કૂવો-પાણીની પાઈપલાઈન, બ્લોક રોડ ગટર લાઈનના ખાતમુહૂર્ત-લોકાર્પણ કરાયા
બગસરા તાલુકાના મોટા મુંજીયાસર ગામે પાણીનો કૂવો તથા પાણીની પાઇપલાઇન માટે અંદાજિત રૂ. 35 લાખ, બ્લોક રોડ માટે અંદાજિત રૂ. 20 લાખ તેમજ ગટર લાઇન માટે અંદાજિત રૂ. 15 લાખ તેમજ અમરેલી જિલ્લા પંચાયત દ્વાર ડેમ માટે આપવામાં આવેલ અંદાજિત રકમ 12 લાખના કામોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.
આ કાર્યક્રમમાં મંડાણપીરની જગ્યા ના મહંત નારદબાપુ તેમજ ધારી-બગસરા વિસ્તારના ધારાસભ્ય જે.વી. કાકડીયા, અમરેલી જિલ્લા ભાજપ ઉપપ્રમુખ મનોજભાઈ મહીડા, બગસરા તાલુકા ભાજપ પ્રમુખ પ્રદીપભાઈ ભાખર, મહામંત્રી પ્રકાશભાઈ પરમાર, બગસરા શહેર પ્રમુખ ઘનશ્યામભાઈ સાદરણી, બગસરા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ એ.વી. રીબડીયા, બગસરા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ બાબુભાઈ બકરાણીયા, પૂર્વ મહામંત્રી ખોડાભાઈ સાવલિયા તેમજ મોટા મુંજીયાસર ગામના સરપંચ જયસુખભાઈ ખેતાણી, ઉપસરપંચ નારાયણભાઈ વઘાસીયા અને ગોબરભાઈ વેકરીયા, શૈલેષભાઈ સતાસીયા, અલ્પેશભાઈ રાઠોડ, બાલાભાઈ રાઠોડ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
