વેધર વોચ ગૃપની બેઠક યોજાઈ : વિભાગો દ્વારા અત્યાર સુધી કરાયેલી કામગીરીની સમીક્ષા
ગુજરાતમાં ચોમાસું હવે ધીમે ધીમે સમગ્ર રાજ્યમાં સક્રિય બની રહ્યું છે અને આગામી દિવસોમાં રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર સંપૂર્ણ એક્શન મોડમાં આવી ગઈ છે. ગાંધીનગર સ્થિત સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર (જઊઘઈ) ખાતે રાહત નિયામક સુભાષ સાવલિયા ના અધ્યક્ષસ્થાને ’વેધર વોચ ગ્રૂપ’ ની ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ચોમાસા દરમિયાન સર્જાઈ શકે તેવી તમામ પ્રકારની કુદરતી આપત્તિઓ સામે સરકારની તૈયારીઓની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. ખાસ કરીને ભારે વરસાદ, પૂર, ડેમમાંથી પાણી છોડવાની સ્થિતિ, માર્ગ વ્યવહાર, વીજ પુરવઠો, આરોગ્ય સેવાઓ, બચાવ કામગીરી અને ખેડૂતો પર પડનારી અસર જેવા તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. સરકારે સ્પષ્ટ કર્યું છે કે ચોમાસા દરમિયાન ’ઝીરો કેઝ્યુઅલ્ટી’ના લક્ષ્ય સાથે તમામ વિભાગો વચ્ચે વધુ અસરકારક સંકલન કરવામાં આવશે અને કોઈપણ પ્રકારની આપત્તિ સર્જાય તે પહેલાં જ જરૂૂરી પગલાં લેવામાં આવશે. બેઠક દરમિયાન રાહત નિયામક સુભાષ સાવલિયાએ જણાવ્યું હતું કે વરસાદી પરિસ્થિતિ ઝડપથી બદલાઈ શકે છે, તેથી તમામ વિભાગોએ 24 કલાક એલર્ટ મોડમાં રહી કામગીરી કરવી જરૂૂરી છે. તેમણે સૂચના આપી હતી કે રાજ્યના દરેક જિલ્લા કંટ્રોલ રૂૂમ, તાલુકા કક્ષાના અધિકારીઓ અને વિવિધ વિભાગો વચ્ચે સતત સંપર્ક જળવાઈ રહે. કોઈપણ પ્રકારની ઇમરજન્સી સર્જાય તો તેની માહિતી તરત જ સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરને પહોંચાડવામાં આવે જેથી સમયસર નિર્ણય લઈ શકાય. સાથે જ તમામ વિભાગોને પોતાના સંસાધનો, મશીનરી, વાહનો, માનવબળ અને ઈમરજન્સી સાધનો તૈયાર રાખવા પણ સૂચના આપવામાં આવી હતી. આપત્તિ સમયે સૌથી ઝડપી બચાવ કામગીરી કરી શકાય તે માટે ગઉછઋ અને જઉછઋની ટીમો રાજ્યના વિવિધ સંવેદનશીલ વિસ્તારોમાં પહેલેથી જ તૈનાત રાખવામાં આવી છે. માર્ગ અને મકાન વિભાગે જણાવ્યું હતું કે ભારે વરસાદ દરમિયાન અનેક જગ્યાએ રસ્તા ધોવાઈ જવા અથવા પાણી ભરાવાના કારણે વાહનવ્યવહાર ખોરવાઈ શકે છે. તે માટે અગાઉથી જ વૈકલ્પિક માર્ગોની ઓળખ કરવામાં આવી છે. જરૂૂરી મશીનરી, ઉંઈઇ, ક્રેન અને અન્ય સાધનો પણ તૈયાર રાખવામાં આવ્યા છે જેથી રસ્તાઓ ઝડપથી ખુલ્લા કરી શકાય. રાજ્યના સંવેદનશીલ માર્ગો પર સતત મોનીટરીંગ પણ કરવામાં આવશે.
