જુનાગઢ સર્કિટ હાઉસ ખાતે ભારત સરકારના યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલયના વિશેષ આમંત્રણ પર મેંદરડાના ત્રણ યુવાનોએ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા સાથે ખાસ બેઠક યોજી હતી.યુવા પ્રતિનિધિઓ આ બેઠકમાં મેંદરડા પંથકના નઝીમ મૂંગરભાઈ સાંધ (જે અગાઉ પણ બે વાર રાષ્ટ્રીય સ્તરે ગુજરાતનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે), અલ્ફૈઝ યુનુસભાઈ સોલંકી અને ઉત્તમ શૈલેષભાઈ પરમાર સહભાગી થયા હતા. વર્ષ 2047 સુધીમાં ભારતને સંપૂર્ણ વિકસિત રાષ્ટ્ર બનાવવાના વિઝનમાં દેશની યુવા શક્તિ કેવી રીતે યોગદાન આપી શકે તે અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
મંત્રીનું માર્ગદર્શન મંત્રી મનસુખ માંડવિયાએ યુવાનોના વિચારોને બિરદાવ્યા હતા અને તેમને નેતૃત્વ, ઇનોવેશન તેમજ સામાજિક જવાબદારી સાથે રાષ્ટ્ર સેવામાં આગળ વધવા પ્રેરણા આપી હતી.
