મધ્ય પૂર્વમાં અમેરિકા-ઇરાને સતત બીજા દિવસે સામસામા હુમલાને બ્રેક મારતા ક્રૂડતેલમાં 15 ડોલરનો મોટો કડાકો સર્જાયો હતો. બંને દેશો વચ્ચે નવેસરથી ભડકેલું યુધ્ધશાંત થવાની આશા જાગતા ક્રૂડમાં સાત ટકાનું ગાબડુ પડ્યું હતું. બ્રેન્ટ ક્રૂડ નીચામાં 86 ડોલર સરકી ગયા બાદ રિકવર થઇને 90 ડોલર બોલાતું હતું. ડબલ્યુટીઆઇ ક્રૂડના 84.68 ડોલર હતા. કરન્સી માર્કેટમાં પણ પડઘો હોય તેમ ડોલર સામે રૂપિયો 32 પૈસા વધીને 96.24 ડોલર થયો હતો.
અમેરિકા અને ઈરાન વચ્ચે છેલ્લા 2 સપ્તાહથી ચાલી રહેલા સૈન્ય તણાવમાં અચાનક વિરામ આવ્યા બાદ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલ (ઈિીમય ઘશહ) ના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે. સોમવારે બજાર ખુલતાની સાથે જ બ્રેન્ટ ક્રૂડની કિંમતમાં મોટો કડાકો બોલાયો હતો અને ભાવ ઘટીને 100 થી 86 પ્રતિ બેરલના મહત્ત્વપૂર્ણ સ્તરથી પણ નીચે પહોંચી ગયો હતો. શરૂઆતી કારોબારમાં બ્રેન્ટ ક્રૂડ વાયદા ઘટીને 90.00 પ્રતિ બેરલ પર આવી ગયો હતો, જ્યારે દિવસ દરમિયાન તે થોડા સમય માટે 86 થી પણ નીચે સરકી ગયો હતો. ઉલ્લેખનીય છે કે બે જ દિવસમાં ક્રૂડ ઓઈલના ભાવમાં 15 ડોલર જેટલો કડાકો બોલાઈ ચૂક્યો છે.
રિપોર્ટ અનુસાર, અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બંને દેશો વચ્ચેના વિવાદનો કૂટનીતિક અને શાંતિપૂર્ણ ઉકેલ લાવવા માટે હાલ પૂરતા તમામ નવા સૈન્ય હુમલાઓ પર રોક લગાવી દીધી છે. અમેરિકાના રાજદૂતે પણ પુષ્ટિ કરી હતી કે સંવાદ અને વાટાઘાટોને તક આપવા માટે આ પગલું ભરવામાં આવ્યું છે.
