ગ્રોફેડના પૂર્વ કર્મચારીઓનું બીજુ સ્નેહમિલન સાસણગીર ખાતે યોજાયું

ગુજરાત કો ઓપરેટિવ ઓઇલસીડસ ગ્રોઅર્સ ફેડરેશન લિમિટેડ (ગ્રોફેડ) ના પૂર્વ કર્મચારીઓનું સ્નેહમિલન તા.10 અને જાન્યુઆરી 2026ના રોજ સાસણગીર ખાતે આવેલા અમીધારા રિસોર્ટમાં યોજાયુ હતુ.જેમાં ભાવનગર,અમરેલી,જૂનાગઢ, જામનગર,ઇડર, મહેસાણા,બનાસકાંઠા યુનિટના 250 જેટલા કર્મચારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા. કર્મચારીઓનું સ્વાગત ઢોલના તાલે અને ગરબાના સથવારે કરવામાં આવ્યુ હતુ. રજીસ્ટ્રેશનની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ દરેક કર્મચારીઓએ એકબીજાંના ખબરઅંતર પૂછ્યા હતા અને સ્નેહપૂર્વક મળ્યા હતા. સ્નેહમિલનમાં ઉપસ્થિત દરેક કર્મચારીઓને સ્મૃતિ ભેટ આપવામાં આવી હતી.બપોરના ભોજન બાદ સાંજે મુખ્ય કાર્યક્રમો યોજાયા હતા. જેમાં સ્વાગત પ્રવચન બાદ દરેક યુનિટમાંથી છેલ્લા ત્રણ વર્ષમાં દિવંગત થયેલા કર્મચારીઓને શ્રદ્ધાંજલિ પાઠવી બે મિનિટનું મૌન પાળવામાં આવ્યુ હતુ. ત્યારબાદ કર્મચારીઓના અનુભવો વ્યક્ત કરવામાં આવ્યા હતા.ત્યારબાદ કેટલાક કર્મચારીઓએ ગીતોની પ્રસ્તુતિ કરી હતી. રાત્રિ ભોજન બાદ સીદીની ધમાલનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં અનેક કર્મચારીઓ તેમની સાથે સામેલ થયા હતા

રિલેટેડ ન્યૂઝ