IIFL ફાઈનાન્સે આજે જણાવ્યું હતું કે બેંકો અને બિન-બેંકિંગ નાણાકીય કંપનીઓ (ગઇઋઈત) વચ્ચેની સહ-ધિરાણ ભાગીદારી વંચિત લોનધારકો સુધી પોસાય તેવા ઔપચારિક ધિરાણ પહોંચાડવામાં પરિવર્તનકારી ભૂમિકા ભજવી શકે છે, જેનાથી ભારતના નાણાકીય સમાવેશીકરણનો આગામી તબક્કો વધુ મજબૂત બનશે.
ધિરાણ વ્યવસ્થામાં થઈ રહેલા પરિવર્તન અંગે વાત કરતાં, ઈંઈંઋક ફાઈનાન્સના ગોલ્ડ લોન વિભાગના વડા શ્રી મયંક શર્માએ જણાવ્યું હતું કે, ભારતની નાણાકીય સમાવેશીકરણના અભિયાને હવે સમગ્ર દેશમાં ઉદ્યોગસાહસિકો, ખેડૂતો, સ્વરોજગાર કરતા વ્યાવસાયિકો અને ખજખઊત સુધી સમયસર અને જવાબદારીપૂર્વક ધિરાણ પહોંચે તે સુનિશ્ચિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.
“આજના સમયમાં નાણાકીય સમાવેશીકરણનો અર્થ દરેક મહત્વાકાંક્ષી ઉદ્યોગસાહસિકને પોસાય તેવું સંસ્થાકીય ધિરાણ મેળવવા માટે સક્ષમ બનાવવાનો છે. સહ-ધિરાણ બેંકો અને ગઇઋઈતની પૂરક ક્ષમતાઓને એકત્રિત કરીને આ હેતુને વ્યાપક સ્તરે સાકાર કરવામાં મદદરૂપ બને છે,” શ્રી શર્માએ જણાવ્યું હતું.
તેમણે જણાવ્યું હતું કે બેંકો ઓછી કિંમતનું મૂડી ભંડોળ અને મજબૂત નાણાકીય સ્થિતિ પ્રદાન કરે છે, જ્યારે ગઇઋઈત વંચિત ભૌગોલિક વિસ્તારોમાં સ્થાનિક બજારની ઊંડી સમજણ, છેવાડાના વિસ્તારો સુધી વિતરણ ક્ષમતા અને ગ્રાહકો સાથે મજબૂત સંબંધો લાવે છે. આ બંનેની ભાગીદારીથી ધિરાણની ઉપલબ્ધતામાં સુધારો થઈ શકે છે, લોન મંજૂરીની પ્રક્રિયા ઝડપી બની શકે છે અને ધિરાણના અનૌપચારિક સ્ત્રોતો પરની નિર્ભરતા ઘટી શકે છે.
શ્રી શર્માએ ભારતીય રિઝર્વ બેંક (છઇઈં)ના સહ-ધિરાણ માળખાનું સ્વાગત કરતા જણાવ્યું હતું કે, આ માળખું સુશાસન, જોખમની ભાગીદારી અને ગ્રાહક અંગે સ્પષ્ટ નિયમનકારી માર્ગદર્શન પૂરું પાડે છે, જે બેંકો અને ગઇઋઈત વચ્ચે જવાબદાર સહયોગ માટે એક મજબૂત પાયો તૈયાર કરે છે.
તેમણે આગામી પેઢીના ધિરાણ વિતરણ વ્યવસ્થાને સક્ષમ બનાવવામાં સરકારના ડિજિટલ જાહેર માળખા, જેમાં જન ધન, આધાર, ઞઙઈં અને એકાઉન્ટ એગ્રીગેટર ફ્રેમવર્કની ભૂમિકા પર પણ પ્રકાશ પાડ્યો હતો.
તેમણે જણાવ્યું હતું કે, ડિજિટલ ઓનબોર્ડિંગ, અઈં આધારિત ધિરાણ મૂલ્યાંકન અને સંમતિ આધારિત ડેટા શેરિંગ દ્વારા ટેક્નોલોજી સહ-ધિરાણને વધુ કાર્યક્ષમ બનાવી રહી છે. ભારતના ડિજિટલ માળખા સાથે મળીને, તે છેવાડાના વિસ્તારો સુધી ધિરાણ વિતરણમાં નોંધપાત્ર સુધારો કરવાની ક્ષમતા ધરાવે છે.
