એમેઝોન એ આજે જાહેરાત કરી કે તેની અલ્ટ્રા-ફાસ્ટ ડિલિવરી સેવા એમેઝોન નાઉ એ છેલ્લા ત્રણ મહિનામાં ભારતમાં 1 બિલિયન ડોલર વાર્ષિક ગ્રોસ સેલ્સનો આંકડો પાર કર્યો છે. લોન્ચ થયા બાદથી દરેક ક્વાર્ટરમાં એમેઝોન નાઉ ના ઓર્ડર બમણા થયા છે, જેનાથી તે એમેઝોન ઇન્ડિયાના ઇતિહાસમાં સૌથી ઝડપથી વિકસતો ઈ-કોમર્સ બિઝનેસ બન્યો છે.
તહેવારોની સીઝન પહેલાં કંપનીએ 10 અઠવાડિયાથી ઓછા સમયમાં એમેઝોન નાઉ નું 4 ગણા વધુ શહેરોમાં વિસ્તરણ કરીને મિનિટોમાં ડિલિવરી ભારતના 60થી વધુ શહેરો અને નગરો સુધી પહોંચાડી છે. મેટ્રો શહેરો ઉપરાંત, આ સેવા પદુબિદ્રી, તિરુપતિ, ગુંટુર, ગુરદાસપુર, જલંધર, વેલ્લોર, ધારવાડ, વારંગલ અને બરહામપુર જેવા નગરોના ગ્રાહકો માટે પણ ઉપલબ્ધ છે. આ ઓર્ડર 750થી વધુ માઇક્રો- ફુલફિલમેન્ટ અને અર્બન ફુલફિલમેન્ટ સેન્ટર્સના નેટવર્ક દ્વારા મિનિટોમાં ડિલિવર થાય છે.
સમીર કુમાર, ક્ધટ્રી મેનેજર, એમેઝોન ઇન્ડિયા ખૂબ જ ટૂંકા સમયમાં, એમેઝોન નાઉ એ ભારતમાં 1 બિલિયન ડોલર વાર્ષિક ગ્રોસ સેલ્સનો આંકડો પાર કર્યો છે, જેનાથી તે એમેઝોન ઇન્ડિયાના ઇતિહાસમાં સૌથી ઝડપથી વિકસતો ઈ-કોમર્સ બિઝનેસ યુનિટ બન્યો છે. દરેક ક્વાર્ટરમાં ઓર્ડર બમણા થવા સાથે, અમે ગ્રાહકોના આ પ્રતિસાદથી નમ્રતા અનુભવીએ છીએ. અમે દિવાળી સુધીમાં 100 શહેરો સુધી વિસ્તરણ કરવાના માર્ગે છીએ, અને મિનિટોમાં ડિલિવરીને ઉત્તરમાં ગુરદાસપુર અને હોશિયારપુરથી દક્ષિણમાં વેમ્બાયમ અને અલમકોડ સુધી લઈ જઈ રહ્યા છીએ. આ તહેવારોની સીઝનમાં દેશભરના ગ્રાહકો સૌથી ઝડપી ગતિએ સૌથી વિશાળ પસંદગીની ડિલિવરીની અપેક્ષા રાખી શકે છે.
