભારતીય વિદ્યાર્થીઓ માટે પણ હવે મુશ્કેલીમાં આવશે.

રિલેટેડ ન્યૂઝ