યુક્રેનમાં બંધક સાહિલની 1 વર્ષ બાદ માતા સાથે વિડીયોકોલમાં વાત માતા-પુત્ર બંને ધ્રુસકેને ધ્રુસકે રડ્યાં

રશિયા-યુક્રેન યુદ્ધની ભયાનકતા વચ્ચે ફસાયેલા મોરબીના 22 વર્ષીય યુવાન સાહિલ માજોઠીના પરિવાર માટે આશાનું કિરણ જાગ્યું છે. આ મામલે લાંબા સમયના અંતરાલ બાદ સાહિલે યુક્રેનથી વીડિયો કોલ મારફતે મોરબી સ્થિત તેના પરિવાર સાથે વાતચીત કરી છે. ત્યારે આ ભાવનાત્મક મિલન દરમિયાન સાહિલ અને તેની માતા હસીનાબેન બંનેની આંખો છલકાઈ ગઈ હતી. જે સમગ્ર ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે
મોરબીના રહેવાસી સાહિલ માજોઠી રશિયામાં અભ્યાસ કરવા માટે ગયો હતો. ત્યાં તે કુરિયર સર્વિસમાં જોબ કરતો હોય આ દરમિયાન કુરિયરમાં મોકલાયેલ પાર્સલની અંદર ડ્રગ્સ નીકળતા રશિયાની પોલીસે તેની ધરપકડ કરી હતી. જેલવાસમાંથી બચવા માટે તેને રશિયન આર્મીમાં જોડાવા માટે પ્રલોભન અને દબાણ આપવામાં આવ્યું હતું અને યુદ્ધના મેદાનમાં ધકેલી દેવામાં આવ્યો હતો, જ્યાં યુદ્ધના મેદાનમાં પહોંચ્યાના ગણતરીના દિવસોમાં જ સાહિલે યુક્રેનિયન આર્મી સમક્ષ આત્મસમર્પણ કરી દીધું હતું. હાલ સાહિલ યુક્રેનમાં બંદી છે. ત્યારે તેને પરત લાવવા માટે થઈને તેની માતા હસીનાબેન માજોઠી દ્વારા રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર અને દિલ્હી હાઈકોર્ટ સુધીના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ત્યારે આ મામલે હાલ સુપ્રીમ કોર્ટના એડવોકેટ અને સામાજિક કાર્યકર દીપા જોસેફ હાલ યુક્રેનમાં પહોંચ્યા છે અને તેઓએ સાહિલની મુલાકાત કરી વીડિયો કોલ મારફતે સાહિલની તેના પરિવાર સાથે વાત કરાવી હતી. જેમાં બન્ને વચ્ચે અંદાજે 18 મિનિટ વાતચીત ચાલી હતી. આ દરમિયાન બન્ને ફોન ઉપર ભાવુક થઈ રડી પડ્યા હતા. આ અંગે સાહિલના માતા હસીનાબેન માજોઠીએ જણાવ્યું કે, સાહિલનો ડ્રગ્સ કેસ પણ ક્લિયર થઈ ગયો છે. વિડીયો કોલમાં વાત થઈ ત્યારે સાહિલે કહ્યું કે ત્યાં ખાવા-પીવાનું સારું મળે છે. તે ત્યાં ઠીક છે. અહીંની ગર્વમેન્ટ તેને ભારતને સોંપવામાં પોઝિટિવ છે.

રિલેટેડ ન્યૂઝ