વર્ષ 2005 માં માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓના ઇન્ટરવ્યુ જિલ્લા લેવલે જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા કચેરીના અનુકૂળ સમયે કેમ્પ દ્વારા ગોઠવવામાં આવતા હતા. અમુક જિલ્લામાં 01/04/2005 પહેલા ઇન્ટરવ્યુ યોજવામાં આવ્યા હતા. જેનો જૂની પેન્શનમાં સમાવેશ થાય છે પરંતુ અન્ય જિલ્લામાં ટેકનિકલ કે વહીવટી કારણોસર જેવી કે બોર્ડની પરીક્ષા, વેકેશન ને લીધે ઇન્ટરવ્યુ તારીખ કચેરી દ્વારા વહેલી મોડી ગોઠવાયેલ હતી. જેમાં કર્મચારીનો કોઈ રોલ હતો નહિ. એક શાળાની એકજ દિવસે વર્તમાનપત્ર માં આપેલ છ ખાલી જગ્યાની ભરતીની જાહેરાત તેમાં બે શિક્ષકોના ઇન્ટરવ્યુ જિલ્લા શિક્ષણ અધિકારીએ 01/04/2005 પહેલા આયોજન કરતા તેઓને જૂની પેન્શન નો લાભ મળ્યો અને ચાર શિક્ષકોના બાદમાં ઇન્ટરવ્યુ હોવાથી આવા ચાર કર્મચારીઓ તા. 8/11/2024 ના ઠરાવ સંદર્ભ -04 મુજબ નવી પેન્શન યોજનામાં આવે છે. જે કચેરી દ્વારા વહેલા મોડા ગોઠવાયેલ હતા. આ કેમ્પ નું આયોજન 15 કે 20 દિવસ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીની અનુકૂળતા પ્રમાણે ગોઠવતું હતું. આવા ગુજરાતની ઘણી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓના શિક્ષકો ની ભરતીમાં બન્યું છે. ગુજરાત સરકાર દ્વારા તા 01/04/2005 સુધીના કર્મચારીઓને જૂની પેન્શન યોજનામાં સમાવવા બાબત નો ઠરાવ બહાર પાડેલ છે. તેમાં સરકાર દ્વારા લાગુ પાડેલ નવી પેન્શન યોજના (ગઙજ) ના નોતિફિકેશન ની તા. 18/03/2005 અથવા 01/04/2005 સુધીમાં જે તે કર્મચારીની જે તે જગ્યાની જાહેરાત આવી હોય તેમનો કેન્દ્ર સરકાર ગઘ. 57/05/2021-ઙ ઙઠ(ઇ) તેમજ ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર,હરિયાણા તેમજ માનનીય કોર્ટ ઈઅઝ અને અન્ય રાજ્ય સરકારના પરિપત્રો મુજબ જૂની પેન્શન યોજનામાં સમાવવા માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓના કર્મચારીઓ દ્વારા તા.11/11/2024 ના રોજ ગુજરાત સરકાર ગાંધીનગરમાં રજૂઆત કરવામાં આવી હતી.
રિલેટેડ ન્યૂઝ
-
વિસ્તારાની છેલ્લી ઉડાન : સ્ટાફ ભાવુક
કંપની ટાટામાં મર્જ થઈ ગઈ ટાટા ગ્રુપની એરલાઈન કંપની વિસ્તારાનું એર ઈન્ડિયા સાથે મર્જર પૂર્ણ થયું... -
ચોટીલાના જાનીવડલાના ખેતરમાંથી ગાંજાના 30 છોડ સાથે એક ઝડપાયો
ચોટીલા પંથકમાં ગાંજાની ખેતીનો સીલસીલો યથાવત;બાતમીના આધારે દરોડો પાડતા ગાંજાનો પાક જોઇ પોલીસ પણ ચોકી ગઇ... -
વાંકાનેર નજીક નિર્માણધીન શ્રી રામધામ ખાતે રવિવારે સમગ્ર સૌરાષ્ટ્ર-ગુજરાત કચ્છના રઘુવંશીનું સ્નેહ મીલન
ગોંડલ રામજી મંદિરના ગાદીપતિ જયરામદાસ મહારાજ તેમજ કમીજલા ભાણસાહેબની જગ્યાના મહંત પુજય જાનકીદાસબાપુ આશિવચન પાઠવવા ખાસ...