ટાટા એસેટ મેનેજમેન્ટે આજે ટાટા ઈન્ડિયા ઇનોવેશન ફંડના લોન્ચિંગની જાહેરાત કરી હતી જેનો ઉદ્દેશ તમામ સેક્ટર્સમાં નવીનતમ વ્યૂહરચનાઓ અને થીમ અપનાવીને લાભ ઇચ્છતી કંપનીઓમાં રોકાણ કરીને રોકાણકારોને લાંબા ગાળે મૂડીમાં વૃદ્ધિની તકો પૂરી પાડવાનો છે. આ એનએફઓ 11 નવેમ્બર, 2024ના રોજ સબસ્ક્રિપ્શન માટે ખુલશે.
ભારતીય અર્થતંત્ર નવા અને વૃદ્ધિજનક ઇનોવેશન સાથે સંકળાયેલી કંપનીઓનો પ્રવાહ જોઈ રહ્યું છે. આ બંને પ્રકારના ઇનોવેશન તેમના સેક્ટર્સમાં પરિવર્તન લાવવાની મજબૂત પ્રતિબદ્ધતા દર્શાવે છે. નવા ઇનોવેશન નોંધપાત્ર, ગેમ-ચેન્જિંગ સુધારા લાવે છે જે સંપૂર્ણપણે નવા બજારોની રચના કરે છે જ્યારે વૃદ્ધિજનક ઇનોવેશનમાં હાલની પ્રોડક્ટ્સ, સર્વિસીઝ કે પ્રોસેસીસમાં ચાલી રહેલા સુધારાનો સમાવેશ થાય છે. ટાટા ઈન્ડિયા ઇનોવેશન ફંડ વ્યૂહાત્મક રીતે એવી કંપનીઓને લક્ષ્ય બનાવશે જે મશીન લર્નિંગ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ડિજિટલ ટ્રાન્સફોર્મેશન જેવી ટેક્નોલોજીઓ અને રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ (આરએન્ડડી)નો લાભ લે તેવા પરિવર્તનકારી ઇનોવેશનના મામલે અગ્રેસર હોય.
ભારતની ફાઇનાન્શિયલ સર્વિસીઝ ઇન્ડસ્ટ્રીએ ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરને અપનાવીને દેશને એક નવા ડિજિટલ
યુગમાં પ્રવેશ કરાવ્યો છે અને દેશવ્યાપી નાણાંકીય સમાવેશનો વિસ્તાર કર્યો છે. ગ્લોબલ ક્લાઇમેટ એક્શન
સ્ટાન્ડર્ડ્સની સાથે રહીને ભારતના ઇલેક્ટ્રિક વ્હીકલ (ઇવી) સેક્ટર, બેટરી ટેક્નોલોજી અને રિન્યૂએબલ એનર્જી
સેગમેન્ટ્સમાં નોંધપાત્ર રોકાણો થઈ રહ્યા છે અને વિકાસની ગતિ જોવાઈ રહી છે. આ જ તબક્કે, ફાર્માસ્યુટિકલ્સ
અને હેલ્થકેર સેક્ટર્સમાં નોંધપાત્ર આરએન્ડડી રોકાણોથી ભારત રિસર્ચ અને ઉત્પાદન માટેનું ગ્લોબલ હબ બની ગયું
છે.
આ ઉપરાંત, ભારત સરકારની વોકલ ફોર લોકલ વ્યૂહરચના અને વિકાસ-તરફી પગલાંએ ગ્લોબલ ઇનોવેશન
ઇન્ડેક્સમાં દેશનું સ્થાન 2015માં 81મું હતું તે વધારીને 2024માં 39મું કર્યું છે. આ સાનુકૂળ માહોલથી ઇનોવેશનને
પ્રાથમિકતા આપતી કંપનીઓને લાભ થવાની સંભાવના છે (સ્ત્રોત: વર્લ્ડ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ઓર્ગેનાઇઝેશન,
આઈપી ઈન્ડિયા, ટાઈમ્સ હાયર એજ્યુકેશન).
આ ફંડના લોન્ચ અંગે ટાટા એસેટ મેનેજમેન્ટના ચીફ બિઝનેસ ઓફિસર આનંદ વરદરાજને જણાવ્યું હતું કે
રોકાણના મામલે બે બાબતો મહત્વની છે: એવી કંપની પસંદ કરો જે આગામી 10થી વધુ વર્ષો માટે ટકવાની હોય
અને આગામી એક દાયકામાં નાણાં કમાવવાની ક્ષમતા ધરાવતી હોય. આ પૈકીનું માત્ર એક જ પરિબળ હોય તે પૂરતું
નથી. આગામી સમયમાં તેમની જીત નક્કી કરનારા પાસાં પૈકીનું એક પાસું છે ઇનોવેશન. આ એ બાબત છે જે તેના
અસ્તિત્વ અને વૃદ્ધિમાં મદદ કરે છે. આવી કંપનીઓ માટે વિકાસલક્ષી અને નવા ઇનોવેશન મહત્વના છે. ઇનોવેશન
સ્પર્ધાત્મક લાભ અને બધા કરતા એક કદમ આગળ રહેવાની ક્ષમતા આપે છે. ભારત ડિજિટલ, મેન્યુફેક્ચરિંગ અને
સર્વિસીઝ ઇનોવેશનમાં અગ્રેસર છે જે અનેક તકો ઊભી કરે છે. ફંડનો ઉદ્દેશ ટકવા અને વૃદ્ધિ પામવાનો ધ્યેય ધરાવતી
કંપનીઓમાં આવી કેટલીક તકો ઝડપવાનો છે.
ટાટા એસેટ મેનેજમેન્ટના ચીફ ઇન્વેસ્ટમેન્ટ ઓફિસર રાહુલ સિંઘે જણાવ્યું હતું કે ભારત ફાઇનાન્સ, હેલ્થ ટેક,
ઓટોમોટિવ સોલ્યુશન્સ, ક્ધઝ્યુમર ટેકમાં ડિજિટાઇઝેશનથી સંચાલિત વિવિધ સેક્ટર્સમાં પરિવર્તનકારી ફેરફારો જોઈ