જુનાગઢનો રાજ્યનો લિસ્ટેડ બુટલેગર ગુન્હાહિત ગેંગનો લીડર ઇનામી વોન્ટેડ આરોપી ધીરેન કારીયા ઝડપાયો


જુનાગઢ ક્રાઇમ બ્રાન્ચે રાજસ્થાનના અજમેર જિલ્લામાંથી આરોપીને ઝડપી લીધો: ધીરેન કારીયા સામે જુનાગઢ જિલ્લામાં 30 ગુન્હા સહિત રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, મોરબી, પોરબંદર, અમદાવાદ, ગાંધીનગર જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનની સાથે દિલ્હી સ્પેશિયલ બ્રાન્ચના મળી કુલ 60 ગુન્હા નોંધાયા છે

અંતે…. ગુજરાત રાજ્યના લિસ્ટેડ બુટલેગર અને સાતેક માસથી સંગઠીત ગુન્હાહિત ગેંગના લીડર ઇનામી વોન્ટેડ આરોપી ધીરેન ઉર્ફે ડી.કે. કારીયાને જુનાગઢ કાઈમ બ્રાન્ચ એ રાજસ્થાનના અજમેર જિલ્લામાંથી ઝડપી લીધો છે. અને આરોપી શખ્સની પૂછપરછ આદરી છે.
જૂનાગઢ રેન્જનાં પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયાની સુચના તેમજ પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરાની સુચના તથા માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજ્યના લિસ્ટેડ બુટલેગર તથા સાતેક માસથી સંગઠીત ગુન્હાહિત ગેંગના લીડર ઇનામી વોન્ટેડ આરોપી ધીરેન ઉર્ફે ડી.કે, અમૃતલાલ કા2ીયાને શોધી કાઢવા સુચના કરેલ હોય, જે અંગે જુનાગઢ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર કૃણાલ એમ.પટેલ દ્વારા સતત ટેનિકલ સોર્સ તથા હ્યુમન ઇન્ટેલ્સીજન્સ આધારે આરોપી ધીરેન કા2ીયાની છુપાવવાની તમામ સંભવિત જગ્યાઓ તથા સાર્મારતોની તપાસમાં રહી શોધી કાઢવા પુ2તા પ્રાયાસો હાથ ધરવામાં આવેલ, જે પ્રયત્નોના અંતે આરોપી ધીરેન કારીયા રાજસ્થાન રાજ્યના અજમેર ખાતે હોવાની બાતમી હકીકત મળતા તાત્કાલીક ક્રાઇમ બ્રાન્ચના પો.સ.ઈ. ડી.પી.ભાટી તથા પો.કોન્સ.ગવરાજસિંહ અહાડા, દેવેનભાઈ સિંધવ, અરવિંદભાઇ સોલંકી, જયેશભાઈ બાંભણીયાની તાત્કાલીક ટીમ બનાવી રાજસ્થાન ખાતે 2વાના ક2ી, ધીરેન કારીયા અજમે2 જિલ્લાના આદર્શ નગર પોલીસ સ્ટેશન વિસ્તાર ખાતેથી મળી આવતા, હતાગત ક2ી, જુનાગઢ ખાતે લાવી, પોલીસ દ્વારા ધો2ણસ2 કાર્યવાહી હાથ ધરી છે.
જુનાગઢ એસ.પી. સુબોધ ઓડેદરાના જણાવ્યા મુજબ, જૂનાગઢ જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ગુજરાતના ટોપ 25 પૈકીનો લિસ્ટેડ બુટલેગ2 ધીરેન ઉર્ફે ડી.ડે. અમૃતલાલ કારીયા (રહે. રાયજીબાગ, નોબલ પ્લેટેનીયમ, જૂનાગઢ) પોતાના ગુનેગાર સાગરીતો સાથે મળીને હરીયાણા, રાજસ્થાન, પંજાબ, દમણ રાજ્યમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની હેર-ફે2 ક2વા માટે ખોટા દ2તાવેજો બનાવી, આર્થિક સંગઠીત ગુના આચરતી ટોળકી બનાવેલ છે. આ ટોળકીના મુખ્ય સુત્રધાર ધીરેન ઉર્ફે ડી.કે. અમૃતલાલ કારીયાએ મોટો આર્થિક નફો મેળવવા ગેરકાયદેસર રીતે બહારના રાજયમાંથી ભા2તીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો વિપુલ પ્રમાણમાં મંગાવી, તેની હેરફે2 ક2વા માટે એક ગેંગ ઉભી કરેલાનુ જણાઇ આવતા, ધીરેન કારીયા સહીત 8 આરોપી વિરુધ્ધ જૂનાગઢ શહે2 સી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ગુજસીટોક (ધી ગુજરાત કંટ્રોલ ઓફ ટે22ીઝમ એન્ડ ઓર્ગેનાઇઝ ક્રાઇમ) એકટ-2015 હેઠળની વિવિધ કલમ મુજબ ગુન્હો રજીસ્ટર ક2વામાં આવેલ હતો, અને આ ગુન્હામાં અગાઉ કુલ 8 ઇસમોને અટક કરવામાં આવેલ છે. જ્યારે મુખ્ય આરોપી ધીરેન ઉર્ફે ડી.ડે. અમૃતલાલ કારીયા નાસતો ફરતો હતો, અને આરોપીને શોધી કાઢવા ઇનામ પણ જાહેર કરવામાં આવ્યું હતું.

રિલેટેડ ન્યૂઝ