નથિંગે ફોન (4બી)નું અનાવરણ કર્યું

લંડન સ્થિત અગ્રણી ક્ધઝ્યૂમર ટેક્નોલોજી બ્રાન્ડ નથિંગે આજે, (બી)સીરિઝના પ્રથમ અને નથિંગ પ્રોડક્ટની ઈકોસિસ્ટમના નવા એન્ટ્રી પોઈન્ટ એવા ફોન (4બી) સ્માર્ટફોનનું અનાવરણ કર્યું હતું. ફોન (4એ) સીરિઝની જોરદાર સફળતા પછી, નવા ફોન (4બી) માં નથિંગની વિશિષ્ટ આગવી ડિઝાઇન, રોજિંદા વપરાશ માટે દમદાર પરફોર્મન્સ, સ્માર્ટ સોફ્ટવેર અને લાંબા ગાળાની વિશ્વસનીયતાનો ઉત્કૃષ્ટ સમન્વય કરાયો છે. તેમાં નથિંગનો ગ્લિફ ઇન્ટરફેસ, શ્રેણીમાં સૌથી શ્રેષ્ઠ સ્નેપડ્રેગન પ્રોસેસર પરફોર્મન્સ, નથિંગ સ્માર્ટફોનની અત્યાર સુધીની સૌથી મોટી બેટરી, 50ખઙ ઘઈંજ મેઈન કેમેરા અને 120ઇું સુપર અખઘકઊઉ ડિસ્પ્લેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, તેમાં એસેન્શિયલ અઈં ટૂલ્સ અને એન્ડ્રોઇડનો સૌથી અનોખો તેમજ લોકપ્રિય અનુભવ આપતી નથિંગ ઓએસ પણ સામેલ છે.
જોતાં જ ગમી જાય
તેવી આકર્ષક ડિઝાઇન
ફોન (4બી)માં, ફોન (4એ) સીરિઝના બે મુખ્ય ડિઝાઇન એલિમેન્ટ્સ, ફોન (4એ) સાથે સૌપ્રથમ રજૂ કરાયેલો નવો ગ્લિફ બાર અને ફોન (4એ) પ્રોની અત્યંત લોકપ્રિય યુનિબોડી ડિઝાઇનનો સુંદર સમન્વય જોવા મળે છે. આ બંનેના જોડાણથી નથિંગ બ્રાન્ડની એક બોલ્ડ, અનોખી અને જોતાં જ ઓળખાઈ જાય તેવી શાનદાર ડિઝાઇન તૈયાર થઈ છે. કંપનીની અંદર 20થી વધુ અલગ-અલગ ડિઝાઇનનું પરીક્ષણ કર્યા પછી આ તેના અંતિમ દેખાવની પસંદગી કરાઈ હતી, જે દેખાવમાં સરળ, આરામદાયક, મજબૂત અને પોતાની એક અલગ જ ઓળખ ઊભી કરે છે. ફોનની નાનામાં નાની દરેક બાબતને તેના લુક અને પર્ફોર્મન્સ બંનેને બહેતર બનાવવા માટે વિશેષ રીતે ડિઝાઇન કરવામાં આવી છે. નથિંગની ડિઝાઇન ફિલસૂફી મુજબ, ફોન (4બી) માં અલગ-અલગ મટીરિયલ, ટેક્સચર અને કલર ટોનનો એવી રીતે ઉપયોગ કરાયો છે જે ફોનને એક અનોખો લૂક આપે છે.
લિમિટેડ છઈઇ એડિશન
છઈઇના મુખ્ય ટાઇટલ સ્પોન્સર હોવાના નાતે તથા ટીમના ઐતિહાસિક બીજા ઈંઙક ટાઇટલની ઉજવણી કરવા માટે, નથિંગ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની ભાગીદારીમાં ફોન (4બી) છઈઇ એડિશન લોન્ચ કરી રહી છે. આ ખાસ ફોન એક્સક્લુઝિવ લાલ કલરમાં આવશે, જેના પર ખાસ રીતે ડિઝાઇન કરેલું છઈઇનું બ્રાન્ડિંગ અને કલેક્ટર્સ એડિશનનું આકર્ષક પેકિંગ જોવા મળશે. કોઈપણ સ્માર્ટફોન બ્રાન્ડ સાથે છઈઇનું આ પહેલું સત્તાવાર જોડાણ છે. ફોન (4બી) છઈઇ એડિશન આજે બેંગલુરુમાં આવેલા નથિંગના ફ્લેગશિપ સ્ટોર પરથી એક્સક્લુઝિવ સેલ મારફતે ખરીદી શકાશે.
પહેલા કરતાં વધુ
બેહતર ગ્લિફ બાર
વારંવાર ફોનની સ્ક્રીન ચેક કર્યા વગર જ બધી અપડેટ મેળવો. નથિંગ બ્રાન્ડની ઓળખ સમાન આ ખાસ ગ્લિફ બાર હવે પહેલા કરતાં વધુ ક્લીન અને આકર્ષક લૂકમાં ફોન (4બી) માં પરત આવી છે, જે નથિંગના અનોખા યુઝર એક્સપિરિયન્સને જાળવી રાખે છે. તેમાં અલગ-અલગ રીતે કંટ્રોલ કરી શકાય તેવી 45 નાની એલઈડી લાઈટ્સ આપવામાં આવી છે, જે 3,500 નિટ્સ સુધીની સુપર બ્રાઇટનેસ ધરાવે છે. આ લાઈટ્સની મદદથી તમને નોટિફિકેશન, ફોન કેટલો ચાર્જ થયો, વિડિયો રેકોર્ડિંગ ચાલુ છે કે નહીં, અને તમારી પસંદગીના એલર્ટ્સ એકદમ સ્પષ્ટ રીતે દેખાશે.
પાવરફુલ સ્નેપડ્રેગન પ્રોસેસર
ફોન(4બી) ક્વાલકોમના લેટેસ્ટ 4ક્ષળ મોબાઈલ પ્રોસેસર સ્નેપડ્રેગન 6 ૠયક્ષ4થી સજ્જ છે, જે ફોન (4એ) જેવું જ દમદાર પરફોર્મન્સ આપે છે અને તેનો અક્ષઝીઝી સ્કોર 1 મિલિયનથી પણ વધુ છે. એડવાન્સ 4ક્ષળ ટેકનોલોજી પર બનેલું હોવાથી, આ પ્રોસેસર જૂના 6ક્ષળ પ્રોસેસર્સની સરખામણીમાં લાંબા સમય સુધી બહેતર પરફોર્મન્સ આપવાની સાથે જ, બેટરીનો વપરાશ ઘટાડે છે અને તેની એઆઈ ક્ષમતા પણ ઘણી ચઢિયાતી છે.
નથિંગની અત્યાર સુધીની
સૌથી મોટી બેટરી
ફોન (4બી)માં નથિંગના કોઈપણ સ્માર્ટફોન કરતાં સૌથી મોટી બેટરી આપવામાં આવી છે. આ ફોનમાં 6000 ળઅવ ની દમદાર બેટરી છે, જે ફોન (4એ) પ્રો કરતાં 11% મોટી છે. આ બેટરીને ખાસ કરીને ભારતીય યુઝર્સના વપરાશની ટેવ અને અહીંના હવામાનને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે. ફોન (4બી) રોજિંદા સામાન્ય વપરાશમાં 18 કલાક સુધીની શાનદાર બેટરી લાઈફ આપે છે, જે ફોન (4એ)ની તુલનાએ એક કલાક વધારે છે. તેમાં સતત 22 કલાક સુધી યુટ્યુબ વિડીયો પ્લેબેક અથવા 26 કલાક સુધી ઇન્સ્ટાગ્રામ બ્રાઉઝિંગ કરી શકાય છે.

રિલેટેડ ન્યૂઝ