ગજાનન આશ્રમ માલસર દ્વારા ઉજવાતો ગુરુપૂર્ણિમા મહોત્સવ 2026 ગજાનન આશ્રમ માલસરના ગુરુજી દ્વારા 27 વર્ષથી અલગ અલગ પ્રકારે ગુરુપૂર્ણિમા ઉજવવામાં આવે છે, 2026 ની ગુરુપૂર્ણિમાએ ગુરુજી નું ગુરૂ પૂજન કરવા કે મંત્ર દીક્ષા લેવા આવનાર લોકોને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ગુરુપૂર્ણિમાનું પૂજન કરવા માટે માવા, ફાકી, તમાકુ, ગુટખા કે અન્ય વ્યસન વાળાઓએ આવવું જ નહીં અને જો ગુરુ પૂજન કરવું હોય તો વ્યસન મુક્ત થઈને આવવું, આજીવન વ્યસન નહીં કરવાનો સંકલ્પ સાથે આવવુ ગુરુદક્ષિણા મા રોકડ ની જગ્યાએ બે બે વૃક્ષો વાવવા, રાસાયણિક ખાતરોનો ઉપયોગ ટાળવો ઓર્ગેનિક ખેતી, પ્રાકૃતિક ખેતી તરફ વળવું હોય તો જ ગુરૂ પૂજન માટે આવવું.શિષ્યોની સંખ્યા બતાવવાની જરૂર નથી પૂજ્ય ગુરુદેવ જણાવ્યું કે મારે કોલેટી વાળા શિષ્યની જરૂર છે. તારીખ 29 ના બુધવાર સવારે 8:00 થી 12 અભય ભારદ્વાજ હોલ રૈયા ટેલીફોન એક્સચેન્જની પાછળ રાજકોટ ખાતે ઉજવવામાં આવશે બપોરે મહાપ્રસાદ ની તથા બહાર ગામ થી આવેલા મહેમાનો માટે આગલા દિવસે રહેવા જમવા ની વ્યવસ્થા છે.
રિલેટેડ ન્યૂઝ
-
રૈયાધાર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની મુલાકાત લેતા મ્યુનિસિપલ કમિશ્નર
પાણીના નમુનાની ચકાસણી, ક્લોરીનનું મોનિટરીંગ કરવા સુચના રાજકોટ શહેરના નાગરિકોને શુદ્ધ અને સલામત પીવાનું પાણી ઉપલબ્ધ... -
લોકમેળાની તડામાર તૈયારી: સ્ટોલ-પ્લોટ માટે ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિ’
306 ફોર્મ ઉપડ્યા, માત્ર ર3 પાછા આપ્યા : મુદ્દત લંબાવવાની શકયતા રાજકોટના પરંપરાગત જન્માષ્ટમી લોકમેળાની તડામાર... -
રાજકોટમાં વાયરલ ઈન્ફેક્શનનો હાહાકાર, તાવના 916 દર્દી નોંધાયા
મચ્છરના લારવા મળતા 382 મિલકત ધારકોને તંત્રની નોટિસ શહેરમાં નાગરિકોના સ્વાસ્થ્યની જાળવણી અને સંભવિત રોગચાળાને ડામવા...
