ભાવનગર જિલ્લાના તળાજા પંથક નું દરેક શાકભાજી,ફ્રૂટ સ્વાદમાં મીઠાશ ભર્યું હોયછે.એટલેજ ભાવનગર જિલ્લામાંથી કે અન્ય સ્થળોએથી તળાજા આવતા પ્રવાસીઓ અહીંથી મોટા પ્રમાણમાં શાકભાજી લઈજાય છે.તેમાંય અહીંના આખા થાય તેવા અને ઓળાના રીંગણાં ની સૌથીવધુ ડિમાન્ડ રહેછે.
બકાલુએવી વસ્તુછે કે જેના ભાવ ક્યારે તળિયે બેસીજાય અને ક્યારે ઉચકાઈ જાયતે નક્કીનથી હોતું.માન્યામાં ન આવે પણ હકીકત એહતી કે ગઈકાલે હોલસેલ રીંગણાં આખાથાય તેનોભાવ રૂ.2 ના કિલોહતો.જે આજે રૂ.6 થયોહતો.જોકે છૂટક માર્કેટમાં રૂ.20/- એ વેચાતા હતા.
હાલ વરસાદ હોવા છતાંય રીંગણાં સસ્તા હોવાનું કારણ વેપારીએ જણાવ્યું હતુંકે વરસાદ પહેલા ફાલ આવીગયા હોય.હવે ફૂલજ ન બેસે એટલે આગામી દિવસોમાં રીંગણાં હોલસેલ માર્કેટમાં રૂ.50-60 ને પારથઈ જશે જે છૂટક માર્કેટમાં રૂ.80 ને પારથઈ જશે.
હોલસેલ માર્કેટ-હરાજી ની વાત કરીએતો હાલ સૌથીસસ્તી દૂધીછે.જે રૂ.5 ની કિલોછે.કોબી દેશી અને નાસિક ની બંનેઆવેછે.જે 20-25ની કિલોછે.એજરીતે ચોળી, તુરિયા,ગુવાર40-50,ગલકા રૂ.20,ફ્લાવર-60,ટમેટા-30,મરચા ભોલર-50,શેડિયા-60,કોથમીર 60-100,આદુ-180ના ભાવે જાયછે.તાંજળીયા,મેથી અને પાલક ની ભાજીપણ હાલ મોંઘીછે.
આગામી દિવસોમાં તમામ બકાલાના ભાવ વધશે.ખાસ કરીને રીંગણાં ટમેટા અને અહીં ન થતા હોય તે તમામના.જોકે ચોમાસા દરમિયાન વરાપ નીકળે પંદરેક દિવસ સુધીતો ભાવ ગૃહિણીઓ માટે મધ્યમ રહશે.
યાર્ડમાં વર્ષોજુની પેઢી ધરાવતા અનુભવી સોયબભાઈ પઠાણ એ ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતુ કે અન્ય પ્રાંત કરતા તળાજા પંથકમાં બકાલામા જંતુનાશક ઝેરી દવાનો મોટા પ્રમાણમાં ઉપયોગ થાયછે. જે આરોગ્ય માટે ચિંતા જનકછે.
