રોકાણકારોની મૂડીમાં રૂા.૯ લાખ કરોડ ધોવાયા

મિડલ ઇસ્ટમાં ફરી યુધ્ધ ભડકતા ગભરાટથી શેરબજારમાં ૧૯૦૦ પોઈન્ટનો મોટો કડાકો

બ્રેન્ટ ક્રુડ વધીન્ો ૭૯ ડોલર:રૂપિયો ત્ાૂટ્યો, સોનામાં રૂા.૨૧૦૦ અન્ો ચાંદૃીમાં રૂા.૬૯૦૦ ઘટ્યા

મધ્ય પૂર્વમાં ફરી ભડકો સર્જાયાને પગલે આજે ક્રૂડ, શેર, સોના-ચાંદી, કરન્સી જેવી માર્કેટમાં જબરી ઉથલપાથલ સર્જાઇ હતી. શેરબજાર-સોના ચાંદી તથા રૂપિયા ધડામ થયા હતા. જ્યારે ક્રૂડ સળગ્યું હતું. શેરબજારમાં ઇન્વેસ્ટરોના 9 લાખ કરોડ ડૂબી ગયા હતા.
યુધ્ધ વિરામ અને સમજુતીની વાટાઘાટો વચ્ચે અમેરિકા અને ઇરાન વચ્ચે એકાએક ધમાસાણ શરૂ થઇ જતાં વિવિધ માર્કેટમાં ગભરાટ સર્જાયો હતો. બપોરે અમેરિકન પ્રમુખે ઇરાન સાથેનું યુધ્ધ વિરામ ખત્મ થઇ ગયાનું એલાન કરતાં ફરી વખત ભયાનક સ્થિતિ સર્જાવાની ભીતિ વ્યકત થવા લાગી હતી. પેટ્રોલીયમ સંકટ-અર્થતંત્રને ઝટકો જેવા ઘટનાક્રમો સર્જાવાની દહેશત વ્યક્ત થવા લાગી હતી. આ સંજોગોમાં ગભરાટ વધુ વકર્યો હતો અને શેરબજારમાં બેફામ વેચવાલીનો મારો શરૂ થઇ જતાં મોટાભાગના શેરો ગાબડા સુચવવા લાગ્યા હતા. જાણીતા શેરબ્રોકરોના કહેવા પ્રમાણે ટ્રેડરો-ઇન્વેસ્ટરો ઉંઘતા ઝડપાઇ ગયાનો ઘાટ હતો. લેણ ફુકાયા હતા. માર્કેટ ફરી વખત યુધ્ધ આધારિત થઇ જવાની આશંકા છે. બીએસઇના માર્કેટ કેપમાં 9 લાખ કરોડનો કડાકો બોલી ગયો હતો.
શેરબજારમાં મંદી બજારે પણ કલ્યાણ જ્વેલર્સ, એમસીએક્સ, ઓઇલ ઇન્ડિયા, વોડાફોન, એથર એનર્જી, નાયરા, જેબી કેમીકલ્સ, જીંદાલ પોલીમાં ઉછાળો હતો. જ્યુબીલન્ટ ક્રૂડ, શ્રીરામ ફાઇનાન્સ, એચડીએફસી બેંક, રીલાયન્સ, યસ બેંક, સુપ્રિમ ઇન્ડ., હિમાચલ ફ્યુચરાસ્ટીક, જયભારત મારૂતી, ટાટા કેપીટલ, પતંજલી, વારી એનર્જી, હિન્દ પેટ્રો, ભારતપેટ્રો, ઇન્ડિયન ઓઇલ ગગડ્યા હતા.
મુંબઇ શેરબજારનો સેન્સેક્સ 1900 પોઇન્ટ ગગડીને 76280 હતો તે ઉંચામાં 77855 તથા નીચામાં 76259 હતો. નિફટી 578 પોઇન્ટ ગગડીને 23819 હતો તે ઉંચામાં 24300 તથા નીચામાં 23839 હતો.
ક્રૂડ તેલ સળગ્યું હતું. ડબલ્યૂટીઆઇ ક્રૂડ 75.09 ડોલર તથા બ્રેન્ટ ક્રૂડ 78.91 ડોલર હતું. કરન્સી માર્કેટમાં ડોલર સામે રૂપિયો 62 પૈસા ગગડીને 95.59 હતો.
સોના-ચાંદીમાં પણ કડાકો હતો. હાજર સોનુ 10 ગ્રામ 1800 ઘટીને 146900 હતું. વાયદામાં 2170 તૂટીને 143220 હતું. વિશ્ર્વ બજારમાં 4057 ડોલર હતું. હાજર ચાંદી 5800 તૂટીને 229200, વાયદામાં 6900 ઘટીને 223925 તથા વિશ્ર્વ બજારમાં 59.15 ડોલર હતી.

રિલેટેડ ન્યૂઝ