મૈસુર-કર્ણાટકમાં ગુજરાત હસ્તકલા ઉત્સવ-2026 દ્વારા ગુજરાતની સમૃદ્ધ કલા-કારીગરી વારસાનું પ્રદર્શન સહ વેચાણ

ગુજરાતી હસ્તકલા સંગ રાસ-ગરબાનાં રંગે રંગાયુ મૈસુર

ગુજરાત સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગ હેઠળ કાર્યરત ઇન્ડસ્ટ્રિયલ એક્સ્ટેન્શન કોટેજ (ઇન્ડેક્ષ્ટ-સી) દ્વારા ગુજરાત હસ્તકલા ઉત્સવ-2026 નું આયોજન જે.એસ.એસ. મૈસુરુ અર્બન હાટ, મૈસુરુ, કર્ણાટક ખાતે તા.3 થી 12 જુલાઈ, 2026 દરમિયાન કરવામાં આવ્યું છે.
વર્ષ 2016 થી સતત સફળતાપૂર્વક યોજાતા આ ઉત્સવની આ 11મી આવૃત્તિ છે. આ પ્રદર્શન સહ વેચાણ મેળાનો મુખ્ય હેતુ ગુજરાતના પરંપરાગત હસ્તકલા અને હાથશાળ કારીગરોને સીધું બજાર ઉપલબ્ધ કરાવવાનો તેમજ તેઓની આવક અને જીવનનિર્વાહની તકોમાં વધારો કરવાનો છે.
આ ઉત્સવમાં ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી 100થી વધુ માસ્ટર ક્રાફ્ટસમેન અને કારીગરો ભાગ લઈ રહ્યા છે. મુલાકાતીઓને નીચે મુજબની પરંપરાગત કલા અને હસ્તકલા કૃતિઓ નિહાળવા અને ખરીદવાની તક મળશે. જેમા ભરતકામ અને મિરર વર્ક, જરી-જરદોઝી કળા, મોતીકામ અને આભૂષણો, પરંપરાગત ચણિયા-ચોળી, બંધણી અને ટાઈ-ડાઈ ઉત્પાદનો, ચામડાકામ, અગેટ (અકીક) પથ્થરકામ, જ્યુટ અને કોયર ઉત્પાદનો, એપ્લીક વર્ક, વાંસ અને નેતર ઉત્પાદનો, લાકડાં અને ધાતુની હસ્તકૃતિઓ, હોમ ડેકોર અને ફર્નિશિંગ ઉત્પાદનો, ફેશન અને લાઇફસ્ટાઇલ એક્સેસરીઝનો સમાવેશ થયેલ છે.,
ઉત્સવ દરમિયાન તા. 3 થી 5 જુલાઈ, 2026 દરમિયાન ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ના સહયોગથી ત્રણ દિવસીય સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પરંપરાગત ગુજરાતી રાસ-ગરબા, ઝંકાર ડાન્સ એકેડમી, ભુજ (કચ્છ) દ્વારા કચ્છી રાસ-ગરબા, શ્રી ભવાણી ટિપ્પણી લોકનૃત્ય મંડળ, જૂનાગઢ દ્વારા ટિપ્પણી નૃત્ય, ગુજરાતની લોકસંસ્કૃતિને ઉજાગર કરતા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન છે.
જે પ્રસંગે શ્રીમતી આર. ઐશ્વર્યા કે.એ.એસ. મૈસુરના અધિક નાયબ કમિશનર, શ્રી એચ.આર. રાજપ્પા કર્ણાટક રાજ્ય હસ્તકલા વિકાસ નિગમ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર-બેંગલુરુ, કે.એસ. ટેલર જનરલ મેનેજર(હાટ) અને જોઈન્ટ કમિશનર, ઇન્ડેક્ષ્ટ-સી તેમજ જે.એસ.એસ. તથા ઇન્ડેક્ષ્ટ-સી ના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા. તેમજ જે.એસ.એસ. તથા ઇન્ડેક્ષ્ટ-સી ના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.
મૈસુર હાટ ખાતેના આ સમગ્ર ઉત્સવનું આયોજન ઈન્ડેક્ષ્ટ-સીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ડો. સંજય જોષી આઇ.એ.એસ.ના દિશા-નિર્દેશ અને માર્ગદર્શન હેઠળ મેનેજર(વર્ગ-1) આર.એસ. શાહ તથા સિનિયર ઓફિસર(પી.પી.) આર.એસ. પ્રજાપતિ દ્વારા સૂક્ષ્મ સ્તરીય આયોજન અને સંકલનથી કરેલ છે.

રિલેટેડ ન્યૂઝ