ઇરાનના ચાબહાર બંદૃર પર અમેરિકાનો મોટો હુમલો

ભારતે મોટા પાયે મૂડીરોકાણ કર્યું છે

ઇરાનના સૈન્ય ઠેકાણા, દૃરિયાઈ માળખાને નિશાન બનાવી ૯૦ હુમલા, વીજળી ગુલ, કંટ્રોલ ટાવરન્ો નુકસાન

અમેરિકાએ ઈરાનના દૃક્ષિણ-પૂર્વીય બંદૃર શહેર ચાબહાર પર પહેલીવાર મોટો સૈન્ય હુમલો કર્યો છે. આ વર્ષે એપ્રિલ મહિનામાં થયેલા સીઝફાયર બાદૃ આ વિસ્તારમાં અમેરિકાની આ પ્રથમ મોટી સૈન્ય કાર્યવાહી છે. આ હુમલાથી એ સ્પષ્ટ થઈ ગયું છે કે અમેરિકા હવે હોર્મુઝથી આગળ વધીને ઈરાનના િંહદૃ મહાસાગર સાથે જોડાયેલા દૃરિયાકાંઠાના વિસ્તારોને પણ નિશાન બનાવી રહૃાું છે.
હુમલા દૃરમિયાન ચાબહાર શહેરમાં એક પછી એક અનેક બ્લાસ્ટના અવાજો સંભળાયા હતા, જેના કારણે શહેરના ઘણા વિસ્તારોમાં અંધારપટ છવાઈ ગયો હતો અને વીજળી ગુલ થઈ ગઈ હતી. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, સતત થયેલા ધડાકા બાદૃ રાહત અને બચાવ કામગીરીની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતીઅને નુકસાનની સમીક્ષા શરૂ કરી હતી.
અમેરિકન સૈન્ય અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ હુમલામાં ઈરાનના માત્ર એ દૃરિયાઈ માળખા અને સૈન્ય ઠેકાણાઓને જ નિશાન બનાવાયા છે, જેનો ઉપયોગ વેપારી જહાજોને ધમકાવવા માટે થતો હતો. અહેવાલો મુજબ, આ હુમલામાં પોર્ટની જેટી, મરીન ટ્રાફિક કંટ્રોલ ટાવર અને આસપાસના સૈન્ય મથકોને નુકસાન થયું છે, જ્યારે સામાન્ય નાગરિકોના વિસ્તારો અને ઓઇલ જેવા મહત્ત્વના માળખાને જાણીજોઈને નુકસાનથી બચાવી લેવાયા છે. ચાબહાર બંદૃરની ભૌગોલિક સ્થિતિ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે, કારણ કે તે હોર્મુઝની બહાર ઓમાનની ખાડીમાં આવેલું છે. આ ઈરાનનું એકમાત્ર એવું ઊંડા પાણીનું દૃરિયાઈ બંદૃર છે જે તેને સીધું િંહદૃ મહાસાગર સાથે જોડે છે અને ઈરાન માટે તે આર્થિક રીતે કરોડરજ્જુ સમાન છે. ભારત માટે પણ આ પોર્ટ અત્યંત મહત્ત્વનું છે, કારણ કે ભારતે દૃક્ષિણ એશિયાને અફઘાનિસ્તાન અને મધ્ય એશિયા સાથે જોડતા વેપારી માર્ગ માટે અહીં મોટું રોકાણ કર્યું છે, જેથી પાકિસ્તાન પર નિર્ભર રહેવું ન પડે.
અત્યાર સુધી અમેરિકાના મોટાભાગના હુમલા બંદૃર અબ્બાસ અને હોર્મુઝની આસપાસના સૈન્ય ઠેકાણાઓ સુધી જ મર્યાદિૃત હતા, પરંતુ ચાબહાર પરનો આ હુમલો દૃર્શાવે છે કે અમેરિકા હવે ઈરાનના છેક પૂર્વીય દૃરિયાકાંઠા સુધી એક્શન લેવા તૈયાર છે.

ઇરાનનો બહેરીન-કુવૈતમાં યુએસ બ્ોઝ પર મિસાઇલ હુમલો

ભારતે મોટાપાયે મૂડીરોકાણ કરતા કર્યું છે ત્ો ઇરાનના ચાબહાર બંદૃર પર અમેરિકાએ કરેલા હુમલામાં કંટ્રોલ ટાવર ક્ષતિગ્રસ્ત થયેલ નજરે પડે છે.
અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી એકવાર મોટાપાયે યુદ્ધ શરૂ થઇ ગયું છે. અમેરિકાના હુમલાના જવાબમાં ઇરાને બહેરીનમાં અમેરિકાની ફિથ લિટ પર મિસાઇલોનો વરસાદૃ કરી દૃીધો હતો. જેમાં અમેરિકાને મોટું નુકસાન થયાનો દૃાવો કરવામાં આવી રહૃાો છે. બહેરીનમાં અનેક જગ્યાએ વિસ્ફોટો થવાની માહિતી સામે આવી છે. ઈરાને એક વીડિયો શેર કરી હોર્મુઝમાં અમેરિકન ડ્રોન સ્ઊ-૯ને ઠાર મારવાનો પણ દૃાવો કર્યો છે. આની સાથે કુવૈતમાં પણ સાયરનો વાગી રહૃાા છે. ત્યાં પણ ઈરાને હુમલા કર્યાની માહિતી સામે આવી રહી છે.

રિલેટેડ ન્યૂઝ