શહેરી વિસ્તારમાં પ્રદૃૂષણ નહી ફેલાવતા કાપડ ઉદ્યોગોને હવે ટેક્સટાઇલ પોલિસીનો મળશે લાભ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટેક્સટાઈલ પોલિસી-૨૦૨૪માં પહેલી વાર ગ્રામીણ અને શહેરી વિસ્તારોની મહિલાઓના સ્વ સહાય જુથ  સેલ્ફ હેલ્પ ગ્રુપના સશક્તિકરણ અને આવક વૃદ્ધિનો અભિગમ અપનાવેલો છે. મુખ્યમંત્રીએ મહિલા સશક્તિકરણના આ અભિગમને વધુ વ્યાપક બનાવવા માટે ટેક્સટાઈલ પોલિસીની કેટલીક જોગવાઈઓમાં મહત્વપૂર્ણ સુધારા કરવાના દિૃશા નિર્દૃેશો આપ્યા છે.

મહિલા સ્વ-સહાય જૂથોના સશક્તિકરણ પ્રોત્સાહનન્ો વધુ વ્યાપક બનાવશે

ગુજરાત ટેક્સટાઇલ પોલીસી-૨૦૨૪ અંતર્ગત મુખ્યમંત્રી ભૂપ્ોન્દ્ર પટેલનો મહત્ત્વનો નિર્ણય

ટેક્નિકલ ટેક્સટાઈલમાં વિશેષ ફોકસ કરવાનો વ્યુહ ટેક્સટાઈલ પોલિસી-૨૦૨૪માં મુખ્યમંત્રીએ અપનાવ્યો છે

તદૃઅનુસાર, નેશનલ રૂરલ લાઈવલી હુડ મિશન તથા નેશન અર્બન લાઈવલી હુડ મિશનમાં નોંધાયેલા કે અન્ય સ્વૈચ્છિક સ્વ સહાય જુથ જેમાં આજીવિકાના સમાન હેતુ થી જોડાયેલી મહિલાઓના એક અથવા એકથી વધુ સેલ્ફ હેલ્પ ગ્રુપને ટેક્સટાઈલ પોલિસી અંતર્ગત લાભ મળી શકશે.
મુખ્યમંત્રીએ એક અન્ય નિર્ણય એવો પણ કર્યો છે કે, રાજ્યમાં મ્યુનિસીપલ એરીયાની હદૃમાં આવતા હોય તેવા ગારમેન્ટ, એપેરલ અને મેડઅપ્સ, સ્ટીચીંગ, એમ્બ્રોઈડરી તથા અન્ય એક્ટિવિટી સાથે સંકળાયેલા નોન પોલ્યુટીંગ ટેક્ષટાઈલ મેન્યુફેક્ચરીંગ એક્ટિવિટીવાળા એકમોને પણ આ ટેક્સટાઈલ પોલિસી-૨૦૨૪નો લાભ અપાશે.
રાજ્યની અર્થવ્યવસ્થા અને દૃેશની આર્થિક પ્રગતિમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવતા કાપડ ઉદ્યોગની ટેક્સટાઈલ વેલ્યુ ચેઈનના દૃરેક સેગમેન્ટનું એનાલીસીઝ કરીને ગારમેન્ટ અને એપેરલ તથા ટેક્નિકલ ટેક્સટાઈલમાં વિશેષ ફોકસ કરવાનો વ્યુહ ટેક્સટાઈલ પોલિસી-૨૦૨૪માં મુખ્યમંત્રીએ અપનાવ્યો છે.
આના ભાગરૂપે ટેક્ષટાઇલની નોન પોલ્યુટીંગ પ્રવૃતિ ગારમેન્ટ, એપેરલ અને મેડઅપ્સ, સ્ટીંચીંગ, એમ્બ્રોડરી તથા અન્ય વેલ્યુએડેડ એક્ટિવિટિ ધરાવતા એકમો કે જે ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડની પ્રર્વતમાન વ્હાઇટ કેટેગરી તથા ગ્રીન કેટેગરી અથવા તેને સમકક્ષ જીપીસીબીના પ્રવર્તમાન જોગવાઈ / કેટેગરી ક્લાસીફીકેશન હેઠળ સમાવેશ થતા તેમજ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારની હદૃમાં સ્થાપિત એકમોને પણ ગુજરાત ટેક્ષટાઈલ પોલીસી ૨૦૨૪ અંતર્ગત સહાય પાત્ર ગણવામાં આવશે.

રિલેટેડ ન્યૂઝ