ધ્રોલ પંથકમાં વીજ વાયરની ચોરી કરનારા પાંચ ઝડપાયા

પોલીસે ટ્રક, કટર સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો

ધ્રોલ ના ખારવા ગામ થી જાયવા તરફ જવાના રસ્તા પર આવેલા વીજ થાંભલા માંથી રૂ.54,375 ની કિંમત ના 1200 મીટર એલ્યુમિનિયમના વાયરની છએક મહિના પહેલાં ચોરી થઈ હતી. તેની તપાસમાં મંગળવારે ધ્રોલ પોલીસે પાંચ શખ્સને પકડી પાડીયા હતા.ધ્રોલ ના ખારવા ગામ થી જાયવા ગામ તરફ જવાના રસ્તા પર આવેલા વીજ થાંભલા માંથી છ મહિના પહેલાં એલ્યુમિનિયમના 1200 મીટર લંબાઈના વાયરને કાપી લઈને ચોરી કરી લઈ જવા અંગે પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી.દરમિયાન ગઈકાલે ધ્રોલ પોલીસ મથકના સ્ટાફ દ્વારા એક નાના ટ્રકમાં જામનગર તરફ થી વાયર ચોરતી ટોળકી આવી રહી છે તેવી બાતમી મળતા પોલીસ ટીમ વાકીયા ગામ પાસે વોચમાં ગોઠવાઈ હતી. અને ત્યાંથી પસાર થયેલા મીની ટ્રકને રોકી લેવામાં આવ્યો હતો. આ ટ્રકની તલાશી લેવાતા તેમાંથી જામનગરના સાત રસ્તા નજીક રહેતા કરણ મનોજ મકવાણા, ગુલાબનગરવાળા અશ્વિન વિજય રાઠોડ ઉર્ફે સુકલીયા, ધ્રોલ ના ગાયત્રીનગરવાળા અરવિંદ કિશોરભાઈ સોલંકી, કમલેશ મગનભાઈ રાઠોડ, વિશાલ ઉર્ફે બાડીયા કેશુભાઈ રાઠોડ નામના પાંચ શખ્સ મળી આવ્યા હતા.
ઉપરોક્ત શખ્સોની અટકાયત કરી પૂછપરછ કરાતા આ શખ્સોએ ઉપરોક્ત વાયરચોરીની કબૂલાત આપી પોતાના સાગરીત જામનગરના સાતરસ્તા નજીક રહેતા ઘનશ્યામ રમણીકભાઈ મકવાણા તથા ચોરાઉ વાયર ખરીદનાર રમેશ સવજીભાઈ નું નામ આપ્યું છે. આ બંને શખ્સની શોધ હાથ ધરાઈ છે. પોલીસે રૂપિયા સવા બે લાખનો ટ્રક, લોખંડનું કટર કબજે કર્યું છે. આરોપી પૈકીના કમલેશ તથા વિશાલ સામે ધ્રોલમાં અગાઉ પણ ગુન્હો નોંધાયો હતો.

રિલેટેડ ન્યૂઝ