ભારતની ખાનગી ક્ષેત્રની અગ્રણી બેંક, એચડીએફસી બેંક દ્વારા આજે પરિવર્તન સ્ટાર્ટ-અપ ગ્રાન્ટ્સ કાર્યક્રમની નાણાકીય વર્ષ 2025-2026ની આવૃત્તિ લોન્ચ કરવાની જાહેરાત કરવામાં આવી હતી, જે સામાજિક પ્રભાવ આધારિત નવીનીકરણોને સમર્થન આપતી તેની મુખ્ય પહેલ છે. અગાઉના વર્ષોના અનુભવોને આધારે, આ કાર્યક્રમ ક્લાઇમેટ ઇનોવેશન, કૃષિ અને સ્થાયી આજીવિકા, ઉત્પાદન અને એમએસએમઈ નવીનીકરણ, નાણાકીય સમાવેશ અને જેન્ડર ડાઇવર્સિટી તથા સમાવેશ જેવા અગ્રતા ધરાવતા ક્ષેત્રોની સાથે એઆઈ અને ડીપ ટેકનોલોજી સહિતના ઉભરતા ક્ષેત્રોમાં 10 વ્યૂહાત્મક પહેલને સમર્થન પૂરું પાડશે.
નાણાકીય વર્ષ 2025-2026માં, એચડીએફસી બેંક પરિવર્તન નોન-ડાઇલ્યુટિવ ગ્રાન્ટ્સ મારફતે 20 કરોડ રૂપિયાની ફાળવણી કરશે, જે સામાન્ય રીતે પાઇલટ પ્રોજેક્ટ્સ, વેલિડેશન અને પ્રારંભિક તબક્કાના સ્કેલ-અપને સક્ષમ બનાવશે.
નાણાકીય વર્ષ 2025-2026ની આ આવૃત્તિ કાર્યક્રમના 10 વર્ષના મહત્ત્વના પડાવ તરફની નિરંતર પ્રગતિ પણ દર્શાવે છે, તેની સાથે જ વિવિધ પ્રદેશોની પ્રતિષ્ઠિત સંસ્થાઓ સાથે જોડાયેલા ઇન્ક્યુબેટર્સ સાથેની ભાગીદારીને પણ વિસ્તારવામાં આવી છે.
પરિવર્તન સ્ટાર્ટ-અપ ગ્રાન્ટ્સ કાર્યક્રમ ઇન્ક્યુબેટરના નેતૃત્ત્વ હેઠળના પોર્ટફોલિયો આધારિત મોડલને અનુસરે છે, જેના હેઠળ સહભાગીદાર ઇન્ક્યુબેટર્સ કાર્યક્રમની ડિઝાઇન, સ્ટાર્ટઅપ આઉટરીચ, મૂલ્યાંકન, માર્ગદર્શન, દેખરેખ અને પ્રભાવના અહેવાલ તૈયાર કરવા જેવી કામગીરીઓનું નેતૃત્વ કરે છે.
