મેલબોર્નમાં નરેન્દ્ર મોદીનું કારોબારીઓને સંબોધન: સ્ટુડન્ટ મોબિલીટીને ટેલેન્ટ પાર્ટનરશીપમાં બદલવાનુ આહ્વાન
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદૃી ઓસ્ટ્રેલિયા પહોંચ્યા છે મેલબોર્નમાં ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અસ્બાનીસ સાથે યોજાયેલી દ્વિપક્ષીય બ્ોઠકમાં બંન્ો દૃેશો વચ્ચે રક્ષા સહિતના ક્ષેત્રોમાં સહયોગ વધારવા મહત્વના સમજૂતિ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા બ્ોઠક બાદૃ બંન્ો રાષ્ટ્ર ન્ોતાઓએ સંયુકત પત્રકાર પરિષદૃન્ો સંબોધી હતી. ત્ો પ્રસંગની તસ્વીરમાં ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન ભારતના પીએમનું શેકહેન્ડ કરી અભિવાદૃન કરી રહૃાા છે.
ઓસ્ટ્રેલિયાના બે દિવસના પ્રવાસે ગયેલા વડાપ્રધાન મોદીએ સીઈએ ફોરમને સંબોધન કયુર્ં હતું. તેમણે બન્ને દેશોના મુખ્ય વેપારીઓને સંબોધિત કર્યા હતા. આ તકે ઓસ્ટ્રેલિયાએ ગુજરાતમાં મોટું રોકાણ કરવાની જાહેરાત કરી હતી. ઓસ્ટ્રેલિયન વડાપ્રધાન એન્થની અલ્બનિજના અનુસાર ઓસ્ટ્રેલિયાનું એક પ્રતિનિધિ મંડળ ડિસેમ્બરમાં ભારતના પ્રવાસે આવશે. ભારતમાં ગુજરાતમાં ઓસ્ટ્રેલિયન યુનિ.નું કેમ્પ ખુલશે. એજયુકેશનને લઈને ઓસ્ટ્રેલિયા ભારતમાં મોટું રોકાણ કરશે. બન્ને દેશો વચ્ચે આ સમીટ દરમિયાન અનેક મોટા એલાનો થયા હતા.
આ તકે પીએમ મોદીએ જણાવ્યું હતું કે દુનિયા હાલ અનિશ્ર્ચિતતાના દોરમાંથી પસાર થઈ રહી છે. સપ્લાય ચેનમાં રૂકાવટ અને ઉર્જા સંકટની સ્થિતિ બની છે. પરંતુ આવા સમયે ભારત અને ઓસ્ટ્રેલિયાનું ભરોસાલાયક ભાગીદાર તરીકે આગળ વધવું સ્વાભાવિક અને જરૂરી છે. મોદીએ જણાવ્યું હતું કે 2022માં રેકોર્ડ સમયમાં થયેલ ઈસીટીએ એટલે કે આર્થિક સહયોગ અને વેપાર સમજૂતીએ આપણા આર્થિક સંબંધોને વધુ મજબૂત કર્યા છે. તે લાગુ થયા બાદથી ભારતથી ઓસ્ટ્રેલિયાને થતી નિકાસ ડબલ થઈ ગઈ છે. અને બન્ને દેશોના વ્યવસાયોને નવા બજાર સુધી પહોંચવાનો ફાયદો મળ્યો છે.
વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે ઓસ્ટ્રેલિયામાં કલીન એનર્જી સાથે સંકળાયેલી અનેક કંપનીઓ મોજૂદ છે. અમે ભારતમાં હાઈડ્રો પ્રોજેકટ, ગ્રીન હાઈડ્રોજન, સોલર મોડયુલ અને વિન્ડ ટર્બાઈન માટે મેન્યુ ફેકચરીંગ ઈકો સિસ્ટમ બનાવી રહ્યું છે.
બીજી બાજુ એજયુકેશનને લઈને ઓસ્ટ્રેલિયામાં ભારતમાં મોટું રોકાણ કરશે. વોલોંગોંગ યુનિવર્સિટીએ
ગુજરાતમાં પોતાનો કેમ્પ ખોલવાની જાહેરાત કરી છે. આ મામલે મોદીએ જણાવ્યું હતું કે અમે એજયુકેશન અને સ્કીલ્સ બન્ને સાથે લઈને ચાલીએ છીએ. બે યુનિ.ના કેમ્પસ ખુલવા ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે એક અધ્યાયની શરૂઆત છે. ભારત અને ઓસ્ટ્રેલિયાનું લક્ષ્ય હોવું જોઈએ કે આપણે સ્ટુડન્ટ મોબિલિટીને હવે ટેલેન્ટ પાર્ટનરશીપમાં બદલીએ.
મેલબોર્ન પહોંચ્યા ત્યારે વડાપ્રધાન મોદીનું સ્વાગત કરાયું હતું. ભારતીય સમુદાયના લોકોએ વેલકમ કયુર્ં હતું.
પ્રસિધ્ધ તબલાવાદક ડો. એમ.ઈવાન્સ અને ડિડગેરિડુ વાદકે મોદીના સ્વાગતમાં વાદન કયુર્ં હતું. ઓસ્ટ્રેલિયાન સિંફની ઓરકેસ્ટ્રાએ રાષ્ટ્રગીત વંદે માતરમ રજૂ કયુર્ં હતું.
