જાહેર પરીક્ષા પધ્ધતિમાં હવે ટેકનોલોજીનો ઉપયોગ કરવાનો સમય આવી ગયો છે
આખરે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન્ો રાજીનામું આપવું પડ્યું છે. સરકારે મોડેથી કાર્યવાહી કરી હતી પરંતુ સાચો નિર્ણય લીધો છે. આ બાબત પ્રથમ વાર બની નથી જ્યારે કેન્દ્ર સરકારે પોતાના મંત્રીન્ો પદૃ પરથી દૃૂર કરવા પડ્યા છે.
જંતરૂ-મંતર આંદૃોલનમાં કોનો વિજય થયો કે કોનો પરાજય થયો એ વાત મહત્વની નથી પરંતુ પ્રશ્ર્ન આ છે કે, આટલા લાંબા સમય સુધી આંદૃોલન કર્યા બાદૃ જ શિક્ષણ મંત્રીએ પોતાના પદૃ પરથી રાજીનામું આપ્યું છે.
કોકરોચ જનતા પાર્ટીના ન્ોત્ાૃત્વમાં ચલાવવામાં આવેલા છાત્ર આંદૃોલન્ો સરકારન્ો મંત્રીના રાજીનામાં માટે લાચાર કરી હતી. આ આંદૃોલન આશરે એક માસ સુધી ચાલું હતું અન્ો ત્યારબાદૃ વિદ્યાર્થીઓની જે ત્રણ માંગણીઓ હતી ત્ોનો સ્વીકાર કરવામાં આવ્યો હતો.
જેમાં નીટ પ્ોપર લીક થયા બાદૃ આત્મહત્યા કરનારા વિદ્યાર્થીઓના પરિવારન્ો યોગ્ય વળતર, પ્રદૃર્શનકર્તાઓ પર જે ફરિયાદૃ નોંધવામાં આવી છે ત્ો પરત લેવી અને ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું અન્ો પરીક્ષાના માળખામાં સુધારો કરવાનો સમાવેશ થાય છે. પરંતુ મુખ્ય પ્રશ્ર્ન આ છે કે, શિક્ષણ મંત્રીના રાજીનામાનો નિર્ણય આટલા લાંબા સમય પછી કેમ લેવામાં આવ્યો શિક્ષણ
મંત્રીનું રાજીનામું વિદ્યાર્થીઓએ જ્યારે આંદૃોલન શરૂ કર્યું ત્યારે કેમ લેવામાં આવ્યું નથી.
પરીક્ષા વ્યવસ્થામાં પારદૃર્શકતા, પ્ોપર લીક સામે કડક કાર્યવાહી અન્ો શિક્ષણ મંત્રીના રાજીનામાનું આશ્ર્વાસન આપી આંદૃોલનન્ો અટકાવી શકાયું હોત પરંતુ સરકારે આ બાબત ગંભીરતાથી લીધી નથી.
૨૬ દિૃવસની ભૂખ હડતાળ પછી સોનમ વાંગચૂકનું સ્વાસ્થ્ય બગડયું હતું અને ત્યારબાદૃ કાર્યવાહી શરૂ થઇ હતી. જે.પી. નડ્ડા અન્ો જીત્ોન્દ્રિંસહન્ો અગાઉ મોકલી શકાત ત્ોવી સ્થિતિ હતી. વિદ્યાર્થીઓની પીડા તથા ત્ોમના ભવિષ્યન્ો લઇન્ો જે પ્રશ્ર્નો ઉભા થયા છે ત્ોન્ો શરૂઆતથી સાંભળવા જેવા હતા આથી બિનજરૂરી તણાવ તથા સમયનો બગાડ અટકાવી શકાત. આ આંદૃોલન્ો વિપક્ષના બ્ોવડા વલણન્ો ઉજાગર કર્યું છે. રાહુલ ગાંધી પ્ોપર લીક મામલે ૧૫૨ વખત પ્ોપરો લીક થયા ત્ોમ જણાવે છે.
પરંતુ કોંગ્રેસ તથા આપ શાસિત રાજ્યોમાં જે પ્ોપરો લીક થયા છે ત્ોના પર ચુપકિદૃી રાખે છે રાજસ્થાનમાં જ્યારે કોંગ્રેસનું શાસન હતું ત્યારે પ્ોપર લીક થયું હતું ત્યારે કોઇ મંત્રીએ રાજીનામું આપ્યું ન હતું પરંતુ હવે વિપક્ષે કેન્દ્રના શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ કરી હતી.
વિરોધ પક્ષોએ આરોપ અને પ્રતિઆરોપનું વલણ જતું કરીન્ો સંસદૃમાં સાર્થક ચર્ચા કરવાની જરૂર હતી અલબત્ત સરકાર મોડીથી જાગી છે પરંતુ સાચું પગલું ભર્યું છે પરંતુ પ્રશ્ર્ન આ થાય છે કે, ભવિષ્યમાં આવા મુદ્દા પર સંવાદૃ થશે કે, દૃબાણ કરવાનો સિલસિલો યથાવત રહેશે.
પ્ોપર લીક થતા શિક્ષણ વ્યવસ્થાની માન્યતા પર પ્રશ્ર્નો ઉભા થયા છે. પ્ોપર લીક વિદ્યાર્થીઓની કારકિર્દૃીન્ો પ્રભાવીત કરે છે સાથે શિક્ષણ મંત્રીની વિશ્ર્વસનીયતાન્ો નબળી બનાવે છે. વિદ્યાર્થીઓ વર્ષ દૃરમ્યાન પ્ાૂરેપ્ાૂરી મહેનત કરે છે પરંતુ કેટલાક લોકોની બ્ોદૃરકારીના કારણે વિદ્યાર્થીઓના સ્વપ્ન ચકનાચૂર થાય છે.
આથી છેલ્લે એક વાત સ્પષ્ટ થઇ છે કે, દૃબાણની રાજનીતિ કરતા સંવાદૃની રાજનીતિ શ્રેષ્ઠ છે. જો સરકાર અને વિપક્ષ સાથે મળીન્ો પરિક્ષા પધ્ધતિમાં કેવા ફેરફાર કરવા જોઇએ ત્ો વિશે ચર્ચા કરે તો સારૂ પરિણામ મળશે સરકારે પ્ોપરલીક મામલે કડક કાયદૃા બનાવવા જોઇએ અન્ો ત્ોનો અમલ પણ કરવો જોઇએ આથી વિદ્યાર્થીઓન્ો આંદૃોલન કરવાની જરૂર પડશેે નહીં.
ધર્મેન્દ્ર પ્રધાન્ો મોદૃી સરકારના શિક્ષણ મંત્રી પદૃેથી રાજીનામું આપવું પડ્યું ત્ો બાબત્ો ઇતિહાલ રચાયો છે. મોદૃી સરકારના ૧૨ વર્ષમાં પ્રથમ વાર આ ઘટના બની કે, કોઇ પ્રધાન્ો જનાક્રોસના કારણે રાજીનામું આપવું પડયું હોય.
જૈન-ઝીના પ્રચંડ આક્રોશ સામે સરકાર ટકી શકે એમ ન હતી. આથી પ્રધાન્ો રાજીનામું આપ્યું છે નીટનું પ્ોપર ફુટી ગયું એ વાત પર અગાઉ ઢાંક પિછોડો કરવાના પ્રયત્ન થયા હતા પરંતુ પાપ છાપરે ચડીન્ો પોકાર્યું છે સરકારે પ્ોપર ફુટી જવાની કબ્ાૂલાત કરીન્ો ૧૨મે ૨૦૨૬ના રોજ નીટ રદૃ કરીન્ો નવેસરથી પરીક્ષા લેવાની જાહેરાત કરી પછી પણ સરકાર તો કશું થયું નથી ત્ોમ વર્તતી હતી. પ્ોપર ફુટી ગયા પછી ૨૧ વિદ્યાર્થીઓએ આપઘાત કર્યો હતો પરંતુ ત્ો માટે ત્ોમના પરિવારન્ો આશ્ર્વાસન આપવાનો સમય ધર્મેન્દ્ર પ્રધાન પાસ્ો ન હતો.
