પ્રાસંગિક-(સંકલન: ભુપતગીરી ગોસ્વામી-ઢાંક)
ધનતેરસએ ધનવાન થવાની પ્રત્યેકની સહજ આકાંક્ષાને પરીપુર્ણ કરવાનો પરમ પ્રસંગ છે. કુબેર ધનના મહારાજા છે. મહાદેવ કુબેરના મિત્ર, માર્ગદર્શક અને ગુરૂ છે. લક્ષ્મી ધનની દેવી છે. ભગવાન શ્રી હરિ લક્ષ્મીનું પરમધન છે. સોનુ, ચાંદી, હીરા-માણેક મોતી અને રત્નોએ લક્ષ્મીનું સ્થુળ અને અસ્થાયી અઘ્યસ્તરૂપ છે. કાગળની નોટો અને ધાતુના સિકકા એ લક્ષ્મીનું માનવ નિર્મિત, સ્વપ્નમય, કલ્પીત અને કામચલાઉ ચલણ છે. જેમ દ્રવ્ય ધનનું સ્થુળ રૂપ છે અને સિકકા ઇત્યાદી તેનું સુક્ષ્મરૂપ છે. તેવી રીતે દ્રારિદ્ર કે ધન હીનતાએ ધનના બે રૂપોના આકાર વગરનું ધનનું હોવાપણું છે. દયા ધન અઘ્યસ્ત નામ રૂપનો અભાવ હોવાનું અસ્તિત્વ જ નથી રહેતું તેવો આત્યંતીક આભાસ થાય છ. આવી ધનના નામ રૂપના અભાવવાળી કલ્પીત અવસ્થાને ગરીબી કે દ્રરિદ્રતા કહેવાય છે.
એવી ગરીબી અને દીનતા તથા દારિદ્રની સ્થિતિ સાચા અર્થમાં તો એક ઉન્નત દશા છે. જયાં ધન પ્રાપ્તીની કામનાઓ આવિસ્કાર થાય છે. સ્થુળ અને સુક્ષ્મ ધનની કામના પણ પુર્ણ થઇ શકે અને પ્રાર્થના પુર્વક અરજથી ધન તેના અભાવ (સુષુપ્ત) સ્થુળ અને સુક્ષ્મ એમ ત્રણેય રૂપોથી પુથક એવા મુળ રૂપે પણ પ્રાપ્ત થઇ શકે.
આસો માસના કૃષ્ણ પક્ષની તેરસ એ ધન્વન્તરી ભગવાનના પ્રાગટય દિવસ છે. જેણે આરોગ્ય, શાસ્ત્રનો ઉપદેશ આપ્યો. આથી આ દિવસ (ધનતેરશ) એ તેમના પુજનનું મહાત્મ ધરાવે છે. સૃષ્ટિના પ્રથમ કલ્યાણકારી તબીબ એ ભગવાન ધન્વતરી છે. આ ધનતેરશે ધન્વંતરી જયંતીના દિવસે જે કોઇ ઘરના પ્રવેશ દ્વારે ઉંબરે દીવો મુકીને સાંજે સંઘ્યા સમયે ધન્વંતરીની પુજા, સ્મરણ કે વંદના કરશેતે ઘરમાં અકાલ મૃત્યુ પ્રવેશી શકતુ નથી અને ભગવાન ધન્વંતરી તે ઘરા લોકોના આરોગ્યનું રક્ષણ કરશે. આ ભારતીય આરોગ્ય શાસ્ત્રની સંસ્કૃતિની ગાથા છે. ધનતેરશના દિવસે લક્ષ્મીજી કુબેરજી અને ધન્વંતરી એમ ત્રણેયની પુજા કરવાનો અનેરો મહિમા છે.