મૈરિંગો સિમ્સ હોસ્પિટલે ગુજરાતનું પ્રથમ ટ્રાન્સકેથેટર ટ્રાઇક્સપિડ વાલ્વ રિપ્લેસમેન્ટ (TTVR) સફળતાપૂર્વક પૂર્ણ કરીને ઇતિહાસ રચ્યો છે. આ એક એવી ક્ષણ છે, જેમાં મેડિકલ સાઇન્સ અને માનવતા બંને મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. આ સિદ્ધિરૂપ પ્રોસેસ એક 61 વર્ષની ઉંમરના મહિલા પર કરવામાં આવી હતી, જેઓ જીવનમાં ત્રણ મુખ્ય હાર્ટ સર્જરીમાંથી પસાર થઇ ચુક્યા હતા તથા એક એવા તબક્કા પર હતા જેમાં ક્ધવેન્શનલ સર્જરી શક્ય નહોતી.
આ દર્દીની સફર સામાન્ય ન કહી શકાય. તેમની પ્રથમ હાર્ટ વાલ્વ સર્જરી 1984માં કરવામાં આવી હતી અને ત્યારબાદ 1996માં એક કોમ્પલેક્સ રી-ડુ સર્જરી થઇ હતી તથા 2016માં ટ્રાઇક્સપિડ વાલ્વ રિપ્લેસમેન્ટ.
સમય જતા, રિપ્લેસ્ડ વાલ્વ નબળો પડી ગયો હતો તથા ગંભીર રીતે લીક થવા લાગ્યો હતો. ટ્રાઇક્સપિડ વાલ્વ ખૂબ જ મહત્વનો જમણી બાજુનો હાર્ટ વાલ્વ છે, જેનાં થકી રક્ત હાર્ટમાં પ્રવેશે છે તથા આ વાલ્વ ઉપચારની દ્રષ્ટીએ સૌથી જટીલ અને મુશ્કેલ વાલ્વ પૈકીનો એક છે.
તેની નિષ્ફળતાને કારણે પગ અને ચહેરા પર સોજો, લીવર બંધ થવું, શ્વાસ લેવામાં તકલીફ અને ભારે થાક કે જેથી રોજિંદા સામાન્ય કાર્યો પણ મુશ્કેલ બન્યા હતા.
ડોક્ટરે પરીવારને સમજાવ્યું હતું કે વધુ એક ઓપન હાર્ટ સર્જરી અત્યંત જોખમી છે તથા જીવનાં જોખમની પણ શક્યતા છે. કોઇ સુરક્ષિત સર્જીકલ ઉપાય ન હોવાથી, હોસ્પિટલની મલ્ટિડિસિપ્લિનરી હાર્ટ ટીમે એક એકવાન્સ્ડ છતાં ઓછામાં ઓછો ઇન્વેસિવ વિકલ્પ પસંદ કર્યો, જે છે ટ્રાન્સકેથેટર ટ્રાઇક્સપિડ વાલ્વ રિપ્લેસમેન્ટ. આ એક એવી પ્રોસેસ છે, જેમાં ડેમેજ્ડ વાલ્વને હાર્ટ ઓપન કર્યા વગર રિપ્લેસ કરવામાં આવે છે. જ્યારે તામામ ઉપાયો અશક્ય હોય, એ સમયે આ પ્રોસેસ આશાસ્પદ બની શકે છે. આ હાઇ-રીસ્કTTVR 26 ડિસેમ્બર 2025નાં રોજ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી.
દર્દીની સ્થિતિમાં સતત સુધાર જોવા મળ્યો તથા ત્રણ દિવસમાં તેમને રજા આપવામાં આવી હતી, જેથી પરિવારે આશા તથા રાહતનો અનુભવ કર્યો.
