ક્રોમાએ એપલ,સેમસંગ અન્ય કંપનીઓ ઉપર આકર્ષક ડીલ સાથે બ્લોકબસ્ટર રિપબ્લિક ડે સેલની શરૂઆત કરી

એપલ આઈફોન 17ની કિંમત ઘટીને રૂ. 47,990,આઈફોન 15ની કિંમત ઘટીને રૂ. 31,990,મેકબુક એર એમ4 વિદ્યાર્થી માટે વિશિષ્ટ કિંમતે ઉપલબ્ધ અને સેમસંગ નિયો ક્યુએલઇડી,ટીસીએલ ટીવી અને અન્ય ઉપર મોટી બચત

ભારતના સૌથી વિશ્વસનીય ઓમ્ની-ચેનલ ઇલેક્ટ્રોનિક્સ રિટેઇલર ક્રોમાએ તેના આતુરતાથી રાહ જોવાતા રિપબ્લિક ડે સેલની જાહેરાત કરી છે,જેમાં સ્માર્ટફોન, લેપટોપ, ટેલીવિઝન,લાર્જ એપ્લાયન્સિસ અને ઓડિયો પ્રોડક્ટ્સ ઉપર બ્લોકબસ્ટર ડીલ તથા અગ્રણી બ્રાન્ડ્સ ઉપર ઓફર્સ ઉપલબ્ધ છે. ક્રોમાના તમામ સ્ટોર્સ ઉપર આ સેલ શરૂ થઇ ગયો છે,જે 26 જાન્યુઆરી સુધી ચાલશે. ક્રોમા સ્ટોર્સ ઉપર ખરીદી કરતાં ગ્રાહકો બેંક કેશબેક,એક્સચેન્જ બોનસ, સ્પેશિયલ સ્ટુડન્ટ પ્રાઇઝિંગ અને સરળ ઇએમઆઇ વિકલ્પો અનલોક કરી શકે છે, જે તેને વર્ષનો સૌથી વધુ વેલ્યુ-પેક્ડ ઇલેક્ટ્રોનિક્સ સેલ બનાવે છે. તમામ કિંમતો અને ઓફર્સ બ્રાન્ડ, મોડલ, સ્ટોર, દિવસ, શહેર અને ઉપલબ્ધતાને આધારે અલગ-અલગ છે તેમજ બેંક અથવા ફાઇનાન્સ પાર્ટનર્સની લાગુ શરતોને આધીન છે. આ ઉપરાંત એચડીએફસી ટાટા ન્યૂ કાર્ડ ધરાવતા ગ્રાહકો પસંદગીની એપલ પ્રોડક્ટ્સ ઉપર 10 ટકા સુધીની બચત કરી શકે છે,જે સિઝનની ઓફરને વધુ આકર્ષક બનાવે છે.
સ્માર્ટફોન લાઇન-અપના ભાગરૂપે એપલ ઉપકરણો ઉપર આ સિઝનમાં સૌથી વધુ કિમતોનો લાભ જોવા મળી રહ્યો છે. રિપબ્લિક ડે ઓફર્સ દરમિયાન રૂ. 82,900ની કિંમતે લોંચ થયેલો આઇફોન 17 રૂ.47,990ની અસરકારક કિંમતે ઉપલબ્ધ છે.

રિલેટેડ ન્યૂઝ